SearchBrowseAboutContactDonate
Page Preview
Page 841
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૨ ૭૬૫ ૭ આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતાં ઘણો વખત જાય. જ્યારે એક માત્ર શાંતપણું સૈવ્યાથી તરત પ્રાપ્ત થાય છે. ૮ પર્યાયનું સ્વરૂપ સમજાવવા અર્થે શ્રી તીર્થંકરદેવે ત્રિપદ (ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય) સમજાવ્યાં છે. ૯ દ્રવ્ય ધ્રુવ, સનાતન છે. ૧૦ પર્યાય ઉત્પાદવ્યયવંત છે. ૧૧ છયે દર્શન એક જૈનદર્શનમાં સમાય છે. તેમાં પણ જૈન એક દર્શન છે. બૌદ્ધ - ક્ષણિકવાદી-પર્યાયરૂપે ‘સત્’ છે. વેદાંત - સનાતન-દ્રવ્યરૂપે ‘સત્’ છે. ચાર્વાક નિરીશ્વરવાદી જ્યાં સુધી આત્માની પ્રતીતિ થઈ નથી ત્યાં સુધી તેને ઓળખવારૂપે ‘સત્’ છે. ૧૨ જીવ પર્યાયના બે ભેદ છેઃ- સંસારપર્યાય અને સિદ્ધપર્યાય, સિદ્ધપર્યાય સો ટચના સોનાતુલ્ય છે અને સંસારપર્યાય કથીરસહિત સોનાનુલ્ય છે. ૧૩ વ્યંજનપર્યાય. ૧૪ અર્ધપર્યાય. ૧૫ વિષયનો નાશ (વૈદનો અભાવ) ક્ષાયિકચારિત્રથી થાય છે, ચોથે ગુણસ્થાનકે વિષયની મંદતા હોય છે; ને નવમા ગુણસ્થાનક સુધી વેદનો ઉદય હોય છે. ૧૬ જે ગુણ પોતાને વિષે નથી તે ગુણ પોતાને વિષે છે એમ જે કહે અથવા મનાવે તે મિથ્યા દૃષ્ટિ જાણવા, ૧૭ જિન અને જૈન શબ્દનો અર્થ "ઘટ ઘટ અંતર્ જિન બસે, ઘટ ઘટ અંત જૈન; મત મદિરાકે પાનસેં, મતવારા સમજૈ ન.” - · સમયસાર ૧૮ સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે ષગ્દર્શનમાં સમાય છે, અને તે ષગ્દર્શન જૈનમાં સમાય છે. ૧૯ વીતરાગનાં વચનો વિષયનું વિરેચન કરાવનારાં છે. ૨૦ જૈનધર્મનો આશય, દિગંબર તેમ જ શ્વેતાંબર આચાર્યોનો આશય, ને દ્વાદશાંગીનો આશય માત્ર આત્માનો સનાતન ધર્મ પ્રમાડવાનો છે, અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓનો વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે; પણ તે નથી સમજાતું એ જ મોટી આંટી છે. ર૧ બાહ્ય વિષયોથી મુક્ત થઈ જેમ જેમ તેનો વિચાર કરવામાં આવે તેમ તેમ આત્મા અવિરોધી થતો જાય; નિર્મળ થાય. ૨૨ ભંગજાળમાં પડવું નહીં. માત્ર આત્માની શાંતિનો વિચાર કરવો ઘટે છે. ૨૩ જ્ઞાનીઓ જોકે વાણિયા જેવા હિસાબી (સૂક્ષ્મપણે શોધન કરી તત્ત્વો સ્વીકારનારા) છે, તોપણ છેવટે લોક જેવા લોક (એક સારભૂત વાત પકડી રાખનાર) થાય છે, અર્થાત્ છેવટે ગમે તેમ થાય પણ એક શાંતપણાને ચૂકતા નથી; અને આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. ૨૪ જ્ઞાની ઉદયને જાણે છે; પણ શાતા અશાતામાં તે પરિણમતા નથી. ૨૫ ઇંદ્રિયોના ભોગસહિત મુક્તપણું નથી. ઇંદ્રિયોના ભોગ છે ત્યાં સંસાર છે; ને સંસાર છે ત્યાં મુક્તપણું નથી. ર૬ બારમા ગુણસ્થાનક સુધી જ્ઞાનીનો આશ્રય લેવાનો છે; જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનું છે. ૨૭ મહાન આચાર્યો અને જ્ઞાનીઓમાં દોષ તથા ભૂલ હોય નહીં. આપણાથી ન સમજાય
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy