SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સ્ફુરતું હશે તોપણ તે સંબંધી ગભરાટ ગમે તેટલો હોવા છતાં ધીરજથી વિચાર કરી કંઈ પણ વેપાર રોજગારની બીજાને પ્રેરણા કરવી કે છોકરાઓને વેપાર કરાવવા વિષે પણ ભલામણ લખવી. કેમકે અશુભ ઉદય એમ ટાળવા જતાં બળ પામવા જેવો થઈ આવે છે. અમને તમારે જેમ બને તેમ વ્યાવહારિક બાબત ઓછી લખવી એમ અમે લખેલું તેનો હેતુ માત્ર એટલો જ છે કે અમે આટલો વ્યવહાર કરીએ છીએ, તે વિચાર સાથે બીજા વ્યવહાર સાંભળતાં-વાંચતાં મુઝવણ થઈ આવે છે. તમારા પત્રમાં કંઈ નિવૃત્તિવાળાં આવે તો સારું એમ રહે છે. અને વળી તમારે અમને વ્યાવહારિક બાબતમાં લખવાનો હેતુ નથી, કેમકે તે અમને મોઢે છે; અને વખતે તમે ગભરાટ શમાવવા લખતા હો તો તેવા પ્રકારથી તે લખાતી નથી. વાત આર્ત્તધ્યાનના રૂપ જેવી લખાઈ જાય છે, તેથી અમને બહુ સંતાપ થાય છે. એ જ વિનંતી. ૫૪૧ પ્રણામ. સં. ૧૯૫૧ જ્ઞાનીપુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વજ્ઞે કહ્યું છે, તે સત્ય છે. તે સંયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી, બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. ܀܀܀܀܀ ૫૪૨ શ્રી સોભાગભાઈને મારા યથાયોગ્ય કહેશો મુંબઈ, કારતક સુદ ૧૫, મંગળ, ૧૯૫૧ તેમણે શ્રી ઠાણાંગસૂત્રની એક ચોભંગીનો ઉત્તર વિશેષ સમજવા માગ્યો હતો તે સંક્ષેપમાં અત્રે લખ્યો છેઃ- (૧) એક, આત્માનો ભવાંત કરે, પણ પરનો ન કરે. તે પ્રત્યેકબુદ્ધ કે અશોચ્યા કેવલી, કેમકે તેઓ ઉપદેશમાર્ગ પ્રવર્તાવતા નથી, એવો વ્યવહાર છે. (૨) એક, આત્માનો ભવાંત ન કરી શકે, અને પરનો ભવાંત કરે તે અચરમશરીર આચાર્ય, એટલે જેને હા અમુક ભવ બાકી છે, પણ ઉપદેશમાર્ગના આત્માએ ફરી જાણ છે, તેથી તેનાથી ઉપદેશ સાંભળી સાંભળનાર જીવ તે ભવે ભવનો અંત પણ કરી શકે; અને આચાર્ય તે ભવે ભવાંત કરનાર નહીં હોવાથી તેમને બીજા ભંગમાં ગવેષ્યા છે; અથવા કોઈ જીવ પૂર્વકાળ જ્ઞાનારાધન કરી પ્રારબ્ધોદયે મંદ ક્ષયોપશમથી વર્તમાનમાં મનુષ્યદેહ પામી જોણે માર્ગ નથી જાણ્યો એવા કોઈ ઉપદેશક પાસેથી ઉપદેશ સાંભળતાં પૂર્વ સંસ્કારથી, પૂર્વના આરાધનથી એવો વિચાર પામે કે, આ પ્રરૂપણા જરૂર મોક્ષનો હેતુ ન હોય, કેમકે અંધપણે તે માર્ગ કહે છે. અથવા આ ઉપદેશ દેનારો જીવ પોતે અપરિણામી રહી ઉપદેશ કરે છે તે, મહાઅનર્થ છે, એમ વિમાસનાં પૂર્વારાધન જાગૃત થાય અને ઉદય છેદી ભવાંત કરે તેથી નિમિત્તરૂપ ગ્રહણ કરી તેવા ઉપદેશકનો પણ આ ભંગને વિષે સમાસ કર્યો હોય એમ લાગે છે. (૩) પોતે તરે અને બીજાને તારે તે શ્રી તીર્થંકરાદિ, (૪) ચોથો ભંગ. પોતે તરે પણ નહીં અને બીજાને તારી પણ ન શકે તે ‘અભવ્ય કે દુર્ભવ્ય’ જીવ. એ પ્રકારે સમાધાન કર્યું હોય તો જિનાગમ વિરોધ નહીં પામે. આ માટે વિશેષ પૂછવા ઇચ્છા હોય તો પૂછશો, એમ સોભાગભાઈને કહેશો. લિ. રાયચંદના પ્રણામ. ܀܀܀܀܀ ૫૪૩ મુંબઈ, કારતક, ૧૯૫૧ અન્ય સંબંધી જે તાદાત્મ્યપણું ભાસ્યું છે, તે તાદાત્મ્યપણું નિવૃત્ત થાય તો સહજસ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાનીપુરુષો કહી ગયા છે, યાવતું તથારૂપમાં શમાયા છે, ܀܀܀܀܀
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy