SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૩૬ ૫૩૯ આ બધા પૈસાવાળા છે સાંઈઠ સીત્તેર લાખ રૂપિયા, ધૂળ ધૂળ હોં બધી. ( શ્રોતાઃ- અહીં તો ધૂળ કહો છો, ત્યાં રૂપિયા કહે છે ) નૈરોબીમાં તો બધા ઘણાં પૈસાવાળા છે, આપણા સાંઈઠ ઘર છે ને ? શ્વેતાંબર હતા દિગંબર થઈ ગયા હમણાં બધા પચીસ ત્રીસ વર્ષથી નૈરોબી ત્યાં ભાઈ જેઠ સુદી અગિયા૨સે પંદર લાખના મંદિરનું ખાત મુહૂર્ત કર્યું એ લોકોએ ભેગા થઈને. (શ્રોતાઃહવે આપને જાવાની તૈયારી ત્યાં ) એ તો હવે માંગે ત્યારે હવે શ૨ી૨ને નેવ્યાસી વર્ષ થયા શ૨ી૨ને નેવ્યાસી વર્ષ થયા હવે આ દેખાય ઠીક પણ અંદર હવે અંદ૨ ૮૯ વર્ષ થયા, ખોરાકના ઠેકાણાં ન મળે, ઉંઘના ઠેકાણાં ન મળે, દેખાવ સારો લાગે છે. માંગણી તો આવશે, કેમ અજીતભાઈ ? પંદર લાખનું મંદિર કરશે નૈરોબી, ત્યાં સાંઈઠ ઘર છે, શ્વેતાંબર બધા દિગંબર થઈ ગયા, અને સાત આઠ ઘર તો કરોડપતિ છે. બાકી બધા ઘર કોઈ સાંઈઠ લાખ કોઈ સીત્તેર લાખ કોઈ ચાલીસ લાખ, કોઈ પચાસ લાખ વીસ લાખ દસ લાખ એવા બધાય છે. ધૂળ ધૂળ બધી હોં. એય ! જેને વાસ્તુ શું કહેવાય એ ? ખાતમુહૂર્ત કર્યું જેઠ સુદ અગિયારસે આ રામજીભાઈ બેઠા તેમના ભાણેજ છે, એણે બે લાખ બે હજાર આપ્યા. આ રામજીભાઈ બેઠા. મનસુખભાઈની પાછળ, બે લાખને બે હજા૨, ફક્ત ખાતમુહૂર્તના આપ્યા મંદિરના પણ અહીં તો પહેલેથી કહીએ છીએ તારા બે લાખ શું પંદર લાખ કે કરોડ ખરચને એમાં રાગ મંદ કરે તો પુણ્ય છે, પણ ધર્મ નહીં. ( શ્રોતા:– છતાં લોકો બનાવે છે). જે ક્રિયા બનવાની હોય તે એને કા૨ણે બને છે, તે શું આનાથી બને છે મંદિર ? આ મંદિર શું રામજીભાઈએ બનાવ્યું છે આ ? પ્રમુખ તો એ હતા. ( શ્રોતાઃ- આપના પુણ્યથી થયું ) બાપુ આ તો પથ્થર ૫૨માણુઓ અજીવ છે. ભાઈ તને ખબર નથી એ અજીવની પર્યાય જે ક્ષણે થવાની તે તેનાથી થાય છે, બીજો કહે કે મારાથી બન્યું સૂંઢ છે. આહાહા... આવી વાતું છે બાપા. બેંગ્લોરમાં બાર લાખનું મંદિર થયું છે મુમુક્ષુઓએ કર્યું છે, બેંગ્લોર બાર લાખ, પંદર લાખ અત્યારે પંદર લાખ થઈ ગયા, જુઓ તો, થઈ ગયું છે અને આ તો થવાનું છે. એક જણે આઠ લાખ આપ્યા ભભૂતમલ શ્વેતાંબર દેરાવાસી આઠ લાખ અને એક જુગરાજજી સ્થાનકવાસી કરોડપતિ, ઓલો બે કરોડવાળો આ કરોડવાળો સ્થાનકવાસી મુંબઈમાં મહાવી૨ માર્કેટ એણે ચાર લાખ આપ્યા. બાર લાખનું મંદિર, કહ્યું બાપું તું બાર લાખ ખર્ચે માટે ધર્મ થાય એ વાતમાં માલ નથી. એ રાગની મંદતા શુભભાવ ક૨શે (તો ) પુણ્ય થાય. આહાહાહા ! આવી વાતું છે. આ લોકોએ હમણાં અઢી લાખ ત્રણ લાખ આપ્યાને અહીં, અહીંયા પોપટભાઈએ એમના બાપ ત૨ફથી વિશ્રામગૃહ પાંચ લાખનું થવાનું છે ને નવું. આંહી માણસ એટલું આવે છે કે જગ્યો માતી નથી. બે સોસાયટી તો થઈ હવે ત્રીજી સોસાયટી થવાની છે એમના તરફથી. પાંચ લાખ, અઢી લાખ એમના ને અઢી લાખ, જે પ્લોટ લે એને પાંચ હજાર આપવા પડે દસ હજા૨નો પ્લોટ કરશે, પાંચ પાંચ હજાર આપવાના, ત્રણ મહિના રહેશે, ત્રણ મહિના રહેવાનું એને. બહુ માણસ આંહી ઘણું માણસ આવે છે હવે માંય નહીં જગ્યો એટલું આવે છે. ત્રણ ત્રણ હજાર પાંચ પાંચ હજાર માણસ હમણાં બેનના ઓલામાં(જન્મદિને ) ત્રણ હજા૨ માણસ, શ્રાવણ વદ બીજ ક્યાંય માંય નહીં, પણ એ પણ એ બધી વસ્તુ બનવાની છે એને લઈને બને
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy