SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પદ્મનંદી, ગોમ્મટસાર, આત્માનુશાસન, સમયસારમૂળ એ આદિ પરમ શાંત શ્રુતનું અધ્યયન થતું હશે. આત્માનું શુદ્ધ સ્વરૂપ સંભારીએ છીએ. ૐ શાંતિઃ ૯૪૧ મોરબી, શ્રાવણ વદ ૪, મંગળ, ૧૯૫૬ સંસ્કૃત અભ્યાસના યોગ વિષે લખ્યું, પણ જ્યાં સુધી આત્મા સુર્દઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં, ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે. જે નિયમોમાં અતિચારાદિ પ્રાપ્ત થયાં હોય તેનું યથાવિધિ કૃપાળુ મુનિશ્રીઓ પ્રત્યે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી આત્મશુદ્ધતા કરવી યોગ્ય છે, નહીં તો ભયંકર તીવ્ર બંધનો હેતુ છે. નિયમને વિષે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય છે, એવી મહપુરુષોની આજ્ઞાનો કાંઈ વિચાર રાખ્યો નહીં; એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય ? મુમુક્ષ ઉમેદ આદિને ય ܀܀ ૯૪૨ મોરબી, શ્રાવણ વદ ૫, બુધ, ૧૯૫૬ કદાપિ જો નિવૃત્તિમુખ્ય સ્થળની સ્થિતિના ઉદયનો અંતરાય પ્રાપ્ત થયો તો હે આર્ય ! સદા સવિનય એવી પરમ નિવૃત્તિ, તે તમે શ્રાવણ વદ ૧૧ થી ભાદ્રપદ સુદ પૂર્ણિમા પર્યંત એવી રીતે સેવજો કે સમાગમવાસી મુમુક્ષુઓને તમે વિશેષ ઉપકારક થાઓ અને તે સૌ નિવૃત્તિભૂત સનિયમોને સેવતાં સારૂ અધ્યયનાદિમાં એકાગ્ર થાય, યથાશક્તિ વ્રત, નિયમ, ગુણના ગ્રહણકર્તા થાય. શરીરપ્રકૃતિમાં સબળ અશાતાના ઉદયથી જો નિવૃત્તિમુખ્ય સ્થળનો અંતરાય જણાશે તો અત્રેથી ‘યોગશાસ્ત્ર’નું પુસ્તક તમારા અધ્યયન મનનાદિ અર્થે ઘણું કરી મોકલવાનું થશે; જેના ચાર પ્રકાશ બીજા મુમુક્ષુભાઈઓને પણ શ્રવણ કરાવતાં પરમ લાભનો સંભવ છે. હે આર્ય ! અલ્પાયુષી દુષમકાળમાં પ્રમાદ કર્તવ્ય નથી; તથાપિ આરાધક જીવોનો તદ્ભુત્ સુદૃઢ ઉપયોગ વર્તે છે. આત્મબલાધીનતાથી પત્ર લખાયું છે. ૐ શાંતિઃ ૯૪૩ મોરબી, શ્રાવણ વદ ૭, શુક્ર, ૧૯૫૬ જિનાય નમઃ પરમનિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે; તથારૂપ યોગમાં અસમર્થતા હોય તો નિવૃત્તિ સદા સેવવી, અથવા સ્વાત્મવીર્ય ગોપવ્યા સિવાય બને તેટલો નિવૃત્તિ સેવવા યોગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરવો એમ આજ્ઞા છે. અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વતિથિએ એવા જ આશયથી સુનિયમિત વર્તનથી વર્તવા આજ્ઞા કરી છે. કાવિઠા આદિ જે સ્થળે તે સ્થિતિથી તમને અને સમાગમવાસી ભાઈઓ બાઈઓને ધર્મસુદૃઢતા સંપ્રાપ્ત થાય, ત્યાં શ્રાવણ વદ ૧૧ થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યંત સ્થિતિ કરવી યોગ્ય છે. તમને અને બીજા સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિમાં નિઃસંશયતા પ્રાપ્ત થાય, ઉત્તમ ગુણ,
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy