________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૭૩ દસ પ્રકારના પ્રાણથી જીવે છે જેમાં પાંચ ઇન્દ્રિય મનબળ, વચનબળ, કાયબળ, શ્વાચ્છોશ્વાસ અને આયુ એ દસ પ્રાણ છે. અહીં જીવની પર્યાયની યોગ્યતા છે તેને જીવ કલ્લામાં આવે છે.
(ર) અજીવ:- એક અજીવ તત્ત્વ છે. એ અજીવનો જે વિકલ્પ ઊઠે છે તે પોતે અજીવ તત્ત્વ છે.
(૩) આસ્રવ - મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ એ ચાર પ્રકારના આસ્રવ છે તે મલિન ભાવો છે-મલિન પર્યાયો છે.
(૪) સંવર:- મલિનપર્યાયોના રોકાવાથી સંવર થાય છે. સંવર એટલે નિર્મળ પર્યાય-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ. જે નિશ્ચય રત્નત્રયના પરિણામ, વીતરાગી પરિણામ તેનું નામ સંવર છે. શુદ્ધાત્માની પ્રાપ્તિ તેનું નામ સંવર છે.
(૫) નિર્જરા - નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ. આનંદની વૃદ્ધિ થાય તેનું નામ નિર્જરા છે.
(૬) બંધઃ- જે રાગમાં અટકે તેનું નામ ભાવબંધ છે.
(૭) એ બંધનો અભાવ થયો તેનું નામ મોક્ષ છે. –મોક્ષની પર્યાય તે પરિપૂર્ણ વીતરાગી પર્યાય છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય એ મોક્ષના પરિણામ છે. એ સાતેય તત્ત્વના પરિણામને સમૂહ કહ્યો. એકથી વધારે છે માટે સમૂહ.
એ સાતેય તત્ત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી.” જીવમાં જે ઇન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન થાય છે એ પરદ્રવ્ય છે. અને આ અજીવ છે એવો જે વિકલ્પ ઊઠે છે તે પરદ્રવ્ય છે. તેને વ્યવહારજીવ ન કહેતાં પરદ્રવ્ય કહ્યું. વ્યવહારનય તેને જીવ કહે છે તો વ્યવહારનયે જીવના પરિણામ તો ખરાં ને? આ શલ્ય રહી જતું 'તું તેથી તેને સમ્યગ્દર્શન નહોતું થતું એમ ટીકાકારને ખ્યાલ આવી ગયો એટલે તેઓ કહે છે કે
સાતેય પ્રકારના પરિણામ પરદ્રવ્ય હોવાને લીધે.” થવાને લીધે નહીં, હોવાને લીધે... આ અનાદિ અનંતની વાત છે.
ઋષભદેવ ભગવાનની વાણીમાં આવ્યું કે-સાતેય તત્ત્વ પરદ્રવ્ય છે. ભગવાન મહાવીરની વાણીમાં આવ્યું કે-સાતેય તત્ત્વ પરદ્રવ્ય છે. સાત તત્ત્વોના જે ભેદો પડે છે એ ભેદો બધા કર્મના સંગથી થાય છે માટે તે પરદ્રવ્ય છે. એ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી.
એ જે મૂળમાં “હેય” છે તેનો અહીં તરજૂમો કર્યો કે ખરેખર ઉપાદેય નથી. હવે તમે કોઈ જગ્યાએ વાંચો કે-સંવર, નિર્જરા ને મોક્ષને પ્રગટ કરવા માટે ઉપાદેય કહે તો ત્યાં એમ સમજવું કે આ વ્યવહારનું કથન છે. નિશ્ચયનયે તો તે પરદ્રવ્ય હોવાને કારણે એ ખરેખર ઉપાદેય નથી એટલે આશ્રય કરવા યોગ્ય નથી, લક્ષ કરવા યોગ્ય નથી, તેમાં આત્મબુદ્ધિ કરવા યોગ્ય નથી. એ જાણવા યોગ્ય પણ નથી. કેમકે પરદ્રવ્યને જાણતાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk