SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ સુવર્ણમય ઉદય થયો. જેમણે પોતાની દિવ્યામૃત ચૈતન્યરસીલી વાણી દ્વારા શુદ્ધાત્મસિંધુના અસ્મલિત સાતિશય શુદ્ધ પ્રવાહને વહેતો કર્યો. તેઓશ્રીએ જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતોને અતિ સ્પષ્ટપણે, અવિરુદ્ધતાપૂર્વક ભવ્યજીવોને ભવતાપવિનાશક પરમશાંતિ પ્રદાયક પ્રવચનગંગા દ્વારા તેઓશ્રી પોતાની સાતિશય વાણીથી રેલાવતા રહ્યા. વિરોધીઓના વિરોધનો પણ જંગલમાં ફરતા કેસરી સિંહની જેમ અધ્યાત્મના કેસરી સિંહ બની નિડરપણે છતાં નિષ્કારણ કરુણાવંત ભાવે સામનો કરી વિરોધીઓ પણ “ભગવાન આત્મા” છે તેવી દૃષ્ટિથી જગતના જીવો સમક્ષ અધ્યાત્મના સૂક્ષ્મ ન્યાયોને પ્રકાશિત કર્યા. શ્રી સમયસારજી શાસ્ત્ર પૂ. ગુરુદેવશ્રીના હાથમાં સંવત ૧૯૭૮ ના ફાગણ માસમાં આવ્યું. આ સમયસારજી હાથમાં આવતાં જ ઝવેરીની પારખુ નજર સમયસારના સૂક્ષ્મ ભાવો ઉપર પડી અને તેમાં દૃષ્ટિ પડતાં, સહજ જ અંતરના ઊંડાણમાંથી કરૂણાશીલ કોમળ હૃદય બોલી ઊઠયું. અરે! આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. અનાદિનો અપ્રતિબુદ્ધ જીવ પ્રતિબદ્ધ કેમ થાય તેનું સંપૂર્ણ રહસ્ય ને શુદ્ધાત્માનો સંપૂર્ણ ખજાનો આ શાસ્ત્રમાં ભરેલો છે. આ શાસ્ત્રનું રહસ્ય ખરેખર તો અધ્યાત્મ યુગપુરુષ પૂ. કાનજીસ્વામીના હાથમાં આ શાસ્ત્ર આવ્યા બાદ જ ચરમસીમાએ પ્રકાશિત ને પ્રદર્શિત થયું. ૪૫-૪૫ વર્ષ સુધી સુવર્ણપૂરીમાં “સોનગઢ” મુકામે અધ્યાત્મની હેલી નીતરતી ચાલી. પૂ. ગુરુદેવશ્રીએ ૧૯૭૮ થી ૧૯૯૧ (૧૩) વર્ષ સુધી ગુસમંથન કરી જ્ઞાનવૈભવનો સંપૂર્ણ નિચોડ આ શાસ્ત્રમાંથી શોધી કાઢયો અને ફરમાવ્યું કેછે સમયસાર તો દ્વિતીય શ્રુતસ્કંધનું સર્વોત્કૃષ્ટ સર્વોચ્ચ આગમોનું પણ આગમ છે. સમયસાર તો સિદ્ધાંત શિરોમણિ અદ્વિતીય અજોડ ચક્ષુ ને આંધળાની આંખ છે. છે સમયસાર તો સંસાર વિષવૃક્ષને છેદવાનું અમોઘ શાસ્ત્ર છે. છે સમયસાર તો કુંદકુંદાચાર્યથી કોઈ એવું શાસ્ત્ર બની ગયું. જગતના ભાગ્ય કે આવી ચીજ ભરતક્ષેત્રમાં રહી ગઈ. ધન્યકાળ ! છે સમયસારની એક એક ગાથા ને આત્મખ્યાતિ ટીકાએ આત્માને અંદરથી ડોલાવી નાખ્યો છે. સમયસારની આત્મખ્યાતિ જેવી ટીકા દિગંબરમાં પણ બીજા કોઈ શાસ્ત્રોમાં નથી. એના એક એક પદમાં કેટલી ગંભીરતા, ખોલતાં ખોલતાં પાર ન આવે એવી વાત અંદર છે. છે સમયસાર તો સત્યનું ઉદ્ઘાટન છે. ભારતનું મહારત્ન છે. જે સમયસાર જેના થોડા શબ્દોમાં ભાવોની અદ્ભુત ને અગાધ ગંભીરતા ભરેલી છે. છે સમયસાર તો ભરતક્ષેત્રનો પ્રવચનનો સર્વોત્કૃષ્ટ બાદશાહ છે. આ સાર શાસ્ત્ર કહેવાય. હજી સમયસાર તો જગતના ભાગ્ય, સમયસારરૂપી ભેટર્ણ જગતને આપ્યું. સ્વીકાર નાથ! હવે સ્વીકાર ! ભેટ પણ દે, એ પણ સ્વીકારે નહીં? છે સમયસાર તો વૈરાગ્યપ્રેરક પરમાર્થ સ્વરૂપને બનાવનાર વીતરાગી વીણા છે. છે સમયસારમાં તો અમૃતચંદ્રાચાર્યે એકલા અમૃત રેડ્યા છે અમૃત વહેવરાવ્યા છે.
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy