SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧00 ૧૫૧ છે. નિમિત્તકર્તા નહિ, આવું છે. આહાહા ! અરે પરમ સત્ય પ્રભુ એ કાને ન પડે પ્રભુ તારું શું થાય? આહાહા.... એ અબજોપતિ જેને આ સત્ય કાને પડ્યું નથી એને તો વિચાર કયાંથી આવે કહે છે. આહાહા! એ મરીને માંસ આદિ ન ખાતા હોય તો પશુમાં જાય, ગધેડા ને ગધેડી થાય, કાં ગાયનું બચ્ચું, બકરીનું બચ્ચું. આહાહા.... પ્રભુ! પ્રભુ! આ મારગ આવો ભાઈ. આહાહા! કેમકે ત્યાં ક્ષણે ને પળે રાગ ને જોગનો કર્તા થાય, પરનો તો કર્તા નહિ. એ મિથ્યાત્વના પોષણમાં, અનંતા જનમમરણ નિગોદના કરવાની તાકાત છે એમાં, ભાઈ ! ભવ અને ભવના ભાવ વિનાનો તું પ્રભુ. શું કીધું ઈ ? ચાર ગતિના ભવો અને એનો ભાવ રખડવાનો એ ભાવ ને ભવ વિનાનો તું છો. એવી જેને ખબરું નથી. એવું જેને જ્ઞાન નથી, તે રાગ અને પુણ્યના પરિણામમાં હું કર્તા છું એનો. દયાના પરિણામનો કર્તા છું, દયા કરી શકતો તો નથી એ તો કીધું ને, એ તો ત્યાં દયાનું કાર્ય તો ત્યાં થયું છે, એનું આયુષ્ય ને શરીર હતા રહેવાનાં એ તો ત્યાં થયું છે એ કાર્ય છે, પણ આ કહે કે હું આંહીં આવ્યો માટે બચ્યો એ મિથ્યાદેષ્ટિ માને છે પણ જ્ઞાનીને વિકલ્પ આવ્યો, પણ એ વિકલ્પનો ય કર્તા નથી, સામાનું પોતાના જ્ઞાનમાં વિકલ્પ આમ નિમિત્ત થાય જાણવામાં અને તે કાર્ય થયું તે પણ અહીં જાણવામાં નિમિત્ત થાય કારણકે સ્વપરપ્રકાશક પર્યાય પોતાથી પ્રગટી છે, એમાં એ નિમિત્ત કહેવામાં આવે છે. ઝીણું બહુ ભાઈ ! આજ તો બહુ ઝીણું આવ્યું. આ તો ત્રણ દિ'થી હાલે છે. દ્રવ્યદૃષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઇ દ્રવ્યનું કર્તા નથી. “પરંતુ પર્યાયષ્ટિથી જોયું”, પર્યાયષ્ટિથી એટલે અજ્ઞાની રાગ ને જોગનો કર્તા થાય એ પર્યાયદેષ્ટિથી, કોઇ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે, કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે. આહાહા ! સમજાણું કાંઈ? તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્તકર્તા કહેવાય, અજ્ઞાનીના. એમ લીધું ને, આ તો કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે, એટલે અજ્ઞાન વખતે, શું કીધું ? અજ્ઞાન વખતે જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી એ કોઇ વખતે કોઇ અન્ય દ્રવ્યના પર્યાયમાં એ કોઇ વખતે એટલે કે રાગનો કર્તા થાય છે, એ અજ્ઞાનદશાવાળો એ વખતે, આ તો ઓગાળવા જેવું છે બાપુ! આહાહાહા ! હમણાં એક ભાઈ સાંભળ્યું'તું મગજ ફરી ગયું'તું જરી ઓલા જમનાદાસ નહીં. મગજ અસ્થિર થઇ ગયું છે ને લૂગડાં કાઢી નાખે છે ને નગ્ન થઈ ગયો, હું સાધુ થઇ ગયો, મને કેવળ થાશે એમ બકતા'તા આહાહા.... આ વાત જેને પરમાં બહુ લઢણ હોય છે ને મગજ ઠેકાણે ન રહે પછી. આહાહા ! એટલે કે દ્રવ્યનો પર્યાય કોઇ વખતે એટલે કે અજ્ઞાન વખતે કોઇ અન્ય દ્રવ્યના પર્યાયનો નિમિત્ત થાય છે, તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્તકર્તા કહેવાય, નિમિત્ત થાય છે ને? તેથી નિમિત્તકર્તા કહેવાય છે. આહાહાહા! શું ભર્યું છે, કુંદકુંદાચાર્ય અને એમના ટીકા કરનારા અમૃતચંદ્રાચાર્ય ગજબ વાત છે! “પરમાર્ગે દ્રવ્ય પોતાના જ પરિણામનો કર્તા છે”, એ રાગ ને જોગનો કર્તા પોતે છે, અન્યના પરિણામનો તો અન્ય દ્રવ્ય કર્તા નથી. અન્યના પરિણામનો તો અન્ય દ્રવ્ય કર્તા નથી. સમજાણું કાંઇ? એ અજ્ઞાન વખતે રાગનો કર્તા થાય તે કાળે તે કાર્યકાળ તો ત્યાં છે, તેને એ અજ્ઞાન કોઈ
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy