SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મા પહેલાં ૩૫ ધ્યાન એકચિત્તથી રાગદ્વેષ મૂકીને કરવું. ૧૧ ૩૬ ધ્યાન કર્યા પછી ગમે તે પ્રકારનો ભય ઉત્પન્ન થાય તોપણ બીવું નહીં. અભય આત્મસ્વરૂપ વિચારવું, ‘અમરદશા જાણી ચળવિચળ ન થવું.’ ૩૭ એકલા શયન કરવું. ૩૮ એકાકી વિચાર હંમેશ અંતરંગ લાવવો. ૩૯ શંકા, કંખા કે વિતિગિચ્છા કરવી નહીં, જેમ ત્વરાએ આત્મહિત થાય એવાની સોબત કરવી. ૪૦ દ્રવ્યગુણ જોઈને પણ રાજી થવું નહીં. ૪૧ ખટદ્રવ્યના ગુણપર્યાય વિચારો, ૪૨ સર્વને સમર્દષ્ટિએ જુઓ. ૪૩ બાહ્ય મિત્ર ઉપર જે જે ઈચ્છા રાખતા હો તે કરતાં અત્યંતર મિત્રને તાકીદી ઈચ્છો. ૪૪ બાહ્ય સ્ત્રીની જે પ્રકારની ઈચ્છા રાખો છો તેથી ઊલટી રીતે આત્માની સ્ત્રી તરૂપ તે જ ઈચ્છશે. ૪૫ બહાર લડો છો તે કરતાં અત્યંતર મહારાજાને હરાવો, ૪૬ અહંકાર કરશો નહીં. ૪૭ કોઈ દ્વેષ કરે પણ તમે તેમ કરશો નહીં. ૪૮ ક્ષણે ક્ષણે મોહનો સંગ મૂકો. ૪૯ આત્માથી કર્માદિક અન્ય છે, તો મમત્વરૂપ પરિગ્રહનો ત્યાગ કરો. ૫૦ સિદ્ધનાં સુખ સ્મૃતિમાં લાવો. ૫૧ એક ચિત્તે આત્મા ધ્યાવો. પ્રત્યક્ષ અનુભવ થશે. પર બાહ્ય કુટુંબ ઉપર રાગ કરશો નહીં. ૫૩ અત્યંતર કુટુંબ ઉપર રાગ કરશો નહીં. ૫૪ સ્ત્રીએ પુરુષાદિક ઉપર અનુરક્ત થવું નહીં. ૫૫ વસ્તુધર્મ યાદ કરો. ૫૬ કોઈ બાંધનાર નથી, પોતાની ભૂલથી બંધાય છે. ૫૭ એકને ઉપયોગમાં લાવશો તો શત્રુ સર્વે દુર જશે. પટ ગીત અને ગાયન વિલાપ તુલ્ય જાણો. ૫૯ આભરણ એ જ દ્રવ્યભાર (ભાવ) ભારકર્મ.. ૬૦ પ્રમાદ એ જ ભય. ૬૧ અપ્રમાદ ભાવ એ જ અભય પદ છે. કર જેમ બને તેમ ત્વરાથી પ્રમાદ તજો. ૬૩ વિષમપણું મૂકવું. ૬૪ કર્મયોગે આત્માઓ નવીન નવીન દેહ ધરે છે. ૬૫ અત્યંતર દયા ચિંતવવી. ૬૬ સ્વ અને પરના નાથ થાઓ. ૬૭ બાહ્ય મિત્ર આત્મહિતનો રસ્તો બતાવે તેને અત્યંતર મિત્ર તરીકે- ૬૮ જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજાય તો તજો. અને કદાચિત્ તજાય એમ ન હોય તો અત્યંતરથી લુબ્ધ અને આસકત થશો નહીં. તેઓને પણ જાણતા હો તેમાંનો બોધ આપો.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy