SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૫૭ ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચાં નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચાં નિમિત્ત મળ્યે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષાર્થરહિત ન થવું; એવો શાસ્ત્રકારે કરેલી તે વ્યાખ્યાનો પરમાર્થ છે. ૧૩૬ મુખથી જ્ઞાન કર્યો અને, અંતર છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રો ૧૩૭ મુખથી નિશ્ચયમુખ્ય વચનો કહે છે, પણ અંતરથી પોતાને જ મોહ છૂટ્યો નથી, એવા પામર પ્રાણી માત્ર જ્ઞાની કહેવરાવવાની કામનાએ સાચા જ્ઞાની પુરુષનો દ્રોહ કરે છે. ૧૩૭ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણો મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગ્રત હોય, અર્થાત્ એ ગુણો વિના મુમુક્ષુપણું પણ ન હોય. ૧૩૮ મોમાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯ મોહભાવનો જ્યાં ક્ષય થયો હોય, અથવા જ્યાં મોહદશા બહુ ક્ષીણ થઈ હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે, તેને ભ્રાંતિ કહીએ. ૧૩૯ સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કડ઼ીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦ સમસ્ત જગત જેણે એઠ જેવું જાણ્યું છે, અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચાજ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે. ૧૪૦ સ્થાનક પાંચ વિચારીને છ વર્ષે જે, પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ, ૧૪૧ પાંચ સ્થાનકને વિચારીને જે છટ્ટે સ્થાનકે વર્તે, એટલે તે મોક્ષના જે ઉપાય કહ્યા છે તેમાં પ્રવર્તે તે પાંચમું સ્થાનક એટલે મોક્ષપદ, તેને પામે. ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨ પૂર્વપ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પનારહિત, આત્મામય જેની દશા વર્તે છે, તે જ્ઞાનીપુરુષના ચરણકમળમાં અગણિત વાર વંદન હો ! ૧૪૨ સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ; ષદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ. શ્રી સદ્ગુરુચરણાર્પણમસ્તુ ܀܀܀܀ ૭૧૯ નડિયાદ. આસો વદ ૧૦, શનિ, ૧૯પર આત્માર્થી, મુનિપથાભ્યાસી શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી આદિ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. પત્ર પ્રાપ્ત થયું હતું. શ્રી સદ્ગુરુદેવના અનુગ્રહથી અત્ર સમાધિ છે. એકાંતમાં અંવગાહવાને અર્થે ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' આ જોડે મોકલ્યું છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા યોગ્ય છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy