SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૭૦૭ સ્વચ્છંદમાં અહંકાર છે. રાગદ્વેષ જતા નથી ત્યાં સુધી તપશ્ચર્યા કરી તેનું ફળ શું ? ‘જનકવિદેહીમાં વિદેહીપણું હોય નહીં, કલ્પના છે, સંસારમાં વિદેહીપણું રહે નહીં એમ ચિંતવવું નહીં. પોતાપણું મટે તેનાથી રહેવાય. મારું તો કાંઈ નથી, મારી તો કાયા પણ નથી માટે મારું કાંઈ નથી. એમ થાય તો અહંકાર મટે એ યથાર્થ છે. જનકવિદેહીની દશા બરોબર છે. વસિષ્ઠજીએ રામને ઉપદેશ દીધો ત્યારે રામે ગુરુને રાજ અર્પણ કરવા માંડ્યું; પણ ગુરુએ રાજ લીધું જ નહીં. પણ અજ્ઞાન ટાળવાનું છે, એવો ઉપદેશ દઈ પોતાપણું મટાડ્યું. અજ્ઞાન ગયું તેનું દુઃખ ગયું. શિષ્ય અને ગુરુ આવા જોઈએ. જ્ઞાની ગૃહસ્થાવાસમાં બાહ્ય ઉપદેશ, વ્રત દે કે નહીં ? ગૃહસ્થાવાસમાં હોય એવા પરમજ્ઞાની માર્ગ ચલાવે નહીં - માર્ગ ચલાવવાની રીતે માર્ગ ચલાવે નહીં; પોતે અવિરત રહી વ્રત અદરાવે નહીં; પણ અજ્ઞાની એમ કરે. માટે ધોરી માર્ગનું ઉલ્લંઘન થાય. કેમકે તેમ કરવાથી ઘણાં કારણોમાં વિરોધ આવે. આમ છે પણ તેથી જ્ઞાની નિવૃત્તિપણે નથી એમ ન વિચારીએ, પણ વિચારીએ તો વિરતિપણે છે. માટે બહુ જ વિચારવાનું છે. સકામ ભક્તિથી જ્ઞાન થાય નહીં. નિષ્કામ ભક્તિથી જ્ઞાન થાય. જ્ઞાનીના ઉપદેશને વિષે અદ્ભુતપણું છે, તેઓ નિરિચ્છાપણે ઉપદેશ દે છે, સ્પૃહારહિત હોય છે. ઉપદેશ એ જ્ઞાનનું માહાત્મ્ય છે, માટે સહેજે માહાત્મ્યને લઈને ઘણા જીવો બૂઝે છે. અજ્ઞાનીનો સકામ ઉપદેશ હોય છે, જે સંસારફળનું કારણ છે, તે રુચિકર, રાગપોષક ને સંસારફળ દેનાર હોવાથી લોકોને પ્રિય લાગે છે અને તેથી જગતમાં અજ્ઞાનીનો માર્ગ વધારે ચાલે છે. જ્ઞાનીને મિથ્યાભાવનો ક્ષય થયો છે; અહંભાવ મટી ગયો છે; માટે અમૂલ્ય વચનો નીકળે. બાલજીવોને જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ હોય નહીં. વિચાર કરો, ‘હું વાણિયો છું', ઇત્યાદિ આત્મામાં રોમે રોમે વ્યાપ્યું છે તે ટાળવાનું છે. કરી છે. આચાર્યજીએ જીવોનો સ્વભાવ પ્રમાદી જાણી, બબ્બે ત્રણ ત્રણ દિવસને આંતરે નિયમ પાળવાની આજ્ઞા સંવત્સરીનો દિવસ કંઈ સાહ ઘડીથી વધતો ઓછો થતો નથી; તિથિમાં કંઇ ફેર નથી. પોતાની કલ્પનાએ કરી કંઈ ફેર થતો નથી. ક્વચિત્ માંદગી આદિ કારણે પાંચમનો દિવસ ન પળાયો અને છઠ્ઠ પાળે અને આત્મામાં કોમળતા હોય તો તે ફળવાન થાય. હાલમાં ઘણાં વર્ષો થયાં પર્યુષણમાં તિથિઓની ભ્રાંતિ ચાલે છે. બીજા આઠ દિવસ ધર્મ કરે તો કંઈ ફળ ઓછું થાય એમ નથી. માટે તિથિઓનો ખોટો કદાગ્રહ ન રાખતાં મૂકવો. કદાગ્રહ મુકાવવા અર્થે તિથિઓ કરી છે તેને બદલે તે જ દિવસે કદાગ્રહ વધારે છે. ઢુંઢિયા અને તપા તિથિઓનો વાંધો કાઢી - જાદા પડી - ‘હું જાદો છું' એમ સિદ્ધ કરવા તકરાર કરે છે તે મોક્ષ જવાનો રસ્તો નથી. ઝાડને ભાન વગર કર્મ ભોગવવાં પડે છે તો મનુષ્યને શુભાશુભ ક્રિયાનું ફળ કેમ નહીં ભોગવવું પડે ? જેથી ખરેખરું પાપ લાગે છે તે રોકવાનું પોતાના હાથમાં છે, પોતાથી બને તેવું છે તે રોકતો નથી; ને બીજી તિથિ આદિની ને પાપની ભળતી ફિકર કર્યે જાય છે. અનાદિથી શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શનો મોહ રહ્યો છે. તે મોહ અટકાવવાનો છે. મોટું પાપ અજ્ઞાનનું છે. અવિરતિના પાપની ચિંતા થતી હોય તેનાથી જગ્યામાં રહેવાય કેમ ? પોતે ત્યાગ કરી શકે નહીં, અને બહાનાં કાઢે કે મારે અંતરાયો ઘણા છે, ધર્મનો પ્રસંગ આવે ત્યારે 'ઉદય' છે એમ કહે, 'ઉદય હ્રદય' કહ્યા કરે, પણ કાંઈ કૂવામાં પડતો નથી. ગાડામાં બેઠો હોય, અને ઘાંચ આવે તો સાચવી સંભાળીને ચાલે. તે વખતે હૃદય ભૂલી જાય. અર્થાત્ પોતાની શિથિલતા હોય તેને બદલે ઉદયનો દોષ કાઢે છે, એમ અજ્ઞાનીની વર્તના છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy