SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૩ મું ૬૪૩ છે, જે પૂર્ણ યોગાભ્યાસ વિના જ્ઞાનગોચર થવા યોગ્ય નથી. માટે તમે તમારા અપૂર્ણ જ્ઞાનને આધારે વીતરાગનાં વાક્યોનો વિરોધ કરતા નહીં; પણ યોગનો અભ્યાસ કરી પૂર્ણતાએ તે સ્વરૂપના જ્ઞાતા થવાનું રાખજો. ܀܀ ૯૦૫ મોહમ ક્ષેત્ર, પોષ વદ ૧૨, રવિ, ૧૯૫૬ મહાત્મા મુનિવરોના ચરણની, સંગની ઉપાસના અને સત્શાસ્ત્રનું અધ્યયન મુમુક્ષુઓને આત્મબળની વર્ધમાનતાના સદુપાય છે. થાય છે. જેમ જેમ ઇંદ્રિયનિગ્રહ, જેમ જેમ નિવૃત્તિયોગ તેમ તેમ તે સત્સમાગમ અને સત્શાસ્ત્ર અધિક અધિક ઉપકારી ૐ શાંતિ શાંતિ શાંતિ ܀܀܀܀܀ COS મુંબઈ, માહ વદ ૧૦, શનિ, ૧૯૫૬ આજ રોજ તમારો કાગળ મળ્યો, બહેન ઇચ્છાના વરના અકાળ મૃત્યુના ખેંદકારક સમાચાર જાણી બહુ દિલગીરી થાય છે. સંસારના આવા અનિત્યપણાને લઈને જ જ્ઞાનીઓએ વૈરાગ્ય બોધ્યો છે. બનાવ અત્યંત દુઃખકારક છે. પરંતુ નિરુપાયે ધીરજ પકડવી જોઈએ, તો તમો મારા વતી બહેન ઇચ્છાને અને ઘરના માણસોને દિલાસો અને ધીરજ અપાવશો. અને બહેનનું મન જેમ શાંત થાય તેમ તેની સંભાળ લેશો. ૯૦૭ મોહમયી માહ વદ ૧૧, ૧૯૫૬ શુદ્ધ ગુર્જર ભાષામાં સમયસાર”ની પ્રત કરી શકાય તો તેમ કરતાં વધારે ઉપકાર થવા યોગ્ય છે. જો તેમ ન બની શકે તો વર્તમાન પ્રત પ્રમાણે બીજા પત લખવામાં અપ્રતિબંધ છે. COC મુંબઈ, માહ વદ ૧૪, મંગળ, ૧૯૫૬ જણાવતાં અતિશય ખેદ થાય છે કે સુજ્ઞ ભાઈ શ્રી કલ્યાણજીભાઈ(કેશવજી)એ આજે બપોરે, પંદરેક દિવસની મરડાની કસરમાં તે નામવર્તી દેહપર્યાય છોડ્યો છે. ܀܀܀܀܀ COC ધર્મપુર, ચૈત્ર સુદ ૮, શનિ, ૧૯૫૬ જો સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા' અને 'સમયસાર'ની પ્રતો લખાઈ રહી હોય તો અત્રે મૂળ પ્રતો સાથે મોકલાવશો. અથવા મૂળ પ્રતો મુંબઈ મોકલાવશો અને ઉતારેલી પ્રતો અત્રે મોકલાવશો. પ્રતો ઉતારતાં હજુ અધૂરી હોય તો ક્યારે પૂર્ણ થવાનો સંભવ છે તે જણાવશો. શાંન્તિ: ܀܀܀܀܀ ૯૧૦ ધર્મપુર, ચૈત્ર સુદ ૧૧, મંગળ, ૧૯૫૬ શ્રી ‘સમયસાર’ અને ‘કાર્તિકેયાનુપ્રેક્ષા’ મોકલવા વિષેનું પત્ર મળ્યું હશે. આ પત્ર સંપ્રાપ્ત થતાં અત્ર આવવાની વૃત્તિ અને અનુકૂળતા હોય તો આજ્ઞાનો અતિક્રમ નથી. તમારી સાથે એક મુમુક્ષુ ભાઈનું આવવાનું થતાં પણ આજ્ઞાનો અતિક્રમ નહીં થાય. જો ‘ગોમ્મટસારાદિ’ કોઈ ગ્રંથ સંપ્રાપ્ત હોય તો તે અને ‘કર્મગ્રંથ’, ‘પદ્મનંદી પંચવિંશતિ’, ‘સમયસાર’ તથા શ્રી ‘કાર્તિકેયાનુપ્રેક્ષા’ ગ્રંથો અનુકૂળતાનુસાર સાથે રાખશો. શાંતિઃ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy