SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પ્રથમ ગણપતિ આદિની સ્તુતિ કરી છે તેથી, તેમ જ પાછળ જગતના પદાર્થોને આત્મારૂપ વર્ણવીને ઉપદેશ કર્યો છે તેથી, તેમ જ તેમાં વેદાંતનું મુખ્યપણું વર્ણવ્યું છે તે વગેરેથી કંઈ પણ ભય ન પામતાં, અથવા વિકલ્પ નહીં પામતાં, આત્માર્થ વિષેના ગ્રંથકર્તાના વિચારોનું અવગાહન કરવા યોગ્ય છે. આત્માર્થ વિચારવામાં તેથી ક્રમે કરીને સુલભતા થાય છે. શ્રી દેવકરણજીને વ્યાખ્યાન કરવાનું રહે છે, તેથી અહંભાવાદિનો ભય રહે છે, તે સંભવિત છે. જેણે જેણે સદ્ગુરુને વિષે તથા તેમની દશાને વિષે વિશેષપણું દીઠું છે, તેને તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી; અથવા તરત શમાય છે. તે અહંભાવને જો આગળથી ઝેર જેવો પ્રતીત કર્યો હોય, તો પૂર્વાપર તેનો સંભવ ઓછો થાય. કંઈક અંતરમાં ચાતુર્યાદિ ભાવે મીઠાશ સૂક્ષ્મપરિણતિએ પણ રાખી હોય, તો તે પૂર્વાપર વિશેષતા પામે છે; પણ ઝેર જ છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળફૂટ ઝેર છે, એમાં કોઈ રીતે સંશય નથી; અને સંશય થાય, તો તે સંશય માનવો નથી; તે સંશયને અજ્ઞાન જ જાણવું છે, એવી તીવ્ર ખારાશ કરી મૂકી હોય, તો તે અહંભાવ ઘણું કરી બળ કરી શકતો નથી. વખતે તે અહંભાવને રોકવાથી નિરહંભાવતા થઈ તેનો પાછો અહંભાવ થઈ આવવાનું બને છે, તે પણ આગળ ઝેર, ઝેર અને ઝેર માની રાખી વર્તાયું હોય તો આત્માર્થને બાધ ન થાય. તમ સર્વ મુમુક્ષુઓને નમસ્કાર યથાવિધિ પ્રાપ્ત થાય. ܀܀܀܀܀ ૭૧૭ શ્રી આણંદ, આસો સુદ ૩, શુક્ર, ૧૯૫૨ આત્માર્થી ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે, ડરબન તમારો લખેલો કાગળ મળ્યો હતો. આ કાગળથી ટૂંકામાં ઉત્તર લખ્યો છે. નાતાલમાં સ્થિતિ કરવાથી તમારી કેટલીક સવૃત્તિઓ વિશેષતા પામી છે, એમ પ્રતીતિ થાય છે; પણ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઇચ્છા તેમાં હેતુભૂત છે. રાજકોટ કરતાં નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર ખરું, એમ માનવામાં હાનિ નથી, કેમકે તમારી સરળતા સાચવવામાં અંગત વિઘ્નનો ભય રહી શકે એવા પ્રપંચમાં અનુસરવાનું દબાણ નાતાલમાં ઘણું કરીને નહીં; પણ જેની સવૃત્તિઓ વિશેષ બળવાન ન હોય અથવા નિર્બળ હોય, અને તેને ઇંગ્લંડાદિ દેશમાં સ્વતંત્રપણે રહેવાનું હોય, તો અમસ્યાદિ વિષેમાં તે દોષિત થાય એમ લાગે છે. જેમ તમને નાતાલક્ષેત્રમાં પ્રપંચનો વિશેષ યોગ નહીં હોવાથી તમારી સવૃત્તિઓ વિશેષતા પામી, તેમ રાજકોટ જેવામાં કઠણ પડે એ યથાર્થ છે; પણ કોઈ સારા આર્યક્ષેત્રમાં સત્સંગાદિ યોગમાં તમારી વૃત્તિઓ નાતાલ કરતાં પણ વિશેષતા પામત એમ સંભવે છે. તમારી વૃત્તિઓ જોતાં તમને નાતાલ અનાર્યક્ષેત્રરૂપે અસર કરે એવું મારી માન્યતામાં ઘણું કરીને નથી; પણ સત્સંગાદિ યોગની ઘણું કરીને પ્રાપ્તિ ન થાય તેથી કેટલુંક આત્મનિરાકરણ ન થાય તે રૂપ હાનિ માનવી કંઈક વિશેષ યોગ્ય લાગે છે. અત્રેથી ‘આર્ય આચારવિચાર' સાચવવા સંબંધી લખ્યું હતું તે આવા ભાવાર્થમાં લખ્યું હતું:- ‘આર્ય આચાર’ એટલે મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ ગુણોનું આચરવું તે; અને 'આર્ય વિચાર' એટલે મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, વર્તમાનકાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, તથા તે અજ્ઞાન અને અમાનનાં કારણો, તે કારણોની નિવૃત્તિ, અને તેમ થઈ અવ્યાબાધ આનંદસ્વરૂપ અભાન એવા નિજપદને વિષે સ્વાભાવિક સ્થિતિ થવી તે. એમ સંક્ષેપે મુખ્ય અર્થથી તે શબ્દો લખ્યા છે. ૧. મહાત્મા ગાંધીજી.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy