SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૫૪૦ ૪૩૭ મુંબઈ, કારતક સુદ ૧૪, સોમ, ૧૯૫૧ વિષમ સંસારરૂપ બંધનને છેદીને જે પુરુષો ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ છે. તે આજે આપનું પત્ર ૧ પ્રાપ્ત થયું છે. સુદ પાંચમ છઠ પછી મારે અત્રેથી વિદાય થઈ ત્યાં આવવાનું થશે, એમ લાગે છે. આપે લખ્યું કે વિવાહના કામમાં આગળથી આપ પધાર્યા હો તો કેટલાક વિચાર થઈ શકે, તે સંબંધમાં એમ છે કે એવાં કાર્યોમાં મારું ચિત્ત અપ્રવેશક હોવાથી - અને તેમ તેવાં કાર્યનું માહાત્મ્ય કંઈ છે નહીં એમ ધ્યાન કર્યું હોવાથી મારું અગાઉથી આવવું કંઈ તેવું ઉપયોગી નથી. જેથી રેવાશંકરભાઈનું આવવું ઠીક જાણી તેમ કર્યું છે. રૂના વેપાર વિષે કોઈ કોઈ વખત કરવારૂપ કારણ તમે પત્ર દ્વારા લખો છો. તે વિષેમાં એક વખત સિવાય ખુલાસો લખ્યો નથી; તેથી આજે એકઠો લખ્યો છે - આફતનો વ્યવસાય ઉત્પન્ન થયો તેમાં કંઈક ઇચ્છાબળ અને કંઈક ઉદયબળ હતું. પણ મોતીનો વ્યવસાય ઉત્પન્ન થવામાં તો મુખ્ય ઉદયબળ હતું. બાકી વ્યવસાયનો હાલ ઉદય જણાતો નથી. અને વ્યવસાયની ઇચ્છા થવી તે તો અસંભવ જેવી છે. શ્રી રેવાશંકર પાસેથી આપે રૂપિયાની માગણી કરી હતી, તે કાગળ પણ મણ તથા કેશવલાલના વાંચવામાં આવે તેવી રીતે તેમના પત્રમાં બીડ્યો હતો, જોકે તે જાણે તેમાં બીજી કંઈ અડચણ નહીં, પણ લૌકિક ભાવનાનો જીવને અભ્યાસ વિશેષ બળવાન છે, તેથી તેનું શું પરિણામ આવ્યું અને અમે તે વિષે શો અભિપ્રાય આપ્યો ? તે જાણવાની તેમની આતુરતા વિશેષ થાય તો તે પણ યોગ્ય નહીં. હાલ રૂપિયાની સગવડ કરવી પડે તેટલા માટે તમારા વ્યવસાયના સંબંધમાં અમે વખતે ના કરી હશે. એવો વગર કારણે તેમના ચિત્તમાં વિચાર આવે, અને અનુક્રમે વ્યાવહારિક બુદ્ધિ અમારા પ્રત્યે વિશેષ થાય, તે પણ યથાર્થ નહીં. જીજીબાનાં લગ્ન મહા મહિનામાં થશે કે કેમ ? તે સંબંધમાં વવાણિયેથી અમારા જાણવામાં કંઈ આવ્યું નથી, તેમ એ બાબતમાં મેં કંઈ વિશેષ વિચાર કર્યો નથી. વવાણિયેથી ખબર મળશે તો તમને અત્રેથી રેવાશંકરભાઈ કે કેશવલાલ જણાવશે. અથવા રેવાશંકરભાઈનો વિચાર મહા મહિનાનો હશે તો તેઓ વવાણિયે લખશે, અને આપને પણ જણાવશે. તે પ્રસંગ પર આવવું કે ન આવવું એ વિચાર પર ચોક્કસ હાલ ચિત્ત આવી શકશે નહીં કેમકે તેને ઘણો વખત છે અને અત્યારથી તે માટે વિચાર સૂઝી આવે તેમ બનવું કઠણ છે. ત્રણ વર્ષ થયાં તે તરફ જવાયું નથી તેથી શ્રી રવજીભાઈના ચિત્તમાં તથા માતુશ્રીના ચિત્તમાં, ન જવાય તો વધારે ખેદ રહે, એ મુખ્ય કારણ તે તરફ આવવા વિષેમાં છે. તેમ અમારું ન આવવું થાય તો ભાઈબહેનોને પણ ખેદ રહે, એ બીજું કારણ પણ આવવા તરફના વિચારને બળવાન કરે છે. અને ઘણું કરીને અવાશે એમ ચિત્તમાં લાગે છે. અમારું ચિત્ત પોષ મહિનાના આરંભમાં અત્રેથી નીકળવાનું રહે છે અને વચ્ચે રોકાણ થાય તો કંઈક પ્રવૃત્તિથી લાગેલા પછડાટની વિશ્રાંતિ વખતે થાય. પણ કેટલુંક કામકાજ એવા પ્રકારનું છે કે ધાર્યા કરતાં કંઈક વધારે દિવસ ગયા પછી અત્રેથી છૂટી શકાશે. આપે હાલ કોઈને વેપાર રોજગારની પ્રેરણા કરતાં એટલો લક્ષ રાખવાનો છે કે જે ઉપાધિ તમારે જાતે કરવી પડે તે ઉપાધિનો ઉદય તમે આણવા ઇચ્છો છો. અને વળી તેથી નિવૃત્તિ ઇચ્છો છો. જોકે ચારે બાજુનાં આજીવિકાદિ કારણથી તે કાર્યની પ્રેરણા કરવાનું તમારા ચિત્તમાં ઉદયથી
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy