SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર અમને પણ અત્રે ઉપાધિજોગ વર્તે છે; અન્યભાવને વિષે જોકે આત્મભાવ ઉત્પન્ન થતો નથી, અને એ જ મુખ્ય સમાધિ છે. ૩૮૮ મુંબઈ, શ્રાવણ સુદ ૪, બુધ, ૧૯૪૮ 'જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે, જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂએ છે. જગત જાગે છે, ત્યાં જ્ઞાની સૂએ છે' એમ શ્રીકૃષ્ણ કહે છે.૧ ૩૮૯ આત્મપ્રદેશ સમસ્થિતિએ નમસ્કાર. મુંબઈ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ અસત્સંગમાં ઉદાસીન રહેવા માટે જીવને વિષે અપ્રમાદપણે નિશ્ચય થાય છે, ત્યારે સત્તાન’ સમજાય છે; તે પહેલાં પ્રાપ્ત થયેલ બોધને ઘણા પ્રકારના અંતરાય હોય છે. જગત અને મોક્ષનો માર્ગ એ બે એક નથી. જેને જગતની ઇચ્છા, રુચિ, ભાવના તેને મોક્ષને વિષે અનિચ્છા, અરુચિ, અભાવના હોય એમ જણાય છે. ܀܀܀܀܀ ૩૯૦ મુંબઈ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ નમઃ નિષ્કામ યથાયોગ્ય. આત્મરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે જે ઉપાર્જિત કર્મ ભોગવતાં ઘણો વખત ભાવિમાં વ્યતીત થશે, તે બળવાનપણે ઉદયમા વર્તી ક્ષયપણાને પામતાં હોય તો તેમ થવા દેવા યોગ્ય છે, એમ ઘણાં વર્ષનો સંકલ્પ છે. વ્યાવહારિક પ્રસંગ સંબંધી ચોતરફથી ચિંતા ઉત્પન્ન થાય એવાં કારણો જોઈને પણ નિર્ભયતા, આશ્રય રાખવા યોગ્ય છે. માર્ગ એવો છે. અમે વિશેષ હાલ કંઈ લખી શકતા નથી, તે માટે ક્ષમા માગીએ છીએ અને નિષ્કામપણે સ્મૃતિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. એ જ વિનંતિ. નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી, અનુભવ વિણ તેમ ધ્યાન તણું સુખ, કોણ જાણે નર નારી રે, ભવિકા મન મહિલાનું રે વહાલા ઉપરે. ܀܀܀܀ ૩૯૧ જાં કામ કરત. મુંબઈ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ કેવળ નિષ્કામ એવા યથાયોગ્ય, અત્ર ઉપાધિયોગમાં છીએ એમ જાણીને પત્રાદિ પાઠવવાનું નહીં કર્યું હોય એમ જાણીએ છીએ. શાસ્ત્રાદિ વિચાર, સત્કથા પ્રસંગે ત્યાં કેવા યોગથી વર્તવું થાય છે ? તે લખશો. 'સત' એક પ્રદેશ પણ અસમીપ નથી, તથાપિ તે પ્રાપ્ત થવાને વિષે અનંત અંતરાય - લોકપ્રમાણે પ્રત્યેક એવા રહ્યા છે. જીવને કર્તવ્ય એ છે કે અપ્રમત્તપણે તે 'સત'નું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવાનો અખંડ નિશ્ચય રાખવો. તમ સર્વને નિષ્કામપણે યથા ܀܀܀ ૧. ભગવદગીતા અ. ૨. તો, કહ્ય
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy