SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૨૧૩ આકાશના પ્રદેશની શ્રેણિ સમ છે. વિષમમાત્ર એક પ્રદેશની વિદિશાની શ્રેણિ છે. સમશ્રેણિ છ છે, અને તે બે પ્રદેશી છે. પદાર્થમાત્રનું ગમન સમશ્રેણિએ થાય છે. વિષમશ્રેણિએ થતું નથી. કારણ કે આકાશના પ્રદેશની સમશ્રેણિ છે. તેમ જ પદાર્થમાત્રમાં અગુરુલઘુ ધર્મ છે. તે ધર્મે કરીને પદાર્થ વિષમશ્રેણીએ ગમન નથી કરી શકતા. ૨૧૪ ચક્ષુદ્રિય સિવાય બીજી ઇનિયોથી જે જાણી શકાય તેનો જાણવામાં સમાવેશ થાય છે. ૨૧૫ ચક્ષુદ્રિય જે દેખાય છે તે પણ જાણવું છે. જ્યાં સુધી સંપૂર્ણ જાણવા દેખવામાં ના આવે ત્યાં સુધી જાણવાપણું અધૂરું ગણાય; કેવળજ્ઞાન ન ગણાય. ૨૧૬ ત્રિકાળ અવબોધ ત્યાં સંપૂર્ણ જાણવાનું થાય છે. ૧૭ ભાસન શબ્દમાં જાણવા અને દેખવા બન્નેનો સમાવેશ થાય છે. ર૧૮ કેવળજ્ઞાન છે તે આત્મપ્રત્યક્ષ છે અથવા અદ્રિય છે. અંધપણું છે તે ઇંદ્રિય વડે દેખવાનો વ્યાઘાત છે. તે વ્યાઘાત અતીન્દ્રિયને નડવા સંભવ નથી. ચાર ઘનઘાતી કર્મ નાશ પામે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તે ચાર ઘનઘાતીમાં એક દર્શનાવરણીય છે. તેની ઉત્તર પ્રકૃતિમાં એક ચક્ષુદર્શનાવરણીય છે. તે ક્ષય થયા બાદ કેવળજ્ઞાન ઉપજે. અથવા જન્માંધપણાનું કે અંધપણાનું આવરણ ક્ષય થયેથી કેવળજ્ઞાન ઊપજે. અચલ્દર્શન આંખ સિવાયની બીજી ઇંદ્રિયો અને મનથી થાય છે. તેનું પણ જ્યાં સુધી આવરણ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન ઉપજતું નથી. તેથી જેમ ચક્ષુને માટે છે તેમ બીજી ઇનિયોને માટે પણ જણાય છે, ૨૧૯ જ્ઞાન બે પ્રકારે બતાવવામાં આવ્યું છે. આત્મા ઇંદ્રિયોની સહાય વિના સ્વતંત્રપણે જાણે દેખે તે આત્મપ્રત્યક્ષ, આત્મા ઇંદ્રિયોની સહાય વડે કરી એટલે આંખ, કાન, જિહ્માદિક વડે જાણે દેખે તે ઇંદ્રિયપ્રત્યક્ષ છે, વ્યાઘાત અને આવરણના કારણને લઈને ઇંદ્રિયપ્રત્યક્ષ ન હોય તેથી આત્મપ્રત્યક્ષને બાધ નથી. જ્યારે આત્માને પ્રત્યક્ષ થાય છે ત્યારે ઇન્દ્રિયપ્રત્યક્ષ સ્વયમેવ થાય છે, અર્થાત્ ઇંદ્રિયપ્રત્યક્ષનું જે આવરણ તે દૂર થયે જ આત્મપ્રત્યક્ષ છે. ܀܀܀܀܀ ૨૨૦ આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યકૃત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તો તે દૃષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. જો આગળ વધે તોપણ પગ પાછા પડે છે, અર્થાત્ પ્રકૃતિ જોર આપતી નથી. એક વખત સમ્યકૃત્વ આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાસ્યું છે તે છે. જો કદાચ અસ્તિત્વની વાત કહેવામાં આવતી હોય તોપણ તે બોલવામાત્ર છે. કારણ કે ખરેખર અસ્તિત્વ ભાસ્યું નથી. ૨૧ જોગે વડનું વૃક્ષ જોયું ના હોય તેવાને જો એમ કહેવામાં આવે કે આ રાઈના દાણા જેવડા વડના બીજમાંથી આશરે એક માઈલના વિસ્તારમાં સમાય એવું મોટું ઝાડ થઈ શકે છે તો તે વાત તેના માનવામાં ન આવતાં કહેનારને ઊલટા રૂપમાં લઈ જાય છે. પણ જેણે વડનું વૃક્ષ જોયું છે અને આ વાતનો અનુભવ છે તેને વડના બીજમાં ડાળ, મૂળ, પાન, શાખા, ફળ, ફૂલાદિવાળું મોટું વૃક્ષ સમાયું છે એ વાત માનવામાં આવે છે, પ્રતીત થાય છે, પુદ્ગલ જે
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy