SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૪ http://www.ShrimadRajchandra.org ‘અષ્ટપ્રાભૂત'ના ૧૧૫ પાનાં સંપ્રાપ્ત થયાં. સ્વામી વર્ધમાન જન્મતિથિ. શ્રીમદ્ રાજચંદ્ર ૯૧૧ ધર્મપુર, ચૈત્ર સુદ ૧૩, ૧૯૫૬ શાંતિ ૯૧૨ ધર્મપુર, ચૈત્ર વદ ૧, રવિ, ૧૯૫૬ પત્ર સંપ્રાપ્ત થયાં હતાં. 35 જે ધન્ય તે મુનિવરા જે ચાલે સમભાવે રે, જ્ઞાનવંત જ્ઞાનીશું મળતાં તનમનવચને સાચા, દ્રવ્યભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા રે. ધન્ય તે મુનિવરા, જે ચાલે સમભાવે રે," એક પખવાડિયા થયા અત્ર સ્થિતિ છે. શ્રી દેવકીúદિ આર્યોને નમસ્કાર પ્રાપ્ત થાય. સાણંદ અને અમદાવાદનાં ચાતુર્માસની વૃત્તિ ઉપશાંત કરવા યોગ્ય છે અને એમ જ શ્રેયસ્કર છે. ખેડાની અનુકૂળતા ન હોય તો બીજાં યોગ્ય ક્ષેત્ર ઘણાં સંપ્રાપ્ત થવા યોગ્ય છે. હાલ તેમનાથી અનુકૂળતા રહે એમ કર્તવ્ય છે. બાહ્ય અને અંતર સમાધિયોગ વર્તે છે. ૯૧૩ परमशांतिः ધર્મપુર, ચૈત્ર વદ ૪, બુધ, ૧૯૫૬ પત્ર સંપ્રાપ્ત થયું. અત્ર સમાધિ છે. અકસ્માત શારીરિક અશાતાનો ઉદય થયો છે અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતું, અને તેથી સંતોષ પ્રાપ્ત થયો હતો. સમસ્ત સંસારી જીવો કર્મવશાત્ શાતા-અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. જેમાં મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે. ક્વચિત્ અથવા કોઈક દેહસંયોગમાં શાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતો હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચનયોગ ધરાવતા નથી. તેવી અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે, અને જો હજુ તેનાં કારણોનો નાશ કરવામાં ન આવે તો ભોગવવી પડે એ સુનિશ્ચિત છે, એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતરદારૂપ શાતા અને બાહ્યાચંતર સંક્લેશઅગ્નિરૂપે પ્રજ્વલિત એવી અશાત્તાનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેષી, પ્રતીત કરી, તેને યથાયોગ્યપણે આરાધી, અવ્યાબાધ સુખસ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા. શાતા-અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણોને વેષતા એવા તે મહત્ પુરુષોને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદભવી કે શાતા કરતાં અશાતાનો ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું. ઉલ્લાસ પામતું, અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાત કેટલાક કારણવિશેષને યોગે વ્યવહારદૃષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધારે આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy