SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ (શ્રોતા-મહાવત જૈનમાં જ હોય છે.) મહાવ્રત-ફાવ્રતની આંહી વાત જ નથી..મહાવતે ય રાગ છે. આહાહા ! આંહી તો બીજો શબ્દ કહેવો'તો આ તો થોડા માણસ છે ને “ઘટ ઘટ અંતર જૈન વસે ઈશું એમ. “ઘટ ઘટ અંતર જિન વસે ઈ તો ઠીક, ઈ તો વસ્તુ પણ “ઘટ ઘટ અંતર જૈન વસે 'ઈ એ શું?“ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન” “મત્ત મદિરાકે પાનસો મતવાલા સમઝે ન.” –પોતાના મતમાં (હઠાગ્રહથી માને કે ) લ્યો, આણે બાયડી છોડીને આણે છોકરાં છોડ્યાં ને રાજ છોડ્યાં ફલાણું ફલાણું છે માટે એ ધર્મી નથી. આહાહા! જૈનપણું ઘટમાં છે. રમણિકભાઈ? આહાહા ! જેમ જિનપણું એ વસ્તુનું સ્વરૂપ જ “જિન” છે, વીતરાગી અકષાયી મૂર્તિ પ્રભુ છે, એ પણ ઘટમાં, અને તેની એકાગ્રતા (થવી) વિકલ્પ તોડીને એ પણ ઘટમાં, બહારમાં સાધન જોવા જાય તો હજારો રાણીઓ. મોટાં મકાનો. ચક્રવર્તી જેવાને તો બત્રીસ કવળનો આહાર જેનો એક કવળ છનું કરોડ પાયદળ પણ પચાવી શકે નહીં. છતાં તે જૈન છે. આહાહાહા! અને બહારના ત્યાગી છે, બધું છે મહાવ્રત પાળે છે, વસ્ત્રનો ટુકડોય નથી જોડે, પણ અંદરમાં એ રાગની ક્રિયા છે તે હું છું તે ધરમ છે, એ અજૈન છે. એ ઘટમાં અજૈન છે. બહારમાં ભલે આમ ત્યાગી-મહાવ્રત ને નગ્ન દેખાતો હોય. આહાહાહા ! એ આંહી કહ્યું. વીતરાગ સમયસાર થવાય, જોયું? આહાહા !ત્રિકાળી જ્ઞાયકભાવ પૂરણ આનંદનું હોવાપણું એને અનુભવવાથી વીતરાગતા પ્રગટ થાય છે, એ વીતરાગતા તે સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે. આહાહાહા ! કહેવાનો આશય તો બનારસીદાસને ઈ હતો, અમૃતચંદ્રાચાર્યને ય ઈ કહેવું છે. ઘટ ઘટ અંતર “જૈન” વસે, એમ કહેવાનો આશય છે કે તમે બહારની પ્રવૃત્તિ દેખશો માટે તેને સમકિત થયું એમ નહીં. ચક્રવર્તીને રાજ્ય હોય છે મોટું (છ ખંડનું ને) છનું હજાર સ્ત્રીને પણ અંદરમાં (ઘટમાં) જ્યાં વિકલ્પથી ભિન્ન પડી, જેવો ભગવાન જિનસ્વરૂપે છે તેવો જે અનુભવે છે, વેદે છે. તે જૈન છે. બહારમાં ભલે ચક્રવર્તીનું રાજ હોય ઈન્દ્રના ઈન્દ્રાસન હોય. આહાહા! “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન' પણ મત્તમદિરાકે પાનસોં પણ પોતાનો મત્ત ને મદિરા બસ, બહારનો ત્યાગ જોઈએ, ફલાણું જોઈએ, આમ જોઈએ, એ વિના ત્યાગી કહેવાય? એણે તો પોતાના મત્તના મદિરા-દારુ પીધાં છે. આહાહા ! અને ઈ બહાર ત્યાગી હોય બિલકુલ કપડાંનો ટુકડોય નહીં, પણ અંદરમાં જૈનપણું નથી, કેમકે જિનને પકડ્યો નથી, વિકલ્પ રહિત થયો નથી, તેથી તે જિન થયો નથી, તેથી તે જૈન થયો નથી. જિનને પકડયો નથી માટે તે જૈન થયો નથી. આહાહા! મુનિ હોય, નગ્ન હોય, હજારો રાણીઓ છોડે ને બેસે, જંગલમાં વસે વાઘ ને વરૂ જંગલમાં ત્રાડ નાખતા હોય ત્યાં બેઠો હોય. તેથી શું? આહાહા! મૂળ તળિયાને ન પકડ્યું તળને ચિદાનંદ વીતરાગમૂર્તિ પ્રભુ એને પકડતાં જે વીતરાગ દશા થાય, એને અહીં સમયસાર પામ્યો કહેવાય એ આત્મા પામ્યો કહેવાય એ જૈન થયો કહેવાય. અજૈનપણાનો નાશ કર્યો કહેવાય. આહાહા ! આવી વાતું છે. હવે, “જો આમ છે તો નયપક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે? કોણ એ રાગને છોડીને અનુભવ ન કરે એમ. એમ કહીને શ્રીમાન અમૃતચંદ્ર આચાર્ય નયપક્ષના ત્યાગની ભાવનાનાં ૨૩ કળશરૂપ કાવ્યો કહે છે :- ત્રેવીસ કળશ છે, જૈનપણુંનો અર્થ
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy