SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર લૌકિક અને લોકોત્તર ખુલાસો જાદો હોય છે. ઉદયનો દોષ કાઢવો એ લૌકિક ખુલાસો છે. અનાદિકાળનાં કર્મો બે ઘડીમાં નાશ પામે છે; માટે કર્મનો દોષ કાઢવો નહીં. આત્માને નિંદવો. ધર્મ કરવાની વાત આવે ત્યારે પૂર્વકર્મના દોષની વાત આગળ કરે છે. ધર્મને આગળ કરે તેને ધર્મ નીપજે; કર્મને આગળ કરે તેને કર્મ આડાં આવે, માટે પુરુષાર્થ કરવો શ્રેષ્ઠ છે. પુરુષાર્થ પહેલો કરવો. મિથ્યાત્વ, પ્રમાદ, અશુભયોગ મૂકવા. પહેલું તપ નહીં, પણ મિથ્યાત્વ અને પ્રમાદને પહેલાં ત્યાગવાં જોઈએ. સર્વના પરિણામ પ્રમાણે શુદ્ધતા, અશ્રુતા છે. કર્મ ટાળ્યા વગર ટળવાનાં નથી. તેટલા માટે જ જ્ઞાનીઓએ શાસ્ત્રો વર્ણવ્યાં છે. શિથિલ થવાને સાધનો બતાવ્યાં નથી. પરિણામ ઊંચાં આવવાં જોઈએ. કર્મ ઉદય આવશે એવું મનમાં રહે તો કર્મ ઉદયમાં આવે ! બાકી પુરુષાર્થ કરે, તો તો કર્મ ટળી જાય. ઉપકાર થાય તે જ લક્ષ રાખવો. ૮ વડવા, ભાદ્રપદ સુદ ૧૦, ગુરુ, ૧૯૫૨ કર્મ ગણી ગણીને નાશ કરાતાં નથી. જ્ઞાનીપુરુષ તો સામટો ગોટો વાળી નાશ કરે છે. વિચારવાને બીજાં આલંબનો મૂકી દઈ, આત્માના પુરુષાર્થનો જય થાય તેવું આલંબન લેવું. કર્મબંધનનું આલંબન લેવું નહીં. આત્મામાં પરિણામ પામે તે અનુપ્રેક્ષા. માટીમાં ઘડો થવાની સત્તા છે; પણ દંડ, ચક્ર, કુંભારાદિ મળે તો થાય; તેમ આત્મા માટીરૂપ છે, તેને સદ્ગુરુ આદિ સાધન મળે તો આત્મજ્ઞાન થાય, જે જ્ઞાન થયું હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓએ સંપાદન કરેલું છે તેને પૂર્વાપર મળનું આવવું જોઈએ; અને વર્તમાનમાં પણ જે જ્ઞાનીપુરુષોએ જ્ઞાન સંપાદન કરેલું છે તેનાં વચનોને મળતું આવવું જોઈએ; નહીં તો અજ્ઞાનને જ્ઞાન માન્યું છે એમ કહેવાય. જ્ઞાન બે પ્રકારનાં છેઃ- એક બીજભૂત જ્ઞાન; અને બીજાં વૃક્ષભૂત જ્ઞાન. પ્રતીતિએ બન્ને સરખાં છે; તેમાં ભેદ નથી. વૃક્ષભૂત જ્ઞાન, કેવળ નિરાવરણ થાય ત્યારે તે જ ભવે મોક્ષ થાય; અને બીજભૂત જ્ઞાન થાય ત્યારે છેવટે પંદર ભવે મોક્ષ થાય. આત્મા અરૂપી છે. એટલે વર્ણગંધરસસ્પર્શરહિત વસ્તુ છે; અવસ્તુ નથી. ષદર્શન જેણે બાંધ્યાં છે તેણે બહુ જ ડહાપણ વાપર્યું છે. બંધ ઘણી અપેક્ષાએ થાય છે; પણ મૂળ પ્રકૃતિ આઠ છે, તે કર્મની આંટી ઉકેલવા માટે આઠ પ્રકારે કહી છે. આયુષકર્મ એક જ ભવનું બંધાય. વિશેષ ભવનું આયુષ બંધાય નહીં. જો બંધાતું હોય તો કોઈને કેવળજ્ઞાન ઊપજે નહીં. જ્ઞાનીપુરુષ સમતાથી કલ્યાણનું જે સ્વરૂપ બતાવે છે તે ઉપકારને અર્થે બતાવે છે. જ્ઞાનીપુરુષો માર્ગમાં ભૂલા પડેલા જીવને સીધો રસ્તો બતાવે છે. જ્ઞાનીને માર્ગે ચાલે તેનું કલ્યાણ થાય, જ્ઞાનીના વિરહ પછી ઘણો કાળ જાય એટલે અંધકાર થઈ જવાથી અજ્ઞાનની પ્રવૃત્તિ થાય; અને જ્ઞાનીપુરુષોનાં વચનો ન સમજાય; તેથી લોકોને અવળું ભાસે. ન સમજાય તેથી લોકો ગચ્છના ભેદ પાડે છે. ગચ્છના ભેદ જ્ઞાનીઓએ પાડ્યા નથી. અજ્ઞાની માર્ગનો લોપ કરે છે. જ્ઞાની થાય ત્યારે માર્ગનો ઉદ્યોત કરે છે. અજ્ઞાનીઓ જ્ઞાનીની સામા થાય છે. માર્ગસન્મુખ થવું જોઈએ. કારણકે સામા થવાથી ઊલટું માર્ગનું ભાન થતું નથી. બાલ અને અજ્ઞાની જીવો નાની નાની બાબતોમાં ભેદ પાડે છે. ચાંલ્લા અને મુખપટ્ટી વગેરેના આગ્રહમાં કલ્યાણ નથી. અજ્ઞાનીને મતભેદ કરતાં વાર લાગતી નથી. જ્ઞાનીપુરુષો રૂઢિમાર્ગને બદલે
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy