SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૩૦-૧૩૧ ૩૫૫ શરીરની જડ અવસ્થા છે. એ તો માટી છે. તો માટી–ધૂળ એની કેવી અવસ્થા થવી એ જડથી થાય છે. આપણાથી નહિ. આહાહા ! સ્વયં જ ઉધમી થઈ નથી પરિણમતા છે અહીંયા નીચે? અપરાધી જ છે. છતાં પણ તેઓ રુચિપૂર્વક નથી કરતાં. જ્ઞાનીને રુચિ નથી રાગની પણ કમજોરીથી રાગ આવે છે. એને જાણે છે. જડ દ્રવ્ય કર્મ આત્માની ઉપર લેશ માત્ર પણ જોર કરી શકતા નથી. પણ એવું સમજવું કે આ વિકારી ભાવોના થવાથી પણ સમ્યકર્દષ્ટિ મહાત્માની શુદ્ધાત્મ દ્રવ્યદૃષ્ટિમાં કિંચિત પણ કમી નથી. સમ્યકષ્ટિ ધર્મી જીવને આત્માની રુચિ આનંદની રુચિ થઈ છે. સમ્યકષ્ટિ મહાત્માની શુદ્ધાત્મદ્રવ્ય રુચિમાં કિંચિત પણ કમી નથી આવી. માત્ર ચારિત્ર આદિ સંબંધી નિર્બળતા છે. રાગ આવે છે એવો આશય બતાડવાને માટે આમ કહ્યું છે. જ્યાં જ્યાં કર્મની બળવતા-કર્મની જબરજસ્તી કર્મનું જોર બતાવવાનું કથન આવે ત્યાં-ત્યાં એવો આશય સમજવો કે પરના કારણથી થતું નથી. કર્મ તો જડ છે. આપણી કમજોરીથી રાગ આવે છે. પણ પોતાના સ્વરૂપમાં રહી શકતા નથી સ્થિર જ્ઞાતા દેષ્ટાનું તો ભાન છે. પણ સ્થિર રહી શકતા નથી તો (અસ્થિરતા)નો રાગ આવે છે. તો એને જાણે છે. પણ પોતાનો માનીને એને કરતાં નથી. આહાહા ! કેટલી શરતું! કેટલા ભાવ!ભાઈ આવું છે પ્રભુ! વીરનો મારગ છે શૂરાનો કાયરનાં કામ નહીં. આંહી પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવ, એનો સમ્યકદર્શનનો મારગ અલૌકિક છે. આહાહા! કહે છે, ધર્મીને તો સમ્યકષ્ટિ મહાત્માની, સમ્યકષ્ટિને મહાત્મા કહ્યા. આહા! શુદ્ધાત્મા દ્રવ્ય રુચિમાં કિંચિત પણ કમી નહિ. ચારિત્રનો દોષ છે. એને જ્યા-જ્યાં કહેવામાં એવું આવ્યું છે. કર્મની બળવતા (કહી છે.) બાકી કર્મની બળવતાથી થતાં નથી. પોતાના અપરાધથી એ થાય છે. આહાહા ! શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી ( હતા.) તીર્થંકર ગોત્ર બાંધતા હતા. પણ મૃત્યુ વખતે જરી ઝેરી હીરો ચૂસ્યો દેહ છુટી ગયો. પણ એ તો ચારિત્રનો દોષ છે. સમકિતનો દોષ નથી. રાગની રુચિ નથી પણ રાગ આવ્યો. અસ્થિરતાનો તો એ દોષ ચારિત્રનો છે. દેહ છૂટીને નર્કમાં ગયા. આયુષ્ય નર્કનું બંધાયું. સમકિતી છે. તીર્થકર ગોત્ર બાંધ્યું છે. ત્યાં પણ તીર્થકર ગોત્ર બાંધે છે. આગામી ચોવીસીમાં ત્યાંથી નિકળીને શ્રેણીકરાજાનો જીવ સમકિતી હતો. વ્રત ચારિત્ર ન હતા પણ સમકિતના પ્રતાપથી ભવિષ્યના પહેલા તીર્થકર થશે. વ્રતચારિત્ર હતા નહિ. છતાં આગામી ચોવીસીમાં ભરતક્ષેત્રમાં પહેલાં તીર્થંકર થશે. એ સમકિતનો આવો મહિમા છે. અને મિથ્યાત્વનો એવો મહિમા છે કે મુનિ થઈને પણ રાગને પોતાનો માને તો એ મિથ્યાત્વી મરીને સ્વર્ગમાં જાય પણ ત્યાંથી નીકળીને તિર્યંચ થઈને નર્કમાં નિગોદમાં જશે. આહાહા ! સમજાણું કાંઈ? આકરી વાત છે. જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. છે? જ્ઞાતૃત્વનું ઉલ્લંઘન કરીને પરિણમતા નથી- ધર્મી જ્ઞાતાપણાનું ઉલ્લંઘન કરીને રાગમાં પરિણમતા નથી. આહાહાહા ! કર્તા નથી. આહા ! જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. આત્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમાં ધર્મીની દૃષ્ટિ-સમ્યકષ્ટિની સદા રહે છે. એની દૃષ્ટિમાં રાગ આવતો નથી–રાગ આવે છે તો એની દૃષ્ટિનો
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy