SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ 20 http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર આર્યજીવન ઉત્તમ પુરુષોએ આચરણ કર્યું છે. ܀܀܀܀܀ ૭ નિત્યસ્મૃતિ ૧ જે મહાકામ માટે તું જન્મ્યો છે, તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. ર ધ્યાન ધરી જા: સમાધિસ્થ થા, ૩ વ્યવહારકામને વિચારી જા. જેનો પ્રમાદ થયો છે, તે માટે હવે પ્રમાદ ન થાય તેમ કર. જેમાં સાસ થયું હોય, તેમાંથી હવે તેવું ન થાય તેવો બોધ છે. ૪ દૃઢ યોગી છો, તેવો જ રહે, ૫ કોઈ પણ અલ્પ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી, એ મહાકલ્યાણ છે. ૬ લેપાઈશ નહીં. ૭ મહાગંભીર થા. ૮ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી જા. હું ચાર્થ કર. ૧૦ કાર્યસિદ્ધિ કરીને ચાલ્યો જા. ܀܀܀܀܀ ૮ સહજપ્રકૃતિ ૧ પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુઃખ એ પોતાનું દુઃખ સમજવું. ૨ સુખદુઃખ એ બન્ને મનની કલ્પના છે. ૩ ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ૪ સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ ખરું ભૂષણ છે. ૫ શાંતસ્વભાવ એ જ સજ્જનતાનું ખરું મૂળ છે. ૬ ખરા સ્નેહીની ચાહના એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે. ૭ દુર્જનનો ઓછો સહવાસ. ૮ વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું. ૯ દ્વેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. ૧૦ ધર્મકર્મમાં વૃત્તિ રાખવી. ૧૧ નીતિના બાંધા પર પગ ન મૂકવો. ૧૨ જિતેન્દ્રિય થવું. ૧૩ જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રાધ્યયનમાં ગુંથાવું, ૧૪ ગંભીરતા રાખવી. ૧૫ સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભોગવતાં છતાં, વિદેહી દશા રાખવી. ૧૬ પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું. ૧૭ પરનિંદા એ જ સબળ પાપ માનવું. ૧૮ દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું. ૧૯ આત્મજ્ઞાન અને સજ્જનસંગત રાખવાં.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy