SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૯ જીવ જે ભવની આયુષપ્રકૃતિ ભોગવે છે તે આખા ભવની એક જ બંધપ્રકૃતિ છે. તે બંધપ્રકૃતિનો ઉદય આયુષની શરૂઆત થઈ ત્યારથી ગણાય. આ કારણથી તે ભવની આયુષપ્રકૃતિ હૃદયમાં છે તેમાં સંક્રમણ, ઉત્કર્ષ, અપકર્ષાદિ થઈ શકતાં નથી. ૧૦ આયુષ્યકર્મની પ્રકૃતિ બીજા ભવમાં ભોગવાતી નથી. ૧૧ ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધ, અવગાહ (શરીરપ્રમાણ) અને રસ અમુક જીવે અમુક પ્રમાણમાં ભોગવવાં તેનો આધાર આયુષ્યકર્મ ઉપર છે. જેમ કે, એક માણસની સો વર્ષની આયુઃકર્મ પ્રકૃતિનો ઉદય વર્તે છે; તેમાંથી તે એંસીમે વર્ષે અધૂરે આયુષે મરણ પામે તો બાકીનાં વીશ વર્ષ ક્યાં અને શી રીતે ભોગવાય ? બીજા ભવમાં ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધાદિ નવેસરથી છે; એકાશીમા વર્ષથી નથી; તેથી કરીને આયુષઉદયપ્રકૃતિ અધવચથી ત્રુટી શકે નહીં. જે જે પ્રકારે બંધ પડ્યો હોય, તે તે પ્રકારે ઉદયમાં આવવાથી કોઈની નજરમાં કદાચ આયુષ ત્રુટવાનું આવે; પરંતુ તેમ બની શકતું નથી. ૧૨ સંક્રમણ, અપકર્ષ, ઉત્કર્ષાદિ કરણનો નિયમ આયુ કર્મવર્ગણા સત્તામાં હોય ત્યાં સુધી લાગુ થઈ શકે; પણ ઉદયની શરૂઆત થયા પછી લાગુ થઈ શકે નહીં. ૧૩ આયુઃકર્મ પૃથ્વી સમાન છે; અને બીજાં કર્મો ઝાડ સમાન છે. (જો પૃથ્વી હોય તો ઝાડ હોય.) ૧૪ આયુષના બે પ્રકાર છેઃ- (૧) સોપક્રમ અને (૨) નિરુપક્રમ. આમાંથી જે પ્રકારનું બાંધ્યું હોય તે પ્રકારનું ભોગવાય છે. ૧૫ ઉપશમ સમ્યકત્વ ક્ષયોપશમ થઈ ક્ષાયિક થાય; કારણ કે ઉપશમમાં જે પ્રકૃતિઓ સત્તામાં છે તે ઉદય આવી ક્ષય થાય. ૧૬ ચક્ષુ બે પ્રકારે- (૧) જ્ઞાનચક્ષુ અને (ર) ચર્મચક્ષુ, જેમ ચર્મચક્ષુ વડે એક વસ્તુ જે સ્વરૂપે દેખાય છે તે વસ્તુ દૂરબીન તથા સૂક્ષ્મદર્શકાદિ યંત્રોથી જાદા જ સ્વરૂપે દેખાય છે; તેમ ચર્મચક્ષુ વડે જે સ્વરૂપે દેખાય છે તે જ્ઞાનચક્ષુ વડે કોઈ જાદા જ સ્વરૂપે દેખાય; ને તેમ કહેવામાં આવે તે આપણે પોતાના ડહાપણે, અહંપણે ન માનવું તે યોગ્ય નથી. ૪ મોરબી, અષાડ સુદ ૭, બુધ, ૧૯૫૬ ૧ શ્રીમાન કુંદકુંદાચાર્યે અષ્ટપાહુડ (અષ્ટપ્રાકૃત) રચેલ છે. પ્રાકૃતભેદઃ- દર્શનપ્રામૃત, જ્ઞાનપ્રામૃત, ચારિત્રપ્રાભૂત, ભાવપ્રાભૂત, ઇત્યાદિ. દર્શનપ્રાભૂતમાં જિનભાવનું સ્વરૂપ બતાવ્યું છે. શાસ્ત્રકર્તા કહે છે કે અન્ય ભાવો અમે, તમે અને દેવાધિદેવ સુધ્ધાંએ પૂર્વે ભાવ્યા છે, અને તેથી કાર્ય સર્યું નથી, એટલા માટે જિનભાવ ભાવવાની જરૂર છે. જે જિનભાવ શાંત છે, આત્માનો ધર્મ છે, અને તે ભાગ્યેથી જ મુક્તિ થાય છે. ૨ ચારિત્રપ્રાભૂત. ૩ દ્રવ્ય અને તેના પર્યાય માનવામાં નથી આવતા ત્યાં વિકલ્પ થવાથી ગૂંચવાઈ જવું થાય છે, પર્યાય નથી માનેલા તેનું કારણ તેટલે અંશે નહીં પહોંચવાનું છે. ૪ દ્રવ્યના પર્યાય છે એમ સ્વીકારવામાં આવે છે ત્યાં દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં વિકલ્પ રહેતો હોવાથી ગૂંચવાઈ જવું થાય છે, અને તેથી જ રખડવું થાય છે. ૫ સિદ્ધપદ એ દ્રવ્ય નથી, પણ આત્માનો એક શુદ્ધ પર્યાય છે. તે પહેલાં મનુષ્ય વા દેવ હતો ત્યારે તે પર્યાય હતો, એમ દ્રવ્ય શાશ્વત રહી પર્યાયાંતર થાય છે. ૬ શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે,
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy