SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આકરું કામ છે. ( શ્રોતાઃ- આકરું બહુ છે ! ) હૈં ? કીધું ને ગુલાબચંદજી ને રતનચંદજીને વાત થઈ અંદર, રતનચંદજીના ગુરુ શતાવધાની, નેવુંની સાલ ચોટીલાના ઉપાશ્રયમાં મેડા ઉ૫૨ કીધું, કે જો ભાઈ, ‘જ્ઞાનક્રિયાભ્યાંમોક્ષ' તે આ નહીં. એ કહે પણ આપણે તો એમ કહીએ છીએ ને અત્યાર સુધી કે શાસ્ત્રજ્ઞાન તે જ્ઞાન, દયા પાળવી ને વ્રત કરવા એ ક્રિયા (તેનું નામ જ્ઞાનક્રિયાભ્યાંમોક્ષ; ) એમ નથી કીધું ભાઈ ! ત્યારે તો હું આમાં (સ્થાનકવાસીમાં ) તો, ચોટીલા, (કીધું કે ) એમ નથી, ત્યારે ? અહીં રાગ વિનાનું આત્માનું જ્ઞાન તે જ્ઞાન અને એ જ્ઞાનમાં રમણતા, તે ક્રિયા–તે ચારિત્ર, તે ‘જ્ઞાનક્રિયાભ્યાંમોક્ષ;' વાત તો સાચી લાગે છે કીધું (એણે ) બિચારો ન૨મ માણસ હતો, પંચાવન વરસની દીક્ષા તે દિ' તો આંહી હજી આમ નેવું (વ૨સ થયા ) એટલે મારે તો વીસને એક, બેંતાલીસ તેંતાલીસ વરસનો ( ફરક ) હતો, એની તો પંચાવન વરસની દીક્ષા, વાત સાચી લાગે છે કહે, બે વાત થઈ'તી ખાનગી હોં! બીજી વાત આ થઈ’તી કે શાસ્ત્રમાં પ્રતિમા છે, એ બત્રીસસૂત્રમાં પૂજા છે–પ્રતિમા–મૂર્તિ છે. ( એ કહે ) છે, એ ખબર છે મને, પણ શું કરીએ હવે, જાવું કયાં મારે ? જો શિષ્ય વાંચશે તો મારી શ્રદ્ધા નહિ રહે એને ! રતનચંદજીના, શતાવધાની હતા ને એનાં ગુરુ હતા આ, અને રતનચંદજીનેય અંદ૨ હતી, એક શબ્દકોષ બનાવ્યો છે એમાં ‘ચૈતન્ય’ જ્યાં શબ્દ આવ્યો ચૈત્ય, ત્યાં પ્રતિમા એનો અર્થ ન કર્યો એણે, ( મેં ) પૂછ્યું આમ કેમ ? તો કહે કે, ન કહેવાય, ચૈત્યનો અર્થ પ્રતિમા થાય છે. એ પણ શેમાં હું શું કરું ? કહે આ ( કહેવાય ) ? બહુ માની–સંપ્રદાયની દૃષ્ટિ છોડવી–એમાંથી નીકળવું ઈ ભારે ! અહીં તો મેં તો છોડીને ‘ગમે તેમ થાવ’ કીધું ભાઈ હું તો છોડી દેવાનો છું, મોટા ભાઈને કીધું'તું ખુશાલભાઈને સત્તાસીમાં, ‘અહીં એકાણુંમાં પરિવર્તન કર્યું' –એ પહેલાં ચાર વર્ષ પહેલાં વીંછીયા મોટાભાઈને કીધું, ભાઈ, હું આમાં ૨હેવાનો નથી આ માર્ગમાં, આ માર્ગ નથી. માર્ગ બીજો છે. તમે દીક્ષા આપી મોટા ધામધૂમે પાંસઠ–છાસઠ વર્ષ પહેલાં, અઢારસો રૂપિયા ખર્ચીને ઘ૨ના હોં ! ઘરે (દીક્ષા ) લીધી'તી દીક્ષા ઉમરાળે, આ દીક્ષા નહીં-આ સાધુપણું નહીં (શ્રોતાઃ- ખરી ક્રાંતિ લાવી !) ના ભાઈને પ્રેમ હતોને બહુ ભાઈ ! મહા૨ાજ આપની ખ્યાતિ બહુ છે તો હળવે-હળવે કરજો, એકદમ કરશો નહીં. પછી એમની હયાતીમાં જ અહીંયા એકાણુમાં હિરાભાઈનું મકાન છે ને ત્યાં છોડયું ! મકાન ત્યાં છે ત્રણ વ૨સ ત્યાં રહ્યા'તા ને જંગલમાં મકાન છે, એમની હયાતીમાં, પોતે ભાઈ અહીંયા જ રહેતા, નિવૃત્ત થઈને, દુકાન છોડી દીધેલી દિકરા-દિકરી નહોતા એટલે પછી અહીં જ રહેતા, ગુજરી ગયા ત્રાણુંમાં ! બાપુ મારગડા જુદા ભાઈ કીધું. આવી પડયો ‘આમાં’ કીધું હું હવે હું નહિ રહી શકું આમાં ! ચીમનભાઈ ? આ તો સત્તાસીની વાત છે, વીંછીયામાં કહ્યું ' તું. ( શ્રોતા:- અમારે માટે જ થયું પરિવર્તન !) માર્ગ આ છે બાપા ! બાબુભાઈ જેવા અત્યારે આવ્યા છે સાંભળવા, મૂકીને બધું જુઓને ! એટલે આવ્યા છે ને સાંભળવા, આવ્યા એટલું તો બસ, એને ગોઠે છે ને ! મારગ આ છે બાપા શું કરીએ ? ( શ્રોતાઃ- પંદર દિવસ શાંતિથી સાંભળે તો ફરી જાય ) હા ફરી જાય ! આહાહા ! આ તો સત્ય છે, આ કયાં કોઈ પક્ષ છે. ભગવાન ત્રણલોકના નાથે પોકાર કરીને કહ્યું
SR No.008308
Book TitleSamaysara Siddhi 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy