SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ 4) C શ્લોક-૬૭ ) (અનુકુમ). ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवन्ति हि। सर्वेऽप्यज्ञाननिर्वृत्ता भवन्त्यज्ञानिनस्तु ते॥६७।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે - શ્લોકાર્થ:- [જ્ઞાનિનઃ] જ્ઞાનીના [સર્વે ભાવ:] સર્વ ભાવો [ જ્ઞાનનિવૃત્તા: દિ] જ્ઞાનથી નીપજેલા (-રચાયેલા )[ મવત્તિ]હોય છે[1] અને [ જ્ઞાનિનઃ] અજ્ઞાનીના [સર્વે જે તે] સર્વ ભાવો [૩જ્ઞાનનિવૃત્તા:] અજ્ઞાનથી નીપજેલા (-રચાયેલા) [ ભવન્તિ] હોય છે. ૬૭. શ્લોક-૬૭ ઉપર પ્રવચન ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवन्ति हि। सर्वेऽप्यज्ञाननिर्वृत्ता भवन्त्यज्ञानिनस्तु ते।।६७।। શ્લોકાર્થ :- જ્ઞાની નામ ધર્મીને સમસ્ત ભાવ જ્ઞાનથી રચાયેલા હોય છે. હું જ્ઞાતા છું, હું દેષ્ટા છું-આનંદ છું-શાંતિ છું-વીતરાગ છું એવા ભાવ જ્ઞાનીને હોય છે. આહાહાહા ! ચાહે તો ચોથા ગુણસ્થાને સમકિતી હો, પણ એમને તો શ્રદ્ધા-જ્ઞાન-શાંતિ વીતરાગપરિણામ છે, એ જાત એની છે. આહાહા ! છે? જ્ઞાનીના તો સમસ્ત ભાવો-સર્વ ભાવો જ્ઞાનથી રચાયેલા હોય છે. જ્ઞાનથી રચાયેલા-શાંતિથી રચાયેલા–વીતરાગભાવથી રચેલા-આનંદથી રચેલા ભાવ હોય છે. આહાહાહા ! એનું નામ જ્ઞાની અથવા ધર્મી કહીએ. અજ્ઞાનીના સમસ્ત ભાવ અજ્ઞાનથી રચાયેલાં હોય છે-અજ્ઞાનીના સર્વ ભાવ-ચાહે તો દયાદાન-વ્રત-ભક્તિ-તપ કરતા હોય પણ એ બધો રાગ ને અજ્ઞાનમય છે એને પોતાના માનીને એમાં પડયા છે, અજ્ઞાનજાતિના ભાવ છે બધા. આહાહાહાહા ! હવે આ અર્થને દૃષ્ટાંતથી દેઢ કરે છે, હવે કુંદકુંદાચાર્ય દૃષ્ટાંત કહે છે. આ માર્ગ સમજવા માટે કાં તો વીતરાગ સંસ્કાર જોઈએ અને કાં તો વીતરાગી સંત જોઈએ. બાકી એ સિવાય આ માર્ગ બહુ ઝીણો છે; (પોતાની મેળે સમજી લે તેમ નથી). કાં તો સમ્યગ્દષ્ટિ જોઈએ, કાં એને પૂર્વના કોઈ સંસ્કાર જોઈએ; તે વિના આ તો બેસે એવી નથી. એ વસ્તુસ્થિતિ છે. (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૨૦૪, નિયમસાર ગાથા-૮૩)
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy