SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા — — — — — અને તેથી કોઈ ઉપર રાગ-દ્વેષ કરવાનું કારણ નહિ રહે. એટલે શું થયું? કે બધા પર ઉપરનું લક્ષ છૂટીને પોતામાં જોવા માટે વળ્યો. હવે પોતામાં પણ “મારો પુર્ણ શુધ્ધ પર્યાય ક્યારે ઊઘડશે” એવો આકૂળતાનો વિકલ્પ રહેશે નહિ. કેમકે ત્રણે કાળના ક્રમબદ્ધપર્યાયથી ભરેલું દ્રવ્ય તેની પ્રતીતમાં આવી ગયું છે. તેથી ક્રમબદ્ધ પર્યાયની જે શ્રધ્ધા કરે તે જીવ તો નજીક મુક્તિગામી જ હોય. ક્રમબદ્ધ પર્યાયની શ્રધ્ધા થતાં પરદ્રવ્યની અવસ્થા ગમે તેવી થાય તેમાં “આ આમ કેમ થયું? આમ થયું હોત તો મને ઠીક પડત,” એ વગેરે વિચારો (રાગદ્વેષ) થાય જ નહિ. કેમકે ક્રમબદ્ધ પર્યાય નક્કી કરનારને શ્રધ્ધા છે કે આ દ્રવ્યની આ વખતે આવી જ અવસ્થા થવાની હતી, તે જ પ્રમાણે થઈ છે. તો પછી તે તેમાં રાગ કે દ્વેષ કેમ કરે? માત્ર જે વખતે જે વસ્તુની જે અવસ્થા થતી જાય તેનું જ્ઞાન જ કરે. બસ! જ્ઞાતા થઈ ગયો; જ્ઞાતાપણે રહીને અલ્પકાળમાં કેવળજ્ઞાન પામી મુક્તિ પામશે. આ ક્રમબદ્ધ પર્યાયની શ્રધ્ધા નું ફળ! ક્રમબદ્ધ અવસ્થાનો નિર્ણય તે જ જ્ઞાયકસ્વભાવનો અર્થાત્ વીતરાગ સ્વભાવનો નિર્ણય છે અને તે નિર્ણય અનંત પુરુષાર્થથી થઈ શકે છે. પુરુષાર્થને સ્વીકાર્યા વગર મોક્ષ તરફનો ક્રમબદ્ધ પર્યાય થતો નથી. જેના જ્ઞાનમાં પુરુષાર્થનો સ્વીકાર નથી તે પોતાના પુરુષાર્થને ઉપાડતો નથી અને તેથી પુરુષાર્થ વગર તેને સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન થતું નથી. પુરુષાર્થ નહિ સ્વીકારનારનો ક્રમબદ્ધ પર્યાય નિર્મળ નહિ સ્વીકારનાર અનંત સંસારી છે અને પુરુષાર્થ સ્વીકારનાર નજીક મુક્તિગામી છે, ક્રમબદ્ધ અવસ્થાનો નિર્ણય કર્યો કે પુરુષાર્થવાદ કહો તે આ જ છે. પ્રશ્ન- જો ક્રમબદ્ધ પર્યાય જ્યારે જે થવાનો હોય તે જ થાય છે તો પછી વિકારીભાવ પણ થવાના હોય ત્યારે જ થયા છે ને? Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008321
Book TitleVastu Vigyana sara
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Sangh
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Art, M000, & M005
File Size518 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy