SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ગાથાર્થ [ત્રિવિધ:] ત્રણ પ્રકારનો [ps:] આ [ ૩૫યો :] ઉપયોગ [મદમ :] “હું ક્રોધ છું એવો [માત્મવિવં] પોતાનો વિકલ્પ [ રોતિ] કરે છે; તેથી [સ:] આત્મા [તસ્ય ઉપયોગ] તે ઉપયોગરૂપ [શાત્મમાવસ્ય] પોતાના ભાવનો [વર્તા] કર્તા [ ભવતિ] થાય છે. ટીકાઃ- ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાનઅવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી સમસ્ત ભેદને છુપાવીને, ભાવ્યભાવકભાવને પામેલાં એવાં ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી (-જાણે કે તેમનો એક આધાર હોય એ રીતે) અનુભવન કરવાથી, ‘હું ક્રોધ છું' એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે; તેથી ક્રોધ છું' એવી ભ્રાંતિને લીધે જે સવિકાર (વિકારસહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા તે સવિકાર ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. એવી જ રીતે ક્રોધ” પદ પલટાવીને માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસન અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં; અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં. ભાવાર્થ- અજ્ઞાનરૂપ એટલે કે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું જે સવિકાર ચૈતન્યપરિણામ તે પોતાનો અને પરનો ભેદ નહિ જાણીને “હું ક્રોધ છું, હું માન છું' ઇત્યાદિ માને છે; તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે. પ્રવચન નં.૧૮૭ ગાથા-૯૪ સોમવાર, મા સુદ-૯, તા. ૫/૨/'૭૯ હવે ૯૪ ગાથા-હવે પૂછે છે કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય? કર્મ એટલે રાગદ્વેષ હોં અહીંયા કર્મ એટલે જડને પછી નાખશે પણ અહીંયા તો કર્મ એટલે પુણ્ય ને પાપનો ભાવ, એ દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ, તપ એનો જે વિકલ્પ ઉઠે છે, તેને અહીંયા રાગ કહે છે. એ અજ્ઞાનથી રાગ કઈ રીતે ઉત્પન્ન થાય? એટલે કર્મ શબ્દ અહીંયા રાગરૂપી કાર્યની વાત છે, પછી બધા બોલ લેશે, રાગ, દ્વેષ, ક્રોધ માન માયા લોભ, શરીર–વાણી મન બધાં. આહાહા ! શિષ્ય પૂછે છે, પ્રભુ અજ્ઞાનથી રાગદ્વેષની ક્રિયા કઈ રીતે ઉત્પન્ન થાય છે? આવી શિષ્યની જિજ્ઞાસા છે, આહા! કેમ કે રાગ અને દ્વેષ, પુણ્ય ને પાપ તો આત્માની પર્યાયમાં થાય છે. તો એ તો આત્માનું કાર્ય છે, ત્યારે તમે કહો છો કે એ અજ્ઞાનથી ઉત્પન્ન થતું રાગદ્વેષનું કાર્ય છે, તો શી રીતે છે એ? આહાહા ! છે? શિષ્યનો પ્રશ્ન છે હોં માથે, “કથમજ્ઞાનાત્કર્મ પ્રભવતીતિ ચે” સંસ્કૃત છે ઉપર. આહાહા! રાગથી ભિન્ન પડયો ભગવાન આત્મા, એને તો રાગનું કર્મ અને કર્તા (પણું) ઉત્પન્ન થતું નથી, રાગનો કર્તા ને રાગ મારું કાર્ય વ્યવહારરત્નત્રય, દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રત આદિનો રાગ, મહાવ્રતનો રાગ, એ રાગનો જ્ઞાની કર્તા થતો નથી, કેમ કે રાગથી ભિન્ન મારી ચીજ છે, એ તો જ્ઞાન ને દર્શનના પરિણામને કરે, રાગને
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy