SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૩૫ ૫૦૭ એથી તે રાગના પરિણામ ૫૨ભાવ છે, એમ જેણે અંદર જ્ઞાન સ્વભાવમાં એના મલિન અને દુઃખના સ્વભાવથી જાણી, મારો ભગવાન તો જ્ઞાન ને આનંદ સ્વભાવ છે. એવા રાગને દુઃખના ભાવરૂપ જાણી અને એ જ્ઞાનના સ્વભાવમાં દુઃખના ભાવનો ( અભાવ છે ), ત્યાં એ દુઃખનો ભાવ છે માટે થયું એમેય નથી. આહાહા ! એ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ સ્વ ને ૫૨ને સ્વતઃ ૫૨ની અપેક્ષા વિના જાણવું એ એનો સ્વભાવ છે. આહાહા ! હવે આવું ક્યાં પકડવું, નવરાશ ન મળે, ફુરસદ ન મળે આવી વાત છે પ્રભુ આ તો પ્રત્યાખ્યાન આવ્યું ને. આહાહાહા ! પાછું એમાં કહ્યું ને કે રાગને રાગના લક્ષણથી જાણી અને તેને તે રૂપે ન પરિણમતાં જ્ઞાન જાણનારો છે, એમ જ્ઞાન જ્ઞાનરૂપે ઠર્યું સમ્યગ્દર્શન જ્ઞાન તો છે, એ ઉપરાંત જ્યારે રાગની અવસ્થાને ૫૨ભાવ તરીકે જ્ઞાનમાં પૃથક તરીકે, ભેદથી જાણી અને જાણનારો જાણનારમાં ઠર્યો, આહાહાહા... એનું નામ પ્રત્યાખ્યાન ને ચારિત્ર છે. પ્રત્યાખ્યાનનો અર્થ ત્યાગ છે. પણ એ રાગનો ત્યાગ પણ નામમાત્ર છે. – અહીં તો કહે છે, આહાહાહા ! શું શૈલી ! સ્વપ૨પ્રકાશક શક્તિ હમારી તાતૈવચન ભેદ ભ્રમ ભારી, સ્વશક્તિ સ્વજ્ઞેય પ્રકાશી, ૫૨ શક્તિ પરશેય. આહાહા ! ભગવાનનો જ્ઞાન પર્યાયનો સ્વભાવ, આ તો સમ્યગ્દર્શન જ્ઞાન સહિતની વાત છે ને, એ જ્ઞાનનો સ્વ૫૨પ્રકાશક સ્વજ્ઞેયનો સ્વભાવ. આહાહાહા... અને ૫૨શેયને ૫૨જ્ઞેય તરીકે, હૈયાતી હોવા છતાં જ્ઞાનની પર્યાય, તેની અપેક્ષા વિના તેને અને સ્વને જાણતાં અંદર ઠરે અને રાગરૂપે ન થાય એને રાગનો ત્યાગ કહેવો એ નામમાત્ર છે. એ પણ જ્ઞાનરૂપે જ્ઞાન ઠર્યું. આહાહા ! જામ્યું અંદર ભાઈ કહે છે ને, નહીં ? ચંદુભાઈ તમારા, જામ્યું કહે છે ને. ચંદુભાઈ દાકતર ! આહાહા ! એની પ્રથમ પીછાન તો આ કરે કે આ વસ્તુનું સ્વરૂપ આવુ છે. સમજાણું કાંઈ ? આહાહા ! ભગવાન શાનસ્વરૂપ પ્રભુ, પોતાના લક્ષણને જાણતો'તો જ્ઞાની થયો. પણ હવે ચારિત્ર, શિષ્યે એમ પૂછ્યું છે ને, કે મને શ્રદ્ધા જ્ઞાન તો થયું પ્રભુ, પણ હવે મારા આચરણને માટે મારે આચરવું છે. કા૨ણકે મારા આચરણમાં હજી રાગનું આચરણ છે, ભલે મારા દૃષ્ટિના વિષયમાં નથી પણ મારા પરિણમનમાં થાય છે. તો મારે મારું આચરણ કરવું છે તો તે રાગના ત્યાગની વિધિ શું ? રાગના ત્યાગરૂપી પચખાણ શી રીતે થાય ? આહાહા ! તો ગુરુએ કહ્યું કે જેમ ધોબીને ઘેરથી વસ્ત્ર ૫૨નું લાવી અને મારું જાણીને સૂતો, એને બીજાએ જગાડયો (કે ) ભાઈ આ વસ્ત્રના લક્ષણ તો જુઓ, એ તારો કોટ નહીં. એ કોટ લાંબો તારો નહીં તેના લક્ષણો જો તો ખરો. આહાહા... એમ જાણીને ઓઢયું છતાં ૫૨રૂપે દૃષ્ટિમાં થઈ ગયું, અને સ્થિરતામાં પણ એ મારું નથી એમ થઈ ગયું. આહાહા ! એમ ભગવાન આત્મા રાગના વિકલ્પને પોતાના માનીને સૂતો હતો, એ તો જાગ્યો છે હવે, પણ અસ્થિરતામાં જે હતો એમ કહે છે, સમજાય છે. અહીં તો એક સાથે બધી વાત લે છે, મિથ્યાત્વથી માંડીને બધી, અસ્થિરતામાં પણ મિથ્યાત્વ અને રાગનો ત્યાગ કરીને પચખાણ એમ બતાવે છે. ભાઈ ! જયસેનાચાર્યની ટીકામાં તો મિથ્યાત્વ ને રાગાદિ અવ્રત આદિ બધું છે. બધી વાત એની શરૂઆતથી જ ઉપાડે છે પાધરી. આહાહા ! રાગ આગ દાહ દહે સદા. એવા રાગના લક્ષણો ૫૨ભાવના જાણી અને જ્ઞાન સ્વભાવમાં
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy