SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૩૫ ૫૦૩ જાણી, પોતામાં એકરૂપ કરીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે; જ્યારે શ્રી ગુરુ પરભાવનો વિવેક (ભેદજ્ઞાન) કરી તેને એક આત્મભાવરૂપ કરે અને કહે કે “તું શીધ્ર જાગ, સાવધાન થા, આ તારો આત્મા ખરેખર એક (જ્ઞાનમાત્ર) જ છે, (અન્ય સર્વ પદ્રવ્યના ભાવો છે),”ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાક્ય સાંભળતો તે, સમસ્ત (સ્વ-પરનાં) ચિલોથી સારી રીતે પરીક્ષા કરીને, “જરૂર આ પરભાવો જ છે' (હું એક જ્ઞાનમાત્ર જ છું) એમ જાણીને, જ્ઞાની થયો થકો, સર્વ પરભાવોને તત્કાળ છોડે છે. ભાવાર્થ-જ્યાં સુધી પરવસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાં સુધી જ મમત્વ રહે; અને જ્યારે યથાર્થ જ્ઞાન થવાથી પરવસ્તુને પારકી જાણે ત્યારે બીજાની વસ્તુમાં મમત્વ શાનું રહે? અર્થાત્ ન રહે એ પ્રસિદ્ધ છે. - પ્રવચન ન. ૧OO ગાથા - ૩૫ તા. ૫-૧૦-૭૮ હવે પૂછે છે કે, જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કહ્યું, ભગવાન આત્મા જાણનાર દેખનાર સ્વભાવ એનું પ્રત્યાખ્યાન એટલે ચારિત્ર જ્ઞાન જ કહ્યું એનું દૃષ્ટાંત શું છે. એના ઉત્તરરૂપ દાંતદર્દીતની ગાથા કહે છે. जह णाम को वि पुरिसो परदव्वमिणं ति जाणिदुं चयदि । तह सव्वे परभावे णाऊण विमुंचदे णाणी ।।३५ ।। (હરિગીત). આ પારકું એમ જાણીને પરદ્રવ્યને કો નર તજે, ત્યમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ૩૫. ટીકાઃ- જેમ કોઈ પુરુષ ધોબીના ઘરેથી ભ્રમથી બીજા કોઈનું વસ્ત્ર લાવી પોતાનું જાણી ઓઢીને સૂતો છે. દષ્ટાંત છે હોં. ને પોતાની મેળે અજ્ઞાની, પોતાની મેળે અજ્ઞાની, આહાહા... થઈ રહ્યો છે, આ વસ્ત્ર બીજાનું છે એવા જ્ઞાન વિનાનો થઈ રહ્યો છે. ત્યારે, જ્યારે બીજો તે વસ્ત્રનો ખૂણો પકડી ખેંચી તેને નગ્ન ઉઘાડો કરે છે, આહાહા... અને કહે છે કે તું શીધ્ર જાગ, સાવધાન થા, આ મારું વસ્ત્ર બદલામાં આવી ગયું છે, મારું વસ્ત્ર છે તારું નથી. આહાહાહા ! તારા વસ્ત્રને બદલે મારું વસ્ત્ર તને અજ્ઞાનપણે અજાણપણે આવી ગયું છે, તે મારું મને દે. આહાહા ! ત્યારે વારંવાર કહેલું, એક વાર કહેલું નહીં, આહાહા.. વારંવાર કહેલું એ વાક્ય સાંભળતો, તે સર્વે ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરી, વસ્ત્રના ચિહ્નોની પરીક્ષા કરી કે આ વસ્ત્ર મારું નહીં, આહા... જરૂર આ વસ્ત્ર પારકું છે. એમ ઓઢેલું છતાં, આહાહા.. એના લક્ષણો જોયા કે મારા વસ્ત્રમાં તો માથે અહીંયા નામ હતું મારું અંગ્રેજી નામ આમાં તો છે નહીં આમાં તો બીજાનું નામ છે. આહાહા ! નાખે છે ને કોટ પાછળ નામ રાખે, આહાહા.. જલદી ત્યાગે છે, સારી રીતે પરીક્ષા કરી જરૂર આ વસ્ત્ર મારું નથી એમ જાણીને, પારકું જાણીને જ્ઞાની થયો થકો, એ વસ્ત્રનો જાણનાર એટલો જ જ્ઞાની. વારંવાર કહેલું વાક્ય સાંભળતો સારી રીતે પરીક્ષા કરી, જરૂર આ વસ્ત્ર મારું નથી એમ
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy