SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૩ મું ૫૫ વ્રત, નિયમ, શીલ અને દેવગુરુધર્મની ભક્તિમાં વીર્ય પરમ ઉલ્લાસ પામી પ્રવર્તે એમ સુદૃઢતા કરવી યોગ્ય છે અને એ જ પરમ મંગળકારી છે. જ્યાં સ્થિતિ કરો ત્યાં તે તે સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રીતિ સુર્દઢ થાય અને અપ્રમત્તપણે સુશીલની વૃદ્ધિ કરે એવું તમારું વર્તન રાખજો. ૐ શાંતિઃ ܀܀܀܀܀ ૯૪૪ મોરબી, શ્રાવણ વદ ૧૦, ૧૯૫૬ ભાઈ કીલાભાઈ તથા ત્રિભોવન આદિ મુમુક્ષુઓ, સ્તંભતીર્થ. આજે ‘યોગશાસ્ત્ર’ ગ્રંથ ટપાલમાં મોકલવાનું થયું છે. શ્રી અંબાલાલની સ્થિતિ સ્તંભતીર્થ જ થવાનો યોગ બને તો તેમ, નહીં તો તમે અને કીલાભાઈ આદિ મુમુક્ષુઓના અધ્યયન અને શ્રવણ-મનન અર્થે શ્રાવણ વદ ૧૧ થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યંત સુવ્રત, નિયમ અને નિવૃત્તિપરાયણતાના હેતુએ એ ગ્રંથનો ઉપયોગ કર્તવ્ય છે, પ્રમત્તભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતનો ઉપયોગ નથી એ જ અતિશય ખેદકારક છે. હૈ આર્યો ! હાલ તે પ્રમત્તભાવને ઉલ્લાસિત વીર્યથી મોળો પાડી, સુશીલ સહિત, સદ્ભુતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પોષજો, હાલ નિત્યપ્રતિ પત્રથી નિવૃત્તિપરાયણતા લખવી યોગ્ય છે. અંબાલાલને પત્ર પ્રાપ્ત થયું હશે. અત્રથી સ્થિતિનો ફેરફાર થશે અને અંબાલાલને જણાવવા યોગ બનશે તો આવતી કાલ સુધીમાં બનવા યોગ્ય છે. બનતાં સુધી તારથી ખબર આપવાનું થશે. ܀܀܀܀܀ ૯૪૫ શ્રી પર્યુષણ આરાધના મોરબી, શ્રાવણ વદ ૧૦, ૧૯૫૬ એકાંત યોગ્ય સ્થળમાં, પ્રભાતેઃ (૧) દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિવૃત્તિએ અંતરાત્મધ્યાનપૂર્વક બે ઘડીથી ચાર ઘડી સુધી ઉપશાંત વ્રત. (ર) શ્વેત પદ્મનંદી' આદિ અધ્યયન, શ્રવણ. મધ્યાહેઃ (૧) ચાર ઘડી ઉપશાંત વ્રત. (ર) શ્રુત ‘કર્મગ્રંથનું અધ્યયન, શ્રવણ, “સુદૃષ્ટિતરંગિણી‘ આદિનું થોડું અધ્યયન. સાયંકાળે (૧) ક્ષમાપનાનો પાઠ. (ર) બે ઘડી ઉપશાંત વ્રત. (૩) કર્મવિષયની જ્ઞાનચર્ચા. રાત્રીભોજન સર્વ પ્રકારનાનો સર્વથા ત્યાગ. બને તો ભાદ્રપદ પૂર્ણિમા સુધી એક વખત આહારગ્રહણ, પંચમીને દિવસે ઘી, દૂધ, તેલ, દહીંનો પણ ત્યાગ. ઉપશાંત વ્રતમાં વિશેષ કાળનિર્ગમન. બને તો ઉપવાસ ગ્રહણ કરવો. લીલોતરી સર્વથા ત્યાગ. બ્રહ્મચર્ય આઠે દિવસ પાળવું. બને તો ભાદ્રપદ પુનેમ સુધી. શમમ્. ܀܀ ૯૪૬ શ્રી ‘મોક્ષમાળા’ ના ‘પ્રજ્ઞાવબોધ’ ભાગની સંકલના ૧ વાચકને પ્રેરણા, ર જિન દેવ. ૐ નિર્ણય. ૪ દયાની પરમ ધર્મતા. ૫ સાચું બ્રાહ્મણપણું. ૬ મૈત્રી આદિ ચાર ભાવના. ૭ સત્શાસ્ત્રનો ઉપકાર. ૮ પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર. ૯ ત્રણ મનોરથ.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy