SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૩૯ ૩૯૨ મુંબઈ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતોષમાં રહેવું એવો હે રામ ! સત્પુરુષોનો કહેલો સનાતન ધર્મ છે, એમ વસિષ્ઠ કહેતા હતા. ૩૯૩ મુંબઈ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત; તેમ શ્રુતધર્મે રે મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. જેમાં મનની વ્યાખ્યા વિષે લખ્યું છે તે પત્ર, જેમાં પીપળ-પાનનું દેષ્ટાંત લખ્યું છે તે પડ્યું, જેમાં ‘યમ નિયમ સંયમ આપ કિયો' એ આદિ કાવ્યાદિ વિષે લખ્યું છે તે પત્ર, જેમાં મનાદિ નિરોધ કરતાં શરીરાદિ વ્યથા ઉત્પન્ન થવા વિષેનું સૂચવન છે તે પત્ર, અને ત્યારપછીનું એક સામાન્ય, એમ પત્ર-પત્તાં મળ્યાં તે પહોંચ્યાં છે. તેને વિષે મુખ્ય એવી જે ભક્તિ સંબંધીની ઇચ્છા, મૂર્તિનું પ્રત્યક્ષ થવું, એ વાત વિષેનું પ્રધાન વાક્ય વાંચેલ છે, લક્ષમાં છે. એ પ્રશ્ન સિવાય બાકીનાં પત્રો સંબંધી ઉત્તર લખવાનો અનુક્રમ વિચાર થતાં થતાં હાલ તે સમાગમે પૂછવા યોગ્ય જાણીએ છીએ અર્થાત્ એમ જણાવવું હાલ યોગ્ય ભાસે છે. બીજાં પણ જે કોઈ પરમાર્થ સંબંધી વિચાર-પ્રશ્ન ઉત્પન્ન થાય તે લખી રાખવાનું બની શકે તેવું હોય તો લખી રાખવાનો વિચાર યોગ્ય છે. પૂર્વે આરાધેલી એવી માત્ર જેનું નામ ઉપાધિ છે એવી સમાધિ ઉદયપણે વર્તે છે. વાંચન, શ્રવણ, મનનનો હાલ ત્યાં જોગ કેવા પ્રકારનો બને છે ? આનંદઘનજીનાં બે વાક્ય સ્મૃતિમાં આવે છે તે લખી અત્યારે આ પત્ર સમાપ્ત કરું છું. ઇણવિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે. મલ્લિજિન સેવક કેમ અવગણીએ. હો મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત; ܀܀܀܀܀ જિન થઈ જિનવર જે આરાઘે, તે સહી જિનવર હોવે રે; ભૂંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જંગ જોવે રે. - શ્રી આનંદઘન. ܀܀܀܀܀ ૩૯૪ મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત; તેમ શ્રુતધર્મે રે મન દે ધરે, જ્ઞાનાક્ષેપકવંત-ધન મુંબઈ, શ્રાવણ વદ ૧૦, ૧૯૪૮ ઘર સંબંધી બીજાં સમસ્ત કાર્ય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા (મહિલા શબ્દનો અર્થ) સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભરતારને વિષે લીન છે, તેમ સમ્યક્દૃષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્યપ્રસંગે વર્તવું પડતાં છતાં, જ્ઞાનીસંબંધી શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશધર્મ તેને વિષે લીનપણે વર્તે છે. સમસ્ત સંસારને વિષે સ્ત્રીપુરુષના સ્નેહને પ્રધાન ગણવામાં આવ્યો છે, તેમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીનો પ્રેમ એ કોઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યો છે, અને એમાં
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy