SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૨ [મોદનિર્મમā] મોથી નિર્મમત્વ [વૃત્તિ] કહે છે. ટીકા- નિશ્ચયથી, (આ મારા અનુભવમાં) ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ થઈને ભાવકરૂપ થતું જે પુદ્ગલદ્રવ્ય તેના વડે રચાયેલો જે મોહ તે મારો કાંઇ પણ લાગતાવળગતો નથી, કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવભાવનું પરમાર્થે પરના ભાવ વડે *ભાવવું અશક્ય છે. વળી અહીં સ્વયમેવ, વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવામાં ચતુર અને વિકાસરૂપ એવી જેની નિરંતર શાશ્વતી પ્રતાપસંપદા છે એવા ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવભાવ વડે, ભગવાન આત્મા જ જાણે છે કે પરમાર્થે હું એક છું તેથી, જોકે સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહનું (એકક્ષેત્રાવગાહનું) નિવારણ કરવું અશક્ય હોવાથી મારો આત્મા ને જડ, શિખંડની જેમ, એકમેક થઈ રહ્યાં છે તોપણ, શિખંડની માફક, સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે, હું મોટું પ્રતિ નિર્મમ જ છું; કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય (આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવો ને એવો જ સ્થિત રહે છે. (દહીં ને ખાંડ મેળવવાથી શિખંડ થાય છે તેમાં દહીં ને ખાંડ એક જેવાં માલૂમ પડે છે તોપણ પ્રગટરૂપ ખાટા-મીઠા સ્વાદના ભેદથી જુદાં જુદાં જણાય છે; તેવી રીતે દ્રવ્યોના લક્ષણભેદથી જડ-ચેતનના જુદા જુદા સ્વાદને લીધે જણાય છે કે મોહકર્મના ઉદયનો સ્વાદ રાગાદિક છે તે ચૈતન્યના નિજસ્વભાવના સ્વાદથી જુદો જ છે.) આ રીતે ભાવકભાવ જે મોહનો ઉદય તેનાથી ભેદજ્ઞાન થયું. ભાવાર્થ-આ મોહકર્મ છે તે જડ પુદ્ગલદ્રવ્ય છે; તેનો ઉદય કલુષ (મલિન) ભાવરૂપ છે; તે ભાવ પણ, મોહકર્મનો ભાવ હોવાથી, પુદ્ગલનો જ વિકાર છે. આ ભાવકનો ભાવ છે તે જ્યારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. જ્યારે તેનું ભેદજ્ઞાન થાય કે “ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો જ્ઞાનદર્શનોપયોગમાત્ર છે અને આ કલુષતા રાગ-દ્વેષમોહરૂપ છે તે દ્રવ્યકર્મરૂપ જડ પુદ્ગલદ્રવ્યની છે, ત્યારે ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ તેનાથી અવશ્ય ભેદજ્ઞાન થાય છે અને આત્મા અવશ્ય પોતાના ચૈતન્યના અનુભવરૂપ સ્થિત થાય છે. ગાથા - ૩૬ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન આશંકા હોં શંકા નહીં. આહાહા ! એ અનુભૂતિસે પરભાવકા ભેદજ્ઞાન કૈસે હુઆ ? પુણ્ય ને પાપકા ભાવ વિકાર ઔર ઉસસે ભગવાન ભિન્ન ઐસી અનુભૂતિ કૈસે હુઈ ? આહાહા... બતાયા તો હૈ, વિશેષ સ્પષ્ટ વિશેષ કરના હૈ, પ્રત્યાખ્યાન ઉપરાંત અંદર સ્થિરતા વિશેષ બઢાના હૈ. આહાહા... ઐસી આશંકા કરકે, આશંકા નામ સમજનેકી અભિલાષા, શંકા નહીં તુમ કહેતે હૈયે જૂઠ હૈં ઐસા નહીં, પણ તુમ કહતે હૈ યે મેરી સમજમેં આયા નહીં, કયા કહતે હૈં તુમ? એ પુણ્ય પાપકા ભાવસે ભગવાન ભિન્ન (ઐસા) ભેદજ્ઞાન હુઆ અને અનુભૂતિ હુઈ, કયા કહેતે હૈ આપ? મેરે સમજમેં આયા નહીં પ્રભુ. આહાહા ! શંકા નહીં કરતે હૈ, શંકાકા અર્થ તુમ કહતે હો * ભાવવું = બનાવવું; ભાવ્યરૂપ કરવું.
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy