SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૩૮ ૬૦૭ કહ્યું'તું ને કે સદાય જુદા, સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો મારા હવે મારા સ્વરૂપથી બહાર, છે ને ? અનેક પ્રકારની સ્વરૂપની સંપદા, એ પણ અનેક પ્રકા૨ની સ્વરૂપની સંપદાવાળા જગત છે. અનંત આત્માઓ, અનંત રજકણો હો જગતમાં કહે છે. આહાહા ! અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે, સમસ્ત ૫૨દ્રવ્યો સ્ફુરાયમાન છે, બધા અનંતા દ્રવ્યો છે, અસ્તિ ધરાવે છે, સ્ફુરાયમાન છે, પ્રગટ છે. આહાહા ! અનંત આત્માઓ, અનંત રજકણો, અસંખ્ય કાળાણુઓ, ધર્માસ્તિ, અધર્માસ્તિકાય ને આકાશ એ મારા સ્વરૂપથી, જુદા સ્વરૂપની સંપદાને ધરાવતા, આહાહાહા ! આહાહા ! એ પણ અસ્તિપણે બાહ્ય પદાર્થો પોતાની સંપદા વડે શોભાયમાનપણે રહેલાં છે. આહાહા ! એને કાંઈ મારી જરૂર નથી, એની મને જરૂર નથી. આહાહાહા ! એવો મારો ભગવાન પ્રતાપવંત રહ્યો થકો, પ્રતાપવંત વર્તતો થકો, આહાહાહાહા ! મને, જો કે બહા૨ અનેક પ્રકારની સ્વરૂપની સંપદાન એનાં સ્વરૂપની લક્ષ્મી પરમાણુની સ્વરૂપની લક્ષ્મી, આત્માના સ્વરૂપની લક્ષ્મી, સિદ્ધોની સ્વરૂપની લક્ષ્મી, અનંતા નિગોદના જીવોના સ્વરૂપની લક્ષ્મી, એના ( વડે ) સમસ્ત પદ્રવ્યો સ્ફુરાયમાન છે. એની સંપદા વડે તે સ્ફુરાયમાન છે. આહાહા ! મારા વડે એ નહીં, તેમ ઈશ્વ૨ કર્તા છે માટે તે શોભાયમાન છે એમ નહીં એમ કહે છે. આહાહાહા ! એ પણ પોતાના સ્વરૂપની સંપદા વડે કરીને, આહાહાહાહા ! ૫૨દ્રવ્યો સમસ્ત સ્ફુરાયમાન છે, તો પણ કોઈપણ ૫૨દ્રવ્ય ૫૨માણુમાત્ર પણ મા૨ાપણે ભાસતું નથી મને કહે છે. આહાહા ! ધર્મી જીવને, સમ્યગ્દષ્ટિ જીવને, આહાહા ! મારા સ્વરૂપના પ્રતાપવંતપણે રહ્યો, અને પ્રતાપપણે વર્તતા એવા મને, બહા૨ના સમસ્ત ૫દ્રવ્યો એની સંપદાથી સ્ફુરાયમાન છે, અસ્તિ છે, જેમ હું પોતે અસ્તિ છું એવા એ પણ અસ્તિ છે. છતાં આહાહા... કોઈપણ ૫દ્રવ્ય કોઈ૫ણ ૫૨દ્રવ્ય સિદ્ધ હો કે નિગોદ હો કે ૨જકણ હો કે અચેત સ્કંધ હો, આહાહાહા... સ્ત્રી હો કે એનું શરી૨ હો કે પંચપરમેષ્ઠિ હો. આહાહાહાહા ! એ એનાં સ્વરૂપની સંપદાથી સ્ફુરાયમાન છે. આહાહા ! મને હું એક આત્મા ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ, આહાહા.. મારી સ્વરૂપની સંપદાને અનુભવતાં, બધી સંપદાથી સ્ફુરાયમાન એ તત્ત્વો છે, એમાં કોઈપણ પરદ્રવ્ય, ૫૨માણુમાત્ર પણ, એક રાગનો કણ ને ૨જકણનો પદાર્થ, મારાપણે ભાસતું નથી. આહાહાહા... જુઓ ! આ સમ્યગ્દષ્ટિ ધર્માત્માના આત્માના અનુભવના લખણ. આહાહા ! આંહીયા ભલે ત્રણેય ભેગું લીધું છે, ત્રણેય ભેગું સમ્યગ્દર્શનમાંય દર્શનજ્ઞાન ચારિત્રમાં ત્રણેય ભેગું છે. અહીં પૂરણ લીધું છે. સમજાણું કાંઈ ? આહાહાહા ! ધર્મી જીવ અજ્ઞાની પ્રથમ હતો. આહાહા ! એને ગુરુએ સમજાવતાં એ પોતાના રટણમાં ગયો, આવ્યો, અને તેમાં સ્વરૂપની સંપદાને અનુભવી. આહાહા ! અરે, હું તો મારા પરમેશ્વરને ભૂલી ગયો હતો. આહાહા ! મારો પ્રભુ તો પૂર્ણાનંદથી બિરાજમાન છે અંદર. આહાહાહા ! એને મેં યાદ કરીને, સ્વરૂપની સ્મૃતિ કરીને આહાહાહા... યાદ કર્યો ક્યારે થાય ? કે એનો અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા થઈ હોય ત્યારે યાદ કર્યુ થાય. આહાહાહા ! એવો જે હું એને ( એવા
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy