SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર બ્રાહ્મણીએ કહ્યું, 'એ મૂર્ખના મહારાજા ! અભડાવ કાં ? અમારે પછી કામ નહીં આવે, એટલું પણ તું સમજતો નથી ?' દૃઢપ્રહારીને આ વચનથી પ્રચંડ ક્રોધ વ્યાપ્યો અને તેણે તે દીન સ્ત્રીને કાળધર્મ પમાડી. નાહતો નાહતો બ્રાહ્મણ સહાયતાએ ધાયો, તેને પણ તેણે પરભવ-પ્રાપ્ત કર્યો. એટલામાં ઘરમાંથી ગાય દોડતી આવી, અને તેણે શીંગડે કરી દઢપ્રહારીને મારવા માંડ્યો; તે મહા દુષ્ટે તેને પણ કાળને સ્વાધીન કરી. એ ગાયના પેટમાંથી એક વાછરડું નીકળી પડ્યું; તેને તરફડતું દેખી દેટપ્રહારીના મનમાં બહુ બહુ પશ્ચાત્તાપ થયો. મને ધિક્કાર છે કે મેં મહા અઘોર હિંસાઓ કરી ! મારો એ મહાપાપથી ક્યારે છૂટકો થશે ? ખરે ! આત્મસાર્થક સાધવામાં જ શ્રેય છે ! એવી ઉત્તમ ભાવનાએ તેણે પંચમુષ્ટિ કેશલુંચન કર્યુ. નગરની ભાગોળે આવી ઉગ્ર કાયોત્સર્ગે રહ્યા. આખા નગરને પૂર્વે સંતાપરૂપ થયા હતા; એથી લોકોએ એને બહુવિધ સંતાપવા માંડ્યા. જતાં આવતાંનાં ધૂળઢેફાં અને પથ્થર, ઈંટાળા અને તરવારની મુષ્ટિકા વડે તે અતિ સંતાપપ્રાપ્ત થયા. ત્યાં આગળ લોકસમુદાયે દોઢ મહિના સુધી તેને પરાભવ્યા; પછી થાક્યા, અને મૂકી દીધા. દંઢપ્રહારી ત્યાંથી કાર્યોત્સર્ગ પાળી બીજી ભાગોળે એવા જ ઉંગ્ર કાયોત્સર્ગથી રહ્યા. તે દિશાના લોકોએ પણ એમ જ પરાભવ્યા; દોઢ મહિને છંછેડી મૂકી દીધા. ત્યાંથી કાયોત્સર્ગ પાણી દેઢપ્રહારી ત્રીજી પોળે રહ્યા. તેઓએ પણ મહા પરાભવ આપ્યો, ત્યાંથી દોઢ મહિને મૂકી દીધાથી ચોથી પોળે દોઢ માસ સુધી રહ્યા. ત્યાં અનેક પ્રકારના પરિષને સહન કરીને તે ક્ષમાઘર રહ્યા. છઠ્ઠું માસે અનંત કર્મસમુદાયને બાળી વિશોધી વિશોધીને તે કર્મરહિત થયા. સર્વ પ્રકારના મમત્વનો તેણે ત્યાગ કર્યો. અનુપમ કૈવલ્યજ્ઞાન પામીને તે મુક્તિના અનંત સુખાનંદયુક્ત થયા. એ નિર્જરા ભાવના દૃઢ થઈ. હવે- ܀܀܀܀܀ દશમ ચિત્ર લોકસ્વરૂપભાવના લોકસ્વરૂપભાવનાઃ- એ ભાવનાનું સ્વરૂપ અહીં આગળ સંક્ષેપમાં કહેવાનું છે. જેમ પુરુષ બે હાથ દઈ પગ પહોળા કરી ઊભો રહે તેમ લોકનાલ કિંવા લોકસ્વરૂપ જાણવું. તીરછા થાળીને આકારે તે લોકસ્વરૂપ છે. કિંવા માદલને ઊભા મૂક્યા સમાન છે. નીચે ભુવનપતિ, વ્યંતર અને સાત નરક છે. તીરછે અઢી દ્વીપ આવી રહેલા છે. ઊંચે બાર દેવલોક, નવ ગૈવેયક, પાંચ અનુત્તર વિમાન અને તે પર અનંત સુખમય પવિત્ર સિદ્ધગતિની પડોશી સિદ્ધશિલા છે. તે લોકાલોકપ્રકાશક સર્વજ્ઞ, સર્વદર્શી અને નિરુપમ કૈવલ્યજ્ઞાનીઓએ ભાખ્યું છે. સંક્ષેપે લોકસ્વરૂપ ભાવના કહેવાઈ. પાપપ્રનાલને રોકવા માટે આસવભાવના અને સંવરભાવના, તપ મહફલી માટે નિર્જરાભાવના અને લોકસ્વરૂપનું કિંચિત્ તત્ત્વ જાણવા માટે લોકસ્વરૂપભાવના આ દર્શને આ ચાર ચિત્રે પૂર્ણતા પામી દશમ ચિત્ર સમાપ્ત. ܀܀܀܀܀ જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જો વિચાર- એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy