SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૬૯ ચેતનરહિત કાષ્ઠ છેદતાં કાષ્ઠ દુઃખ માનતું નથી. તેમ તમે પણ સમદૃષ્ટિ રાખજો. ૭૦ યત્નાથી ચાલવું. ૭૧ વિકારનો ઘટાડો કરજો. ૭૨ સત્પુરુષનો સમાગમ ચિંતવજો. મળેથી દર્શનલાભ ચૂકશો નહીં. ૭૩ કુટુંબપરિવાર ઉપર અંતરંગ ચાહના રાખશો નહીં. ૭૪ નિદ્રા અત્યંત લેશો નહીં. ૭૫ નકામો વખત જવા દેશો નહી. ૭૬ વ્યાવહારિક કામથી જે વખત મુક્ત થાઓ તે વખતે એકાંતમાં જઈ આત્મદશા વિચારજો. ૭૭ સંકટ આવ્યે પણ ધર્મ ચૂકશો નહીં. ૭૮ અસત્ય બોલશો નહીં. ૭૯ આર્ત્ત રૌદ્રને ત્વરાથી તજો. ૮૦ ધર્મધ્યાનના ઉપયોગમાં ચાલવું. ૮૧ શરીર ઉપર મમત્વ રાખશો નહીં. દર આત્મદશા નિત્ય અચળ છે, તેનો સંશય લાવશો નહીં. ૮૩ કોઈની ગુપ્ત વાત કોઈને કરશો નહીં. ૮૪ કોઈ ઉપર જન્મ પર્યંત દ્વેષબુદ્ધિ રાખશો નહીં. ૮૫ કોઈને કાંઈ દ્વેષથી કહેવાઈ જવાય તો પશ્ચાત્તાપ ઘણો કરજો, અને ક્ષમાપના માગજો, પછીથી તેમ કરશો નહીં. ૮૬ કોઈ તારા ઉપર દ્વેષબુદ્ધિ કરે, પણ નું તેમ કરીશ નહીં. ૮૭ ધ્યાન જેમ બને તેમ ત્વરાથી કરજે. ૮૮ કોઈએ કૃતઘ્નતા કરી હોય તેને પણ સમર્દષ્ટિએ જુઓ. ૮૯ અન્યને ઉપદેશ આપવાનો લક્ષ છે. તે કરતાં નિજધર્મમાં વધારે લક્ષ કરવો. ૯૦ કથન કરતાં મથન ઉપર વધારે લક્ષ આપવું. ૯૧ વીરના માર્ગમાં સંશય કરશો નહીં. હર તેમ ન થાય તો કેવલીગમ્ય, એમ ચિતવજો એટલે કા ફરશે નહીં. ૯૩ બાહ્ય કરણી કરતાં અત્યંતર કરણી ઉપર વધારે લક્ષ આપવું. ૯૪ ‘હું ક્યાંથી આવ્યો ?’, ‘હું ક્યાં જઈશ ?’ ‘શું મને બંધન છે ?’ ‘શું કરવાથી બંધન જાય ?’ ‘કેમ છૂટવું થાય ?' આ વાક્યો સ્મૃતિમાં રાખવાં. ૯૫ સ્ત્રીઓના રૂપ ઉપર લક્ષ રાખો છો તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ દો તો હિત થાય. ૯૬ ધ્યાનદશા ઉપર લક્ષ રાખો છો તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ આપશો તો ઉપશમભાવ સહજથી થશે અને સમસ્ત આત્માઓને એક દૃષ્ટિએ જોશો. એકચિત્તથી અનુભવ થશે તો તમને એ ઈચ્છા અંદરથી અમર થશે. એ અનુભવસિદ્ધ વચન છે. ૯૭ કોઈના અવગુણ તરફ ધ્યાન આપશો નહીં, પણ પોતાના અવગુણ હોય તે તે ઉપર વધારે દૃષ્ટિ રાખી ગુણસ્થ થવું. હૃદ બંધાયેલાને જે પ્રકારે બાંધ્યો તેથી ઊલટી રીતે વર્તો એટલે છૂટશે. ૯૯ સ્વસ્થાનકે જવાનો ઉપયોગ કરજો. ૧૭ મહાવીરની ઉપદેશેલી બાર ભાવનાઓ ભાવો ૧૧ મહાવીરના ઉપદેશવચનનું મનન કરો.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy