SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૩૫ ૫૦૯ ૫૨રૂપે ન થયું અને તે કાળે તે જ્ઞાન સ્થિ૨૫ણે થયું, તેને અહીંયા પ્રત્યાખ્યાન ચારિત્ર કહે છે. આહાહાહા! – લોકો કંઈના કંઈ માને પ્રભુ ! ભાઈ ! એ ઉંધી માન્યતાના ફળ બાપા એ વર્તમાન દુઃખ છે ભાઈ તને એની ખબર નથી, અને એના દુઃખના ફળ, તત્ત્વની વિરાધના એનું ફળ તો નિગોદ છે. આહાહા ! તત્ત્વની આરાધના એનું ફળ તો મોક્ષ છે. આહાહા ! વચમાં શુભાશુભભાવ એ ચાર ગતિનું કા૨ણ છે. સમજાય છે કાંઈ ? તારો આ આત્મા ખરેખર એક જ છે. એક જ્ઞાનમાત્ર જ છે એમ ગુરુએ કહ્યું છે. જે અનેકપણે દેખાય એ તું નહીં, રાગના વિકારના પરિણમનપણે દેખાય છે, એ તું નહીં, એ તું નહીં, એની તો ખબર હતી, પણ વિશેષ કરાવ્યું પાછું. આહાહા ! એ ખરેખર તો એક જ છે. ભગવાન તો જ્ઞાન સ્વરૂપી એક જ છે. એમાં જે આ રાગ દ્વેષાદિ દયા દાન આદિના ભાવો અનેક ઉત્પન્ન થાય એ એક સ્વરૂપની ચીજ નહીં. આહાહા ! આવી ગંભીર ચીજ એકેક શ્લોકમાં. આહાહાહા ! દરિયો ભર્યો છે આખો. અહીંયા એ કહ્યું કે એક-એક જ છો, તું એક જ છો. જ્ઞાન આનંદાદિ સ્વરૂપ તું એક જ છો, અનેકપણે જે જ્ઞાન રાગ અને પુણ્ય ને દયા દાનના વિકલ્પપણે દેખાય છે તે અનેકપણે તું નહીં. આહાહા ! એ અનેકપણે જે પર્યાયમાં થતો હતો તે તું નહીં, એમ કરીને જ્ઞાનને રાગથી પાછું વાળ્યું અને જ્ઞાન જ્ઞાનમાં ઠરે છે. આહાહા... અન્ય ૫૨દ્રવ્યના ભાવો એ સર્વ અન્ય છે. રાગ આદિનો ભાવ ચાહે તો મહાવ્રતનો હો એ બધો પર છે. આહાહાહા ! હવે અહીંયા એમ કહે છે કે મહાવ્રતના પરિણામ કરતાં કરતાં એ દ્રવ્ય ચારિત્ર છે, એ ભાવ ચારિત્ર થશે. અરે ભગવાન પ્રભુ તું શું કરે છે ભાઈ. ( શ્રોતાઃ- તત્વાર્થ સૂત્રમાં તો આસ્રવ કીધું છે ) આસ્રવ છે એ ભલે કહ્યું ત્યાં, પણ ત્યાં એને લાભ કહ્યો છે પાછો એમ કહ્યું છે, બીજા ગ્રંથમાં કહ્યું છે કે એ ધર્મ છે. પુણ્ય એ ધર્મ છે, એ તો વ્યવહાર ધર્મની વ્યાખ્યા છે. જેને આત્મા આત્મામાં અનુભવથી ઠર્યો એ નિશ્ચય ધર્મ આ છે, એને જે રાગઆદિ આવે ત્યારે એને ( રાગ ) વ્યવહા૨ ધર્મનો આરોપ આપ્યો છે, નિશ્ચયથી તો અધર્મ જ છે. અચારિત્ર છે ચારિત્રનો દોષ છે. આહાહાહા ! ખરેખર આત્મા એક જ છે, જ્ઞાનમાત્ર જ છે. આહાહાહા ! એ રાગરૂપે એ આત્મા નહીં. આહાહાહા ! અન્ય સર્વ ૫૨ભાવો છે. ત્યારે વારંવાર કહેલું આગમનું વાક્ય, અહીં જુઓ. આહાહા... પંચમકાળ એટલે જીવોને આ વાત લીધી છે, એને વારંવાર સાંભળવામાં મળ્યું. સારા ( ચોથા ) કાળમાં તો એકવા૨ સાંભળે ને ફટ ઊતરી જાય એમ કહે છે. આહા ! સમજાય છે કાંઈ ? અહીં તો પંચમઆ૨ો છે ને ! ત્યારે વારંવાર કહેલું, વારંવાર કહેલું એટલે ? ગુરુએ તો એકવાર કહ્યું હતું. પણ શિષ્યે વારંવાર યાદ કર્યું આડત્રીસ ગાથામાં આવે છે ને વારંવા૨, એને રાગથી ભિન્ન (સમજાવ્યો ) રાગથી ભિન્ન એમ જાણવામાં વિવેક કર્યો, આહાહાહા... મારો પ્રભુ શાયક છે અને રાગથી ભિન્ન છે, એમ વારંવાર અંદર વિવેક કર્યો, એથી એને વારંવાર ગુરુએ કહ્યું એમ સાંભળવામાં વિવેક કર્યો. આહાહાહા... હવે આવી વાતને મશ્કરી કરીને કાઢી નાખે છે. એ જાણે કાંઈ ચીજ જ નથી. દૃષ્ટિમાં મિથ્યાત્વનો ત્યાગ થયો એમ કહેવું એ પણ કહે છે નામમાત્ર છે. આહાહા !
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy