SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા ૫૫. ચારિત્રદશા અને વસ્ત્ર સંબંધી ખુલાસો. પ્રશ્ન:- ‘ચારિત્રદશા પ્રગટે તેને કારણે વસ્ત્ર છૂટતાં નથી પણ વસ્ત્રના ૫૨માણુઓની લાયકાતથી જ તે છૂટે છે' એમ કહ્યું; પરંતુ કોઈ જીવને ચારિત્રદશા પ્રગટે અને વસ્ત્રમાં છૂટવાની લાયકાત ન હોય તો સવસ્ત્ર મુક્તિ થઈ જશે ? ઉત્તર:- ત્યાં સવસ્ત્ર મુક્તિ થવાની વાત નથી. ચારિત્રદશાનું સ્વરૂપ જ એવું છે કે ત્યાં વસ્ત્ર સાથે નિમિત્તનૈમિત્તિક સંબંધ હોય જ નહિ. તેથી ચારિત્રદશામાં વસ્ત્રનો ત્યાગ સહજપણે હોય છે, વસ્ત્રનો ત્યાગ તે પરમાણુની અવસ્થાની લાયકાત છે, તેનો કર્તા આત્મા નથી. પ્રશ્ન:- કોઈ મુનિરાજના શી૨ ઉ૫૨ કોઈ જીવ વસ્ત્ર નાખી જાય તો તે વખતે તેમના ચારિત્રનું શું થાય ? ઉત્તર:- કોઈ બીજો જીવ વસ્ત્ર નાખી જાય તેથી મુનિના ચારિત્રને બાધા નથી. કેમકે તે વસ્ત્ર સાથે તેમના ચારિત્રનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી. પરંતુ ત્યાં તો વસ્ત્ર જ્ઞાનનું જ્ઞેય એટલે કે જ્ઞેયજ્ઞાયકપણાનો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. ૫૬. સમ્યનિયતવાદ શું છે ? વસ્તુનો પર્યાય ક્રમબદ્ધ જે સમયે જે થવાનો હોય તે જ થાયએવો સમ્યકનિયતવાદ તે જૈનદર્શનનો વાસ્તવિક સ્વભાવ છે, એ જ વસ્તુસ્વભાવ છે. ‘નિયત’ શબ્દ તો શાસ્ત્રમાં ઘણે ઠેકાણે આવે છે. પણ અત્યારે તો શાસ્ત્રો ભણેલા પણ આ સમ્યનિયતવાદની વાત સાંભળીને ગોથાં ખાય છે. આનો નિર્ણય કરવો કઠણ પડે છે. તેથી કોઈ ‘ એકાંતવાદ’ કહીને ઉડાડે છે. નિયત એટલે નિશ્ચિત, નિયમબદ્ધ. તે એકાંતવાદ નથી પણ વસ્તુનો યથાર્થ સ્વભાવ છે તે જ અનેકાંતવાદ છે. સમ્યનિયતવાદનો નિર્ણય કરતી વખતે બહારમાં રાજપાટનો સંયોગ હોય તે છૂટી જ જવો જોઈએ એવો નિયમ નથી, પણ તેના પ્રત્યે યથાર્થ ઉદાસ ભાવ તો અવશ્ય થઈ જાય છે. બહારના સંયોગમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008321
Book TitleVastu Vigyana sara
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Sangh
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Art, M000, & M005
File Size518 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy