SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પ્રયોગના બહાને પશુવધ કરનારા રોગ-દુઃખ ટાળે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો બિચારાં નિરપરાધી પ્રાણીઓને રિબાવી મારી અજ્ઞાનવશતાએ કર્મ ઉપાર્જે છે ! પત્રકારો પણ વિવેક વિચાર વિના પુષ્ટિ આપવારૂપે ફૂટી મારે છે ! ܀܀܀ 3 મોરબી, ચૈત્ર વદ ૩, ૧૯૫૫ વિશેષ થઈ શકે તો સારું. જ્ઞાનીઓને પણ સદાચરણ પ્રિય છે. વિકલ્પ કર્તવ્ય નથી. જાતિસ્મૃતિ' થઈ શકે છે. પૂર્વ ભવ જાણી શકાય છે. અવધિજ્ઞાન છે. તિથિ પાળવી. રાત્રે ન જમવું, ન ચાલે તો ઉકાળેલું દૂધ વાપરવું. તેવું તેવાને મળે; તેવું તેવાને ગમે. તે ‘ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે; તેમ વિ. સહજગુણે હોય, ઉત્તમ નિમિત્ત સંજોગી રે,” ‘ચરમાવર્ત વળી ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દોષ ટળે ને દૃષ્ટિ ખૂલે અતિ ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક.’ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં સૂક્ષ્મ નિોદમાંથી આગળ કુટાતો પિયતો કર્મની અકામ નિર્જરા કરતો, દુઃખ ભોગવી તે અકામ નિર્જરાના યોગે જીવ પંચેન્દ્રિય મનુષ્યપણું પામે છે. અને તેથી પ્રાયે તે મનુષ્યપણામાં મુખ્યત્વે કૂડકપટ, માયા, મૃચ્છ, મમત્વ, કલહ, વંચના, કષાયપરિણતિ આદિ રહેલ છે. સકામ નિર્જરાપૂર્વક મળેલ મનુષ્યદેહ વિશેષ સકામનિર્જરા કરાવી, આત્મતત્ત્વને પમાડે છે. "પ્રદર્શન સમુચ્ચય' અવલોકવા યોગ્ય છે. ܀܀܀ ‘તત્ત્વાર્થસૂત્ર’ વાંચવા યોગ્ય અને ફરી ફરી વિચારવા યોગ્ય છે. મોરબી, ચૈત્ર વદ ૮, ૧૯૫૫ 'યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્યે સંસ્કૃતમાં રચ્યો છે. શ્રી યશોવિજયજીએ ગુજરાતીમાં એની ઢાળબદ્ધ સજ્ઝાય રચી છે. તે કંઠાગે કરી વિચારવા યોગ્ય છે. એ દૃષ્ટિઓ આત્મદશામાપક (થરમૉમિટર) યંત્ર છે. શાસ્ત્રને જાળ સમજનારા ભૂલ કરે છે. શાસ્ત્ર એટલે શાસ્તાપુરુષનાં વચનો, એ વચન સમજાવા દૃષ્ટિ સમ્યક જોઈએ. સદુપદેષ્ટાની બહુ જરૂર છે. સદુપદેષ્ટાની બહુ જરૂર છે. પાંચસો હજાર લોક મુખપાઠે કરવાથી પંડિત બની જવાતું નથી. છતાં થોડું જાણી ઝાઝાનો ડોળ કરનારા એવા પંડિતોનો તોટો નથી. ૧ ઋતુને ” સન્નિપાત થયો છે. એક પાઈની ચાર બીડી આવે. હજાર રૂપિયા રોજ કમાતા બૅરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ થતાં, બીડી ના હોય તો એક ચતુર્થાંશ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખાં મારે. હજાર રૂપિયા રોજ કમાનાર, અનંત શક્તિવંત આત્મા છે જેનો એવો બૅરિસ્ટર મૂર્છાયોગે ૧. બપોરના ચાર વાગ્યે પૂર્વ દિશામાં આકાશમાં શ્યામ વાદળું જોતાં એને દુકાળનું એક નિમિત્ત જાણી ઉપરના શબ્દો ઉચ્ચાર્યા હતા. આ વર્ષ ૧૯૫૫ નું ચોમાસું કોરું ગયું અને ૧૯૫૬ નો ભયંકર દુકાળ પડ્યો.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy