SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૩૮ ૬૧૩ ઉદય ને તેમાં જોડાણ. આ સ્વભાવ તરફ જોડાણ થવું જોઈએ એ છોડી દઈને, એણે ભાવક જે મોહ, તેના તરફ જોડાણ કરીને, ભાવ્ય જે મિથ્યાત્વભાવ તે એને લઈને અજ્ઞાની હતો. આહાહાહાહાહા ! તે શ્રી ગુરુઓના ઉપદેશથી, આહાહા.... એ તો ઓલામાં આવ્યું છે ને? જીવ મરણતુલ્ય થઈ રહ્યો છે. ત્યાં એમ આવ્યું છે. જીવને મરણતુલ્ય કરી નાખ્યો છે કહે છે. દયા દાન વ્રતના પરિણામ, રાગથી મને લાભ થાય એ જીવને મારી નાખ્યો છે કહે છે. મરણતુલ્ય કર્યો છે, એમાં છે. એમાં પાછું એમ કહ્યું છે તીર્થકરના ઉપદેશથી તે સમજાવ્યું છે એમ છે. સમજાણું? (શ્રોતા:અઠ્ઠાવીસ) અઠયાવીસ, અઠયાવીસ (કળશ) શરૂઆત, શરૂઆત. આ રહ્યું જુઓ અઠયાવીસ પરંતુ કર્મ સંયોગથી ઢંકાયેલું હોવાથી મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું. ભગવાન જીવતી જ્યોત અંદર જ્ઞાન ને આનંદના નૂરના પ્રકાશના પંજવાળો, પણ એને મોહમાં રાગ મારો ને પુણ્ય મારું ને એવા ભાવથી એને મારી નાખ્યો એટલે જાણે હું છું જ નહીં અજીવ જ છે મારે તો બીજું કહેવું 'તું આંહી ગુરુનો ઉપદેશ છે ને! તે ભ્રાન્તિ પરમ ગુરુ શ્રી તીર્થકરનો ઉપદેશ સાંભળતાં મટે છે. અહીં તો આ. આહાહા ! ગુરુ પણ તીર્થંકરનો ઉપદેશ છે એ જ કહે છે. આહાહાહા ! ભગવાન જીવતી જ્યોત ચૈતન્ય જાગ્રત અવસ્થાથી ભરેલો ભગવાન એને મેં રાગ ને દયા-દાનના વિકલ્પથી ને નિમિત્તથી મને લાભ થાય, એમ કરીને પોતાના જીવતરની જ્યોતને એણે હણી નાખી. આહાહા ! એવી મિથ્યાત્વદશા, એ ભ્રાન્તિ મિથ્યાત્વ એટલે ભ્રાંતિ પરમગુરુ શ્રી તીર્થકર ત્રિલોકનાથ તીર્થંકરનો ઉપદેશ સાંભળતાં મટે છે. આહાહાહા ! સમજાણું? એ આંહી કહ્યું, ગુરુઓના ઉપદેશથી, અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો એથી પુરુષાર્થ કરતાં કાળલબ્ધિ પાકી ગઈ. આહાહા! અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું, પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું, આમ તો સ્વરૂપને શાસ્ત્રના ભણતરમાં આવ્યું'તું એને, અનંતવાર પણ એ પરમાર્થે જાણ્યું નહોતું. આહાહાહાહા ! સમ્યગ્દર્શન શું ચીજ છે એની મહત્તાની ખબર નથી લોકોને... એણે તો સાધારણ કરી નાખ્યું કે થઈ રહ્યું દેવગુરુની શ્રદ્ધા કરો, વ્રત કરો, ત૫ કરો, અપવાસ કરો મરી ગયા કરી કરીને એ તો ! (શ્રોતા:- વળી કહે ડરોમા, ડરોમા) હા, એ તો વળી ભદ્રિકપણે કહે. બહારમાં વ્રત લઈ લ્યો ને લૂગડાં છોડી દ્યો ને... (પોતાના સ્વરૂપને) પરમાર્થથી જાણ્યું કે હું એક છું, મૂળપાઠ છે ને? શુદ્ધ છું, અરૂપી છું એ ત્રણેય લઈ લીધા, અને દર્શનજ્ઞાનમય છું. ગાથાનો ભાવ લીધો, આવું જાણવાથી – આવું જાણવાથી (શ્રોતા:- સ્વસમ્મુખ થઈને જાણવાથી) મોહનો સમૂળ નાશ થયો – મોહનો સમૂળ” નાશ થયો, મૂળમાંથી મિથ્યાત્વનો નાશ થયો. આહાહાહા ! (શ્રોતા:- નાશ થયો તે થયું શું ) ભાવકભાવ ને યભાવથી ભેદજ્ઞાન થયું. ભાવકભાવ એટલે કર્મ ભાવક ને એના નિમિત્તથી થતી વિકારી પર્યાયો રાગ-દ્વેષની મિથ્યાત્વ આદિ એવો ભાવકભાવ અને શેયભાવ એટલે પર શેયો, એનાથી ભેદજ્ઞાન થયું. રાગથી અને શેયથી જુદો પડ્યો. આહાહાહાહા! પોતાની સ્વરૂપ સંપદા, પોતાની સ્વરૂપ સંપદા આનાથી જુદો પડ્યો, ત્યારે થયું શું? પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી. આહાહાહા! ભગવાન અનંત આનંદની લક્ષ્મી,
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy