SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ નોંધ નજીવી ચીજ માટે વલખાં મારે ! જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી. 993 અમે અંગ્રેજી ન ભણ્યા તે સારું થયું છે. ભણ્યા હોત તો કલ્પના વધત. કલ્પનાને તો છાંડવી છે. ભણેલું ભૂલ્યે છૂટકો છે. ભૂલ્યા વિના વિકલ્પ દૂર ન થાય. જ્ઞાનની જરૂર છે. ૫ મોરબી, ચૈત્ર વદ ૯, ગુરુ, ૧૯૫૫ પરમ સત્ રિબાતું હોય તો તેવા વિશિષ્ટ પ્રસંગે સમ્યકૃર્દષ્ટિ દેવતા સાર-સંભાળ કરે; પ્રગટ પણ આવે. પણ બહુ જૂજ પ્રસંગમાં. યોગી કે તેવી વિશિષ્ટ શક્તિવાળા તેવા પ્રસંગે સહાય કરે. જીવને મતિકલ્પનાથી એમ ભાસે કે મને દેવતાનાં દર્શન થાય છે, મારી પાસે દેવતા આવે છે, મને દર્શન થાય છે. દેવતા એમ દેખાવ ન દે. પ્ર- શ્રી નવપદ પૂજામાં આવે છે કે ‘જ્ઞાન એહિ જ આત્મા.’ આત્મા પોતે જ્ઞાન છે તો પછી ભણવા- ગણવાની કે શાસ્ત્રાભ્યાસની શી જરૂર ? ભણેલું બધું કલ્પિત ગણી પરિણામે ભૂલ્યે છૂટકો છે, તો પછી ભણવાની, ઉપદેશશ્રવણની કે શાસ્ત્રવાચનાદિની શી જરૂર ? ઉ. ‘જ્ઞાન અહિં જ આત્મા એ એકાંત નિશ્ચયનયર્થી છે. વ્યવહારથી તો એ જ્ઞાન અવરાયેલું છે. તેનો ઉઘાડ કરવાનો છે. એ ઉઘાડ થવા ભણવું, ગણવું, ઉપદેશશ્રવણ, શાસ્ત્રવાંચન આદિ સાધનરૂપ છે. પણ એ ભણવું, ગણવું, ઉપદેશશ્રવણ અને શાસ્ત્રવાંચન આદિ સમ્યક્દૅષ્ટિએ થવું જોઈએ. આ શ્રુતજ્ઞાન કહેવાય છે. સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થતાં સુધી એ શ્રુતજ્ઞાનના અવલંબનની જરૂર છે. “હું જ્ઞાન છું'. ‘હું બ્રહ્મ છું' એમ પોકાર્યો જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. તે રૂપ થવા સત્શાસ્ત્રાદિ સેવવાં જોઈએ. પ્રશ્ન- પારકાના મનના પર્યાય જાણી શકાય ? ܀܀܀܀܀ ૬ મોરબી, ચૈત્ર વદ ૧૦, ૧૯૫૫ ઉ- હા. જાણી શકાય છે. સ્વમનના પર્યાય જાણી શકાય, તો પરમનના પર્યાય જાણવા સુલભ છે. સ્વમનના પર્યાય જાણવા પણ મુશ્કેલ છે. સ્વમન સમજાય તો તે વશ થાય. સમજાવા સદ્વિચાર અને સતત એકાગ ઉપયોગની જરૂર છે. આસનજયી ઉત્થાનવૃત્તિ ઉપશમે છે; ઉપયોગ અચપળ થઈ શકે છે; નિદ્રા ઓછી થઈ શકે છે. તડકાના પ્રકાશમાં સૂક્ષ્મ રજ જેવું જે દેખાય છે, તે અણુ નથી; પણ અનેક પરમાણુઓનો બનેલો સ્કંધ છે. પરમાણુ ચક્ષુએ જોયાં ન જાય. ચક્ષુઇન્દ્રિયલબ્ધિના પ્રબળ ક્ષયોપશમવાળા જીવ, દૂરંદેશીલબ્ધિસંપન્ન યોગી અથવા કેવીથી તે દેખી શકાય છે. ૭ મોરબી, ચૈત્ર વદ ૧૧, ૧૯૫૫ 'મોક્ષમાળા' અમે સોળ વરસ અને પાંચ માસની ઉંમરે ત્રણ દિવસમાં રચી હતી. ૬૭મા પાઠ ઉપર શાહી ઢોળાઈ જતાં તે પાઠ ફરી લખવો પડ્યો હતો, અને તે ઠેકાણે ‘બહુ પુણ્ય કેરા પુંજથી'નું અમૂલ્ય તાત્ત્વિક વિચારનું કાવ્ય મુક્યું હતું. જૈનમાર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનોક્તમાર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગમાર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય તેવા હેતુએ બાલાવબોધરૂપ યોજના તેની કરી છે. પણ લોકોને વિવેક, વિચાર, ૧. “જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તો હુએ એહિ જ આતમા, જ્ઞાન અબોધતા જાય રે.”
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy