SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જિનાગમ વિચારવાની શ્રી લલ્લુજી અથવા શ્રી દેવકરણજીને ઇચ્છા હોય તો ‘આચારાંગ’, ‘સૂયગડાંગ’, “દશવૈકાલિક”, “ઉત્તરાધ્યયન’ અને પ્રશ્નવ્યાકરણ' વિચારવા યોગ્ય છે. ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ શ્રી દેવકરણએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે; તોપણ જો શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ, અને આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવો, ભિન્નભાવરહિત, લોકસંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુ મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે. સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દૃઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યકપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાનીપુરુષો સાક્ષી છે. બીજા મુનિઓને પણ જે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય તે તે પ્રકારે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજીએ યથાશક્તિ સંભળાવવું તથા પ્રવર્તાવવું ઘટે છે; તેમ જ અન્ય જીવો પણ આત્માર્થ સન્મુખ થાય અને જ્ઞાનીપુરુષની આજ્ઞાના નિશ્ચયને પામે તથા વિરક્ત પરિણામને પામે, રસાદિની લુબ્ધતા મોળી પાડે એ આદિ પ્રકારે એક આત્માર્થે ઉપદેશ કર્ત્તવ્ય છે. અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે, જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ હાર્થની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. એ જ વિનંતિ, સર્વ મુમુક્ષુઓને નમસ્કાર પ્રાપ્ત થાય. શિરછત્ર પિતાશ્રીજી ܀܀܀܀܀ ૭૨૦ શ્રી સહજાત્મસ્વરૂપ. નડિયાદ. આસો વદ ૧૨, સોમ, ૧૯૫૨ આપનું પત્તું આજે પહોંચ્યું છે. આપને પ્રતાપે અત્રે સુખવૃત્તિ છે. મુંબઈથી આ બાજા આવવામાં ફકત નિવૃત્તિનો હેતુ છે; શરીરની અડચણથી આ તરફ આવવું થયેલું, તેમ નથી. આપની કૃપાથી શરીર સારું રહે છે. મુંબઈમાં રોગના ઉપદ્રવને લીધે આપની તથા રેવાશંકરભાઈની આજ્ઞા થવાથી આ તરફ વિશેષ સ્થિરતા કરી; અને તે સ્થિરતામાં આત્માને નિવૃત્તિ વિશેષ કરી રહી છે. હાલ મુંબઈમાં રોગની શાંતિ ઘણી થઈ ગઈ છે, સંપૂર્ણ શાંતિ થયે તે તરફ જવાનો વિચાર રાખ્યો છે, અને ત્યાં ગયા પછી ઘણું કરીને ભાઈ મનસુખને આપના તરફ થોડા વખત માટે મોકલવાનું ચિત્ત છે; જેથી મારી માતુશ્રીના મનને પણ ગોઠશે. આપને પ્રતાપે નાણું મેળવવાનો ઘણું કરીને લોભ નથી, પણ આત્માનું પરમ કલ્યાણ કરવાની ઇચ્છા છે. મારી માતુશ્રીને પાયલાગણું પ્રાપ્ત થાય. બહેન ઝબક તથા ભાઈ પોપટ વગેરેને યથા૦ ܀܀܀܀ ૭૨૧ છોરુ રાયચંદના દંડવત્ પ્રાપ્ત થાય. નડિયાદ, આસો વદ ૦)), ૧૯૫૨ શ્રી ડુંગરને "આત્મસિદ્ધિ" મુખપાટે કરવાની ઇચ્છા છે. તે માટે તે પ્રત એમને આપવા વિષે પુછાવ્યું તો તેમ કરવામાં અડચણ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપાઠે કરવાની આજ્ઞા છે,
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy