SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ દેશ પ્રત્યક્ષ, તે બે ભેદે, અવધિ, http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું પ૨૩ મનપર્યાવ ઇચ્છિતપણે અવલોકન કરતો આત્મા છેદયના અવલંબન વગર અમુક મર્યાદા જાણે તે અધિ. અનિચ્છિત છતાં માનસિક વિશુદ્ધિના બળ વડે જાણે તે મનઃપર્યવ. સામાન્ય વિશેષ ચૈતન્યાત્મદૃષ્ટિમાં પરિનિષ્ઠિત શુદ્ધ કેવળજ્ઞાન, શ્રી જિને કહેલા ભાવો અધ્યાત્મ પરિભાષામય હોવાથી સમજાવા કઠણ છે. પરમપુરુષનો યોગ સંપ્રાપ્ત થવો જોઈએ. જિનપરિભાષા-વિચાર યથાવકાશાનુસાર વિશેષ નિદિધ્યાસ કરવા યોગ્ય છે. ૭૧૫ આણંદ, આસો સુદ ૧, ૧૯૫૨ મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળહ નોં'ય પુજાદિની જો કામના રે, નો'ય વ્હાલું અંતર ભવદુઃખ, મૂળ ૧ કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત, મૂળ૦ માત્ર કહેવું પરમારથહેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત, મૂળ ૨ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ મૂળત જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. મૂળ૦ ૩ લિંગ અને ભેદી જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. મૂળ ૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ, મૂળ તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ ૫ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ ૬ જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ કહ્યું ભગવંતે દર્શન તેને રે, જેનું બીજું નામ સમકિત.મૂળ૦ ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ૦ ૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ૦ તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ૦ ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, મૂળ ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ ૧૦ મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ એમ દેવ જિનંદે ભાખિયું રે, ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ ૧૧ ૭૧૬ ૐ સદ્ગુરુપ્રસાદ Audio શ્રી આણંદ, આસો સુદ ૧, ગુરુ, ૧૯પર શ્રી રામદાસસ્વામીનું યોજેલું ‘દાસબોધ' નામનું પુસ્તક મરાઠી ભાષામાં છે. તેનું ગુજરાતી ભાષાંતર છપાઈ પ્રગટ થયું છે; જે પુસ્તક વાંચવા તથા વિચારવા અર્થે મોકલ્યું છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy