SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ટૂંકામાં એમ બે પ્રશ્નોના ઉત્તર લખું છું. લેખન કરતાં વાચાએ અધિક સમજાવવાનું બને છે. તોપણ આશા છે કે આથી સમાધાન થશે; અને તે પાત્રપણાના કોઈ પણ અંશોને વધારશે, એકાંતિક દૃષ્ટિને ઘટાડશે, એમ માન્યતા છે, અહો ! અનંત ભવના પર્યટનમાં કોઈ સત્પુરુષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઇચ્છો છો, તેની પાસેથી ધર્મ ઇચ્છો છો, અને તે તો હજુ કોઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પડ્યો છે ! નિવૃત્ત હોત તો બહુ ઉપયોગી થઈ પડત. વારુ ! તમને તેને માટે આટલી બધી શ્રદ્ધા રહે છે તેનું કંઈ મૂળ કારણ હસ્તગત થયું છે ? એના પર રાખેલ શ્રદ્ધા, એનો કરેલો ધર્મ અનુભવ્યું અનર્થકારક તો નહીં લાગે ? અર્થાત્ હજુ તેની પૂર્ણ કસોટી કરજો; અને એમ કરવામાં તે રાજી છે; તેની સાથે તમને યોગ્યતાનું કારણ છે, અને કદાપિ પૂર્વાપર પણ નિઃશંક શ્રદ્ધા જ રહેશે એમ હોય તો તેમ જ રાખવામાં કલ્યાણ છે એમ સ્પષ્ટ કહી દેવું આજે વાજબી લાગતાં કહી દીધું છે. આજના પત્રની ભાષા ઘણી જ ગ્રામિક વાપરી છે, તથાપિ તેનો ઉદ્દેશ એક પરમાર્થ જ છે. તમારા સમાગમનો ઇચ્છક રાયચંદ(અનામ)ના પ્રણામ. ૧૪૦ મોરબી, બી. ભાદરવા વદ ૮, સોમ, ૧૯૪૬ પ્રશ્નોવાળું પત્ર મળ્યું, પ્રસન્ન થયો. પ્રત્યુત્તર લખીશ. પાત્રતા-પ્રાપ્તિનો પ્રયાસ અધિક કરો. સૌભાગ્યમૂર્તિ સૌભાગ્ય, વ્યાસ ભગવાન વરે છે કેઃ- ૧૪૧ વવાણિયા, દ્વિ. ભાદ્ર. વદ ૧૨, શુક્ર, ૧૯૪૬ 'इच्छाद्वेषविहीनेन सर्वत्र समचेतसा । भगवद्भक्तियुक्तेन प्राप्ता भागवती गतिः ।। ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમદૃષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત્ નિર્વાણ પામ્યા. આપ જુઓ, એ વચનમાં કેટલો બધો પરમાર્થ તેમણે સમાવ્યો છે ? પ્રસંગવશાત્ એ વાક્યનું સ્મરણ થવાથી લખ્યું. નિરંતર સાથે રહેવા દેવામાં ભગવતને શું ખોટ જતી હશે ? ܀܀܀ ૧૪૨ આજ્ઞાંકિત વવાણિયા, બી.બા. વદ ૧૩, શનિ, ૧૯૪૬ ધર્મજિજ્ઞાસુ ભાઈ ત્રિભુવન, મુંબઈ. આત્માનું વિસ્મરણ કેમ થયું હશે ? તમે અને બીજા જે જે ભાઈઓ મારી પાસેથી કંઈ આત્મલાભ ઇચ્છો છો, તે તે લામ પામો એ મારી અંતઃકરણથી ઇચ્છા જ છે. તથાપિ તે લાભ આપવાની જે યથાયોગ્ય પાત્રતા તેમાં મને હજુ કંઈક આવરણ છે, અને તે લાભ લેવા ઇચ્છનારની પણ કેટલીક રીતે યોગ્યતાની મને ન્યૂનતા લાગ્યા કરે છે. એટલે એ બન્ને યોગ જ્યાં સુધી પરિપક્વતાને નહીં પામે ત્યાં સુધી ઇચ્છિત સિદ્ધિ ૧. શ્રીમદ્ ભાગવત, સ્કંધ ૩, અધ્યાય ૨૪, શ્લોક ૪૭.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy