SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વિકલેન્દ્રિય તથા પંચેન્દ્રિય અનુભવે છે. (૩) જ્ઞાનચેતના- સિદ્ધપર્યાય અનુભવે છે. ૨૫ મુનિઓની વૃત્તિ અલૌકિક હોવી જોઈએ; તેને બદલે હાલ લૌકિક જોવામાં આવે છે. ૧૪ ૧ પર્યાયાલોચન-એક વસ્તુને બીજી રીતે વિચારવી તે. મોરબી, અષાડ વદ ૨, શનિ, ૧૯૫૬ ૨ આત્માની પ્રતીતિ માટે સંકલના પ્રત્યે દૃષ્ટાંતઃ છ ઇંદ્રિયોમાં મન અધિષ્ઠાતા છે; અને બાકીની પાંચ ઇન્દ્રિયો તેની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે, અને તેની સંકલના કરનાર પણ એક મન જ છે. મન જો ન હોત તો કોઈ કાર્ય બનત નહીં. વાસ્તવિક રીતે કોઈ ઇંદ્રિયનું કાંઈ વળતું નથી. મનનું સમાધાન થાય છે; તે એ પ્રમાણે કે, એક ચીજ આંખે જોઈ, તે લેવા પગે ચાલવા માંડ્યું, ત્યાં જઈ હાથે લીધી, ને ખાધી ઇત્યાદિ. તે સઘળી ક્રિયાનું સમાધાન મને કર્યું છતાં એ સઘળાનો આધાર આત્મા ઉપર છે. મૂકે છે. ૩ જે પ્રદેશે વેદના વધારે હોય તે મુખ્યપણે વેદે છે, અને બાકીના ગૌણપણે વેદે છે. ૪ જગતમાં અભવ્ય જીવ અનંતા છે. તેથી અનંતગુણા પરમાણુ એક સમયે એક જીવ ગ્રહણ કરે છે, અને ૫ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવે બાહ્ય અને અત્યંતર પરિણમતાં પરમાણુ જે ક્ષેત્રે વેદનારૂપે ઉદયમાં આવે ત્યાં એકઠાં થઈ ત્યાં તે રૂપે પરિણમે; અને ત્યાં જેવા પ્રકારનો બંધ હોય તે ઉંદયમાં આવે. પરમાણુઓ માથામાં એકઠાં થાય તો ત્યાં માથાના દુઃખાવાને આકારે પરિણમે છે, આંખમાં આંખની વેદનાના આકારે પરિણમે છે. ૬ એનું એ જ ચૈતન્ય સ્ત્રીને સ્ત્રીરૂપે છે અને પુરુષને પુરુષરૂપે પરિણમે છે; અને ખોરાક પણ તથાપ્રકારના જ આકારે પરિણમી પુષ્ટિ આપે છે. ૭ પરમાણુ પરમાણુને શરીરમાં લડતાં કોઈએ જોયાં નથી; પણ તેનું પરિણામવિશેષ જાણવામાં આવે છે, તાવની દવા તાવ અટકાવે છે એ જાણી શકીએ છીએ, પણ અંદર શું ક્રિયા થઈ તે જાણી શકતા નથી, એ દૃષ્ટાંત કર્મબંધ થતો જોવામાં આવતો નથી, પણ વિપાક જોવામાં આવે છે, . અનાગાર જેને વ્રતને વિષે અપવાદ નહીં તે. હું અણગાર-ધરવિનાના ૧૦ સમિતિ-સમ્યક્ પ્રકારે જેની મર્યાદા રહી છે તે મર્યાદાસહિત, યથાસ્થિતપણે પ્રવર્તવાનો જ્ઞાનીઓએ જે માર્ગ કહ્યો છે તે માર્ગ પ્રમાણે માપસહિત પ્રવર્તવું તે. ૧૧ સત્તાગત ઉપશમાં ૧૨ શ્રમણ ભગવાન=સાધુ ભગવાન અથવા મુનિ ભગવાન. ૧૩ અપેક્ષા=જરૂરિયાત, ઇચ્છા. ૧૪ સાપેક્ષ=બીજા કારણ, હેતુની જરૂરિયાત ઇચ્છે છે તે. ૧૫ સાપેક્ષત્વ અથવા અપેક્ષાએ એકબીજાને લઈને ܀܀܀ ૧૫ મોરબી, અસાડ વદ ૩, રવિ, ૧૯૫૬ ૧ અનુપપન્ન નહીં સંભવિત; નહીં સિદ્ધ થવા યોગ્ય. ૧૬ શ્રાવકઆશ્રયી, પરસ્ત્રીત્યાગ તથા બીજા અણુવ્રત વિષે. રાત્રે
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy