SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ કરવ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર લખવાની વૃત્તિ ઓછી રહે છે; આ વખતે વિશેષ ઓછી છે; પણ તમારો કાગળ એવા પ્રકારનો હતો કે જેનો ઉત્તર ન મળવાથી શું કારણથી આમ બન્યું છે તે તમને ન જણાય. અમુક સ્થળે સ્થિતિ થવા વિષે ચોક્કસ નહીં હોવાથી મુંબઈથી કાગળ લખવાનું બન્યું નહોતું. ܀܀܀܀܀ ૮૪૩ વસો, પ્રથમ આસો સુદ ૬, બુધવાર, ૧૯૫૪ શ્રીમત્ વીતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિ- સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો, ત્રિકાળ જયવંત વર્તો. તે શ્રીમત્ અનંત ચતુષ્ટયસ્થિત ભગવતનો અને તે જયવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજ કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્દભૂત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્ત્તવ્ય છે, અધીરજથી ખેદ કર્ત્તવ્ય નથી. ચિત્તમાં દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. દેહાદિ સંબંધી જે પુરુષો વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો. એ જ દૃષ્ટિ કર્તવ્ય છે. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષોનો ધર્મ જે દેહાર્દિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધ-ચૈતન્ય-સ્વરૂપ છે, એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું. અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું. તે અદ્ભુત ચરિત્ર પર દૃષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણસ્વરૂપ છે. ૮૪૪ નિર્વિકલ્પ. આસો, ૧૯૫૪ કરાળ કાળ ! આ અવસર્પિણી કાળમાં ચોવીશ તીર્થંકર થયા. તેમાં છેલ્લા તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર દીક્ષિત થયા પણ એકલા ! સિદ્ધિ પામ્યા પણ એકલા ! પ્રથમ ઉપદેશ તેમનો પણ અફળ ગયો ! ܀܀܀܀܀ ૮૪૫ p52: Risk vxx આસી. ૧૯૫૪ મોક્ષમાર્ગ નેતારં ભેત્તાર માતા વિશ્વતત્ત્વાનાં વંદે કર્મભૂમૃતાં, તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકા, ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે યથાવિધિ અધ્યયન અને મનન કર્તવ્ય છે. ܀܀܀܀܀ નમઃ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy