SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૧ ૭૫૯ ‘ભયપ્રકૃતિ’માં સમાય છે. ૨૦૪ અનંત પ્રકારનાં કર્મો મુખ્ય આઠ પ્રકારે અને ઉત્તર એકસો અઠ્ઠાવન પ્રકારે ‘પ્રકૃતિ’ના નામથી ઓળખાય છે. તે એવી રીતે કે અમુક અમુક પ્રકૃતિ, અમુક અમુક ‘ગુણસ્થાનક’ સુધી હોય છે. આવું માપ તોળીને જ્ઞાનીદેવે બીજાઓને સમજાવવા સારુ સ્થૂલ સ્વરૂપે તેનું વિવેચન કર્યું છે; તેમાં બીજાં કેટલીએક જાતનાં કર્મ અર્થાત્ ‘કર્મપ્રકૃતિ’ સમાય છે. અર્થાત્ જે પ્રકૃતિનાં નામ ‘કર્મગ્રંથ’માં નથી આવતાં, તે તે પ્રકૃતિ ઉપર બતાવેલી પ્રકૃતિના વિશેષ પર્યાય છે; અથવા તે ઉપર બતાવેલી પ્રકૃતિમાં સમાય છે. ૨૦૫ 'વિભાવ' એટલે 'વિરુદ્ધભાવ' નહીં, પરંતુ 'વિશેષભાવ'. આત્મા આત્મારૂપે પરિણમે તે 'ભાવ' છે, અથવા ‘સ્વભાવ’ છે. જ્યારે આત્મા તથા જડનો સંયોગ થવાથી આત્મા સ્વભાવ કરતાં આગળ જઈ ‘વિશેષભાવે’ પરિણમે તે ‘વિભાવ’ છે. આ જ રીતે જડને માટે પણ સમજવું. ૦ 'કાળ'ના 'અણુ' લોકપ્રમાણ અસંખ્યાત છે. તે 'અણુ'માં 'રુક્ષ' અથવા 'સ્નિગ્ધ ગુણ નથી; તેથી તે દરેક અણુ એકબીજામાં મળતા નથી, અને દરેક પૃથક પૃથક્ રહે છે. પરમાણુપુદ્ગલમાં તે ગુણ હોવાથી મૂળ સત્તા કાયમ રહ્યા છતાં તેનો (પરમાણુપુદ્ગલનો) 'સ્કંધ' થાય છે. ૨૦૭ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, (લોક) આકાશસ્તિકાય અને જીવાસ્તિકાય તેના પણ અસંખ્યાના પ્રદેશ છે, અને તેના પ્રદેશમાં રુક્ષ અથવા સ્નિગ્ધ ગુણ નથી, છતાં તે કાળની માફક દરેક અણુ જુદા જુદા રહેવાને બદલે એક સમૂહ થઈ રહે છે. તેનું કારણ એ છે કે કાળ છે તે પ્રદેશાત્મક નથી, પણ અણુ હોઈને પૃથક્ પૃથક્ છે, અને ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્ય પ્રદેશાત્મક છે. ૨૦૮ વસ્તુને સમજાવવા માટે અમુક નયથી ભેદરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તવિક રીતે વસ્તુ, તેના ગુણ અને પર્યાય એમ ત્રણ જુદા જુદા નથી, એક જ છે. ગુણ અને પર્યાયને લઈને વસ્તુનું સ્વરૂપ સમજાય છે. જેમ સાકર એ વસ્તુ, મીઠાશ એ ગુણ, ખડબચડો આકાર એ પર્યાય છે. એ ત્રણને લઈને સાકર છે. મીઠાશવાળા ગુણ વિના સાકર ઓળખી શકાતી નથી. તેવો જ એક ખડબચડા આકારવાળો કટકો હોય પણ તેમાં ખારાશનો ગુણ હોય તો તે સાકર નહીં, પરંતુ મીઠું અર્થાત્ લૂણ છે. આ ઠેકાણે પદાર્થની પ્રતીતિ અથવા જ્ઞાન, ગુણને લઈને થાય છે; એ પ્રમાણે ગુણી અને ગુણ જુદા નથી. છતાં અમુક કારણને લઈને પદાર્થનું સ્વરૂપ સમજાવવા માટે જાદા કહેવામાં આવે છે. ૨૦૯ ગુણ અને પર્યાયને લઈને પદાર્થ છે. જો તે બે ન હોય તો પછી પદાર્થ છે તે ન હોવા બરાબર છે. કારણ કે તે શા કામનો છે? ૨૧૦ એકબીજાથી વિરુદ્ધ પદવાળી એવી ત્રિપદી પદાર્થમાત્રને વિષે રહી છે. ધ્રુવ અર્થાત્ સત્તા, હોવાપણું પદાર્થનું હંમેશાં છે. તે છતાં તે પદાર્થમાં ઉત્પાદ અને વ્યય એવાં બે પદ વર્તે છે. તે પૂર્વપર્યાયનો વ્યય અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ થયા કરે છે. ૨૧૧ આ પર્યાયના પરિવર્તનથી કાળ જણાય છે. અથવા તે પર્યાયને પરિવર્તન થવામાં કાળ સહાયકારી છે. ૨૧૨ દરેક પદાર્થમાં સમય સમય ખટચક્ર ઊઠે છે; તે એ કે સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ, અનંતગુણવૃદ્ધિ, સંખ્યાતગુણહાનિ, અસંખ્યાતગુણાનિ અને અનંતગુણહાનિ; જેનું સ્વરૂપ શ્રી વીતરાગદેવ અવાગોચર કહે છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy