SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૧ મું ૮૪૬ ૐ નમઃ अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिआ मुक्खसाहणहेउस्स, साहुदेहस्स ધારના. ૬૨૭ વનરક્ષેત્ર ઉત્તરસંડા, પ્ર૦ આસો વદ ૯, રવિ, ૧૯૫૪ अध्ययन ५ ९२ ભગવાન જિને આશ્ચર્યકારક એવી નિષ્પાપવૃત્તિ (આહારગ્રહણ) મુનિઓને ઉપદેશી. (તે પણ શા અર્થે) માત્ર મોક્ષસાધનને અર્થે, મુનિને દેહ જોઈએ તેના ધારણાર્થે. (બીજા કોઈ પણ હેતુથી નહીં.) अहो निच्चं तवो कम्मं सव्व बुद्धेहिं वण्णिअं जाव लज्जासमा वित्ती, एगभत्तं च भोयणं, दशवैकालिक अध्ययन ६-२२ સર્વ જિન ભગવંતોએ આશ્ચર્યકારક (અદ્ભુત ઉપકારભૂત) એવું તપઃકર્મ નિત્યને અર્થે ઉપદેશ્યું. (તે આ પ્રમાણે) સંયમના રક્ષણાર્થે સમ્યકવૃત્તિએ એક વખત આહારગ્રહણ (દશવૈકાલિકસૂત્ર ) તથારૂપ અસંગ નિર્મૂથપદનો અભ્યાસ સતત વર્ધમાન કરજો. “પ્રશ્નવ્યાકરણ’, ‘દશવૈકાલિક”, ‘આત્માનુશાસન’, હાલ સંપૂર્ણ લક્ષ રાખીને વિચારશો. એક શાસ્ત્ર પૂરું વાંચ્યા પછી બીજાં વિચારશો. ܀܀܀܀܀ ૮૪૭ ખેડા, દ્વિ આસો સુદ ૬, ૧૯૫૪ અવિક્ષેપ રહેશો. યથાવસરે અવશ્ય સમાધાન થશે. અત્રે સમાગમાર્થે આવવા યથાસુખ વર્તો. ૮૪૮ ખેડા, બી આસો સુદ ૯, શનિ, ૧૯૫૪ લગભગ હવે ત્રણ મહિના પૂર્ણ થવા આવ્યા છે. આ ક્ષેત્રોમાં હવે સ્થિતિ કરવાની હમણાંને માટે વૃત્તિ રહી નથી. પરિચય વધવાનો વખત આવી જાય. ૮૪૯ ખંડ દ્વિ આધિન વ૬, ૧૯૫૪ હે જીવ ! આ ક્લેશરૂપ સંસારથી નિવૃત્ત થા, નિવૃત્ત થા. વીતરાગ પ્રવચન ૮૫૦ આસી. ૧૯૫૪ મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય ! મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવી હોય તે આ શરીરને જડપદાર્થ જાણી પોતાનું માથું ખૂજલી મટાડવા આ શરીરને ઘસે !
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy