SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૪૪ ૪૪૫ સ્વરૂપને ) આત્મસંમુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના નયપક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાન-તત્ત્વને પણ આત્મસંમુખ કરતો, અત્યંત વિકલ્પરહિત થઇને, તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉ૫૨ જાણે કે ત૨તો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, ૫૨માત્મારૂપ સમયસા૨ને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યપણે દેખાય છે(અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. ભાવાર્થ:-આત્માને પહેલાં આગમજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇંદ્રિયબુદ્ધિરૂપ મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને, તથા શ્રુતજ્ઞાનરૂપી નયોના વિકલ્પોને મટાડી શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તેજ ‘સમ્યગ્દર્શન’ અને ‘સમ્યજ્ઞાન' એવાં નામ પામે છે; સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન કાંઇ અનુભવથી જુદાં નથી. ગાથા ૧૪૪ ઉપર પ્રવચન પક્ષાતિક્રાન્ત જ-નિશ્ચયે અબદ્ધ છું-મુક્ત છું એવો જે નયનો પક્ષ, વિકલ્પ એનાથી અતિક્રાન્ત સમયસાર છે, નયનો પક્ષ છે ઈ સમયસાર નથી. આહાહાહા ! ક્યાં જાવું એને ? (શ્રોતાઃ- ત્રિકાળીમાં ) પક્ષાતિક્રાન્ત જ સમયસાર છે એટલે ? હું આત્મા...બદ્ધ છું ને ઈ તો પ્રશ્ન છે જ નહીં આંહી હવે, એ વ્યવહા૨નો તો નિષેધ કરતા આવ્યા છીએ, એ આવી ગયું પહેલાં, આમાં આવી ગયું પહેલો કળશ છે એમાં આવી ગયું ને ? જુઓ ઈ જ આવ્યું જુઓ ? ( કળશ૭૦ ભાવાર્થ ) ‘આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ઘનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે’ પહેલા કળશમાં છે. આહાહા ! એ જ આંહી ગાથામાં છે. આંહીયા તો કહે છે, પ્રભુ આ તો શાંતિના મારગ છે બાપા ! આ કોઈ વિદ્વતાના ને ક્રિયાકાંડના ધમાલ ને એ કોઈ મારગ નથી. ભગવાન જ્ઞાનસ્વરૂપ એનો જે વિકલ્પ છે કે હું જ્ઞાન છું અબદ્ધ છું એવા વિકલ્પથી-પક્ષથી અતિક્રાન્ત એ સમયસાર છે, એમ નિયમથી ઠરે છે–એમ ચોક્કસ એ રીતે વસ્તુનું સ્વરૂપ નક્કી થાય છે એમ હવે કહે છે. એકસો ચુમાલીસ. सम्मदंसणणाणं एसो लहदि त्ति णवरि ववदेसं । सव्वणयपक्खरहियो भणियो जो सो समयसारो।।१४४।। સમ્યક્ત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે ‘સમયનો સા૨’ છે. ૧૪૪. ટીકાઃ– જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી-ખરેખર કેમ કીધું ? કે સૂક્ષ્મ અંદ૨ પણ જો નયપક્ષ રહી જાય તો ખરેખર નયપક્ષ રહિત નથી. સૂક્ષ્મ પણ અંદર, હું અબદ્ધ છું પૂરણ છું મુક્ત છું, એવો સૂક્ષ્મ પણ એક રાગનો અંશ રહે નહીં. આહાહા ! ખરેખર
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy