SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૯૫ * . ગાથા-૯૫ ) ** ) तिविहो एसुवओगो अप्पवियप्पं करेदि धम्मादी। कत्ता तस्सुवओगस्स होदि सो अत्तभावस्स।।९५ ।। त्रिविध एष उपयोग आत्मविकल्पं करोति धर्मादिकम्। कर्ता तस्योपयोगस्य भवति स आत्मभावस्य।।९५।। एष खलु सामान्येनाज्ञानरूपो मिथ्यादर्शनाज्ञानाविरतिरूपस्त्रिविधः सविकारश्चैतन्यपरिणामः परस्परमविशेषदर्शनेनाविशेषज्ञानेनाविशेषरत्या च समस्तं भेदमपहत्य ज्ञेयज्ञायकभावापन्नयोः परात्मनोः समानाधिकरण्येनानुभवनाद्धर्मोऽहमधर्मोऽहमाकाशमहं कालोडहं पुद्गलोडहं जीवान्तरमहमित्यात्मनो विकल्पमुत्पादयति; ततोऽयमात्मा धर्मोऽहमधर्मोऽहमाकाशमहं कालोऽहं पुद्गलोऽहं जीवान्तरमहमिति भ्रान्त्या सोपाधिना चैतन्यपरिणामेन परिणमन तस्य सोपाधिचैतन्यपरिणामरूपस्यात्मभावस्य कर्ता स्यात्। હવે એ જ વાતને વિશેષ કહે છે હુંધર્મ આદિ' વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે, ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯૫. ગાથાર્થ-[ ત્રિવિધ:]ત્રણ પ્રકારનો[N:][૩૫યો 1:3ઉપયોગ[ ધર્માલિમ્] હું ધર્માસ્તિકાય આદિ છું એવો [ માત્મવિનં] પોતાનો વિકલ્પ [ રોતિ] કરે છે; તેથી [સ:] આત્મા [તસ્યઉપયો/ચ]તે ઉપયોગરૂપ[શાત્મમાવસ્ય] પોતાના ભાવનો [વર્તા] કર્તા [ મવતિ] થાય છે. ટીકા-ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી (લીનતાથી) સમસ્ત ભેદને છુપાવીને શેયજ્ઞાયકભાવને પામેલાં એવાં સ્વ-પરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી, હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુગલ છું, હું અન્ય જીવ છું' એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે; તેથી, ‘હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુગલ છું, હું અન્ય જીવ છું એવી ભ્રાંતિને લીધે જે સોપાધિક (ઉપાધિ સહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા તે સોપાધિક ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. ભાવાર્થ-ધર્માદિના વિકલ્પ વખતે જે, પોતે શુદ્ધ ચૈતન્યમાત્ર હોવાનું ભાન નહિ રાખતાં, ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે તે પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે.
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy