SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૩ શ્લોક – ૨૮ ગ્યાસતેલની શોધ નહોતી થઈ ) શોધ નહીં થી પણ. ગ્યાસતેલની ( જેમ ) બાળે ઐસી તાકાત હોતી હૈ પાનીએં, જબ પાની ગ્યાસતેલ અંદરમેં હોતા હૈ ન કૂવામેં પાણીના ઠેકાણે ગ્યાસતેલ હોય છે એમ પાણીના ગ્યાસતેલ હો ગયા. આહાહાહા ! એ લાખો રાણીઓ અને લાખો રાજકુમારો બળે, અરે મને બચાવો રે બચાવો ભાઈ પિતાજી મને બચાવો, કોણ બચાવે ? આહાહાહા ! ( શ્રોતાઃ- ગુરુ બચાવે ) એ તો અંત૨માં શરણમાં જાય તો આત્મા બચાવે, બાકી કોઈ નહીં. આહાહા. એ ભાઈ સળગે છે. આહાહા ! (દ્વારકા), માબાપને ૨થમાં બેસાડી બહાર કાઢતે હૈ માબાપને તો નિકાળીએ. આહાહા... બળદેવ ને વાસુદેવ બળદની પેઠે રથને હાંકે ( છે )પિતાજી માતાજી બેઠે હૈ, જ્યાં દ્વારકાના છેલ્લા દ્વા૨ આયા દરવાજા ઉ૫૨સે હુકમ આયા સ્વર્ગસે દેવકા, છોડ દો નિકાલના. તેા મા બાપ નહીં બચે, છોડ દો, એ ભાઈ એ રાગ છોડ દેતે હૈ માતા પિતાકા આમ સળગતે હૈ, બળતે હૈ. આહાહાહા ! એ જ્ઞાની ધર્માત્મા હૈ. આહાહાહા ! પણ રાગ આતા હૈ, રાગ હૈ ને ? અસ્થિરતાકા રાગ હજી દુઃખ હૈ આ માતાને દેખીને. અ૨૨૨ ! એ બળદેવને કૃષ્ણ કહે છે, ભાઈ જેની આઠ હજાર દેવ સેવા કરતે થે. આહાહાહા... એ દેવ ક્યાં ગયા ? જેને રાજાઓ હજા૨ો ચામર ઢાળતે થે, આહાહાહા ! ભાઈ આપણે ક્યાં જઈશું શ્રી કૃષ્ણ કહે છે. બળદેવ કહે છે ભાઈ આપણે પાંડવ પાસે જઈએ. ભાઈ આપણે પાંડવને દેશનિકાલ કિયા હૈ ને ? ભલે દેશનિકાલ કિયા (પણ ) એ સજ્જન છે આપણે ત્યાં જઈએ. આહાહા... આ તો સર્વજ્ઞથી સિદ્ધ થયેલી વસ્તુ છે. રસ્તામાં જાય છે ત્યાં તૃષા લાગે છે. તીર્થંક૨નો જીવ અને આત્મજ્ઞાની. આહાહાહા ! એ તૃષા લાગે છે, ભાઈ એ કૌસંબી વનમાં પગ ભરી શકતો નથી ભાઈ હું, મને તૃષા બહુ લાગી છે હવે હું પગનો ડગ નહીં ભરી શકું. આહાહા ! ભાઈ તમે અહીં રહો, હું પાણી લાવું બળદેવ કહે છે. ત્યાં લોટા-લોટા ક્યાં હતા ત્યાં ? વડના પાનને ભેગાં કરી સળી નાખીને લોટા જૈસા બનાયા, બોંત્તેર કળાના જાણનાર બળદેવ પાણી લેવા ગયે, કૃષ્ણ અહીં સોતે થે મહા ઉત્તમપુરુષ હૈ પગમાં પદ્મમણી હૈ પગમાં, ઉસકા ભાઈ બાર વ૨સસે વનમાં રહેતે થે જરતકુમાર, ભગવાને કહા થા કિ આ જરતકુમા૨કે કા૨ણ કૃષ્ણકા શરી૨ પડ જાયેગા, બા૨ વ૨સ સુધી બહા૨ ૨હે એ જાણે કે આ હરણ હૈ, આમ નજીક આવે ત્યાં પ્રભુ આપ યહાં કહાંસે, મેં બાર બાર વ૨સસે જંગલમાં રહતે થે. આ કયા ? આહાહાહા ! રોવે છે, ભાઈ તું ચાલ્યો જા અહીંથી બાપુ બળદેવ હમણાં આવશે તો તને મારશે. ભાઈ, હું કહાં જાઉં, કૌસ્તુભમણિ છે બહુ કિંમતી અબજો અબજો અબજો રૂપીયાની કિંમતના અબજોનેં ન મિલે ઐસી, વાસુદેવ છે ને ઉત્તમ પુરુષ છે ને આ લઈને પાંડવો પાસે જા, બતાવજે તને રાખશે. આહાહાહા ! એ જાય છે ને જ્યાં બળદેવ આવે છે એ ત્યાં, ત્યાં દેહ છૂટી જાય છે. આહાહાહા ! એ ત૨સે ત૨ફડે ત્રિકમો નહીં કોઈ પાણીનો પાનાર એ સજ્જાય આવતી અમારે દુકાને વાંચતા ને જ્યારે ત૨સે ત૨ફડે ત્રિકમો, સમકિતી જ્ઞાની આનંદમેં રહનેવાલા પણ હજી રાગનો ત્યાગ નથી અસ્થિરતાનો, એટલે... આહાહાહા... નહીં કોઈ પાણીનો પાનાર રે, સહજાનંદી રે આત્મા, સૂતો કહીં નિશ્ચિંત રે, મોહ તણા રે રણીયા ભમે, જાગ જાગ મતિવંત રે, આ સજ્જાય આવતી અમારે ચા૨ સજ્જાયમાળા હૈ શ્વેતામ્બરમાં તો એકએકમાં બસો અઢીસો શ્લોક આવે.
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy