SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧OO ૧૨૯ ઓળખીતા થયા. આ સોમી ગાથા વાંચતા સંપ્રદાયમાં હતા તે દિ' તો ૯૧ નો માગશર મહિનો આ ૧૦૦ મી ગાથા ચાલતી'તી સંપ્રદાયમાં પણ આ વાંચતા'તા ને અમે તો. એ પ્રાણજીવન દાકતર, મહારાજ આ તમે ન્યાયથી આ વાત કરો છો એ તમારે ન્યાયમાં કામ આવશે મારા દવાખાને જોવા આવો એક છ લાખનો સંચો છે ત્યાં જામનગર, શું કહેવાય છે ? સોલેરિયમ, સોલેરિયમ છ લાખનો સંચો છે જામનગર તે દિ' છ લાખનો હોં, ૯૧ની વાત છે, અત્યારે એને ય ચાલીસ વરસ થઇ ગયાં. એ ય આખો સંચો હાલે આમ બધા ગુમડા બુમડા હોય ને છોકરાવને એને સૂર્યના કિરણો લગાડીને આમ કરે સંચો જોયો'તો ત્યાં એ બધા સંચો હલવું ને આમ કરે તો સંચો હાલેને એ કાર્ય આત્માનું છે? આ ગાથા ચાલતી'તી દાકતર આવતા'તા બધા આવતા'તા મોટો મહેરબાનજી ત્યાં પારસી, દાકતર હતો દાકતર નહિ, દિવાન, મહેરબાનજી દિવાન હતો ત્યાં એ ય વ્યાખ્યાનમાં આવતો'તો બધા આવે તો ખરા, બધા મોટા નામ ધરાવનારા ! સમજે નહિ કાંઇ. આહાહા... મહેરબાનજી પારસી હતા, આમ લૌકિક નીતિવાળો હજારનો પગાર હતો (બસો વધારી) દરબારે બારસો કરી દીધા. હજારનો પગાર હતો આ ૯૧ની વાત છે હોં ૯૧ પહેલાંની વાત છે ૯૦. હજારના બારસેં કર્યા, જોયું કે આ બારર્સે કર્યા કોણે ? મને પૂછયા વિના કર્યું કોણે આ? સાહેબ, દરબારે. દરબારે કર્યું એટલે શું? દરબારના કામ હોય તો હું કાંઇ પોચા કરું, બીજા કરું માટે આ બમેં ભર્યા, કાઢી નાખો બર્સે એ ય એવો હતો મહેરબાનજી પારસી હતો. આવતો વ્યાખ્યાનમાં આવતો એનો છોકરો આવતો વ્યાખ્યાનમાં બમેં ભરીને તમારે એમ કરવું છે કે રાજ્યનું કામ આવે તો મારે કાંઇ ઢીલું બીજું કરવું, હું એ નહિ કરી શકું. હું તો રૈયતનું કામ જે કાયદેસર હશે એટલે રાજ્યનું કરીશ, બર્સે રૂપિયા કાઢી નાખ્યા. તે ઓલા દરબારે ચડાવેલા કાઢી નાખ્યા. એ બિચારા સાંભળવા આવતા પણ આ ૧૦૦ મી ગાથા ઝીણી બહુ હોય. આહાહાહા ! એ બહારના કોઇપણ કાર્યનો કર્તા આત્મા તો નથી, કેમ કે તે કાર્ય તે કાળે તેનાથી નિશ્ચય થવાનું હતું તે થયું, તે કાર્યના કાળમાં આત્માને નિમિત્ત ને નૈમિત્તિક એટલો સંબંધ તો કહેવો કે નહિ. નહિ? દેવીલાલજી ! તેને કરતો નથી કારણ, નિમિત્તનૈમિત્તિક પણ નહિ. આહાહાહા ! અરેરે! ભગવાન ત્રણ લોકના નાથ તીર્થંકરદેવનો પોકાર જગત પાસે છે આ. આહાહા ! કારણ નિમિત્તનૈમિત્તિકપણે નથી કરતો, કારણકે જો એમ કરે તો નિત્ય કર્તુત્વનો પ્રસંગ આવે, તો જગતની અવસ્થા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં આત્માને રહેવું જ પડે હાજર, આત્મા તેનાથી છૂટો પડી શકે નહિ. આહાહાહા ! શું ન્યાય લોજીક ન્યાયથી સિદ્ધ કરે છે. નિરાળો એ માર્ગ છે પ્રભુનો નિ' ધાતુ છે, “નિ' નામ જેવું સત્ય સ્વરૂપ છે તેમાં દોરી જવું જ્ઞાનને એનું નામ ન્યાય. આહાહા.... શું કીધું સમજાણું? કાર્યકાળે કાર્ય પરમાણું જડમાં થવાકાળે તેનું થશે, તેમાં આત્મા તેને કરી શકે નહિ. એક વાત. પણ થવા કાળે થાય તેમાં આત્માને નિમિત્ત કહેવો કે નહિ? આહાહાહા ! જુદી ચીજ છે એટલો નિમિત્ત તો કહો, કે ભાઈ, આ એક છે નિમિત્ત આમાં? થયું છે તેના કાળે તે કાર્ય, સમજાણું કાંઈ? કહો શાંતિભાઈ ! બધું સાંભળ્યું છે, હું કરૂં હું કરું આખો દિ' બધું હોય છે ત્યાં
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy