SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક – ૬ અમારે ઉમરાળામાં, ઉમરાળામાં સાંઈઠ વર્ષ પહેલાં રિવાજ એવો હતો, અમારા ગામનો, બીજા ગામમાં ય હતો કે શ્રાવણ મહિનાની આ નોમ છે ને? એકમ આવે એટલે ગામના જે શેઠિયા હોય એ અમારે રોકડ શેઠ હતા. એ બે ચાર જણાં ભેગા થઈને પાંપ પાંચ સોપારી લઈને જાય. ઘાંચી પાસે જાય, ઘાંચી મુસલમાન, ત્યારે એ સમજે કે હું હું આ વાણિયાના પર્યુષણનો મહિનો આવ્યો. બંધ કરવું પડે, ઘાંચી ઘાણી ન કરે. શ્રાવણ સુદ એકમથી ભાદરવા સુદ પાંચમ સુધી મુસલમાન ઘાંચી પણ ઘાણી ન પીલે, એટલી મહાજનની છાપ હતી. અમારા ગામમાં પાંચ હજારની વસ્તી ઉમરાળા રોકડ શેઠ હતા. પહેલાં તો ઠીક હતું માણસ ઠીક હતાં. પછી તો ઘસાઈ ગયા. માણસ ખાનદાન હતા. અત્યારે છ છોકરા છે અમારે તો સીત્તેર વર્ષ પહેલાંનું બધું એ ઘાંચી મુસલમાન એની પાસે જાય શેઠીયા ચાર, શ્રાવણ મહિનાની એકમે. એટલે એ સમજે આજથી ભાદરવા સુદ પાંચમ સુધી ઘાણી નહીં પિલાય. મુસલમાન નહીં પીલે. કુંભાર પાસે જાય, પાંચ સોપારી લઈને, નિંભાડો ન કરે એક મહિનો. શ્રાવણ સુદ એકમથી ભાદરવા સુદ પાંચમ સુધી. નિંભાડો, નિંભાડો સમજતે હૈ? (શ્રોતા:- વાસણ માટીના પકવે ઈ.) તંત્રી પણ વાણિયાના પર્યુષણ આવ્યા છે એમ કહે એવું તો લૌકિક રીતમાં ગામડામાં હતું. અને પુરું થયા પછી પણ શ્રાવણ સુદ એકમથી ભાદરવા સુદ પાંચમ સુધી નિંભાડા બંધ, ઘાણી બંધ, પછી પણ પહેલું શરૂ કરશે એ વધારે પાપી છે એમ માનનારા બેચાર દિ’ આઘા હાલ્યા જાય. કોઈ છટ્ટે શરૂ કરે, કોઈ સાતમે કરે, કોઈ આઠમે કરે, એવું તો મુસલમાનમાં મનાતું, મહાજનની વાત, એ ક્યાં ધર્મ હતો? આહાહા! સમજાય છે કાંઈ ? આવું તો ગામડામાં હતું. તમારા શહેરની તો આપણને કાંઈ ખબર નથી. નાગનેશને બધે હશે આ તો અમારે ઉમરાળામાં એટલે તો અમને ખબરને પાંચ હજારની વસ્તી. હવે એ નિંભાડા બંધ કરે, ઘાંચી ઘાણી બંધ કરે માટે એ ધર્મ છે? એ તો તીવ્ર પાપ, વાણિયાના પર્યુષણ છે, શેઠિયાઓ ગામના છે, અને એમનું અત્યારે પ્રબળ છે, માટે આપણે એવું ન કરાય. મુસલમાન ન કરે પાંત્રીસ દિવસ સુધી મુસલમાન ઘાણી ન હલાવે. એથી એવી તો લૌકિક લાઈન હતી એ તો. અહીંયા તો પરમાત્મા કહે છે, વિકારની દશા ચાહે તો એ શુભની વિકાર દશા, બીજાને નુકશાન ન કરશો, હિંસા ન કરશો. આ ન કરશો એવો જે ભાવ એ પણ એક વિકૃત અવસ્થા છે અને એમાં આત્મા વ્યાપેલ છે, એ વિકૃત અવસ્થા કોઈએ કરાવી છે એમ નથી. હવે, એવો આત્મા દ્રવ્ય ગુણ પર્યાયમાં રહેલો હોવા છતાં શુદ્ધનય એટલે જે નયનો અંશ ત્રિકાળને વિષય કરે છે તેને શુદ્ધનય કહીએ. એક અખંડ આત્મા અભેદ જેમાં ગુણગુણીનો ભેદ પણ નહીં, જેમાં પર્યાયનો ભેદ નહીં, નિર્મળ પર્યાયનો પણ જેના વિષયમાં ભેદ નહીં. આહાહાહા ! સમજાણું કાંઈ? આહાહા ! શુદ્ધનયસે એકત્વમેં નિશ્ચિત કિયા ગયા. એકપણે નિર્ણય કરાયા. આહાહાહા ! એક જ્ઞાયકભાવ ધ્રુવભાવ, સ્વભાવભાવ, નિત્યભાવ, સામાન્યભાવ, સદેશભાવ, એકરૂપ રહેનેવાલા ત્રિકાળી એ શુદ્ધનયકા વિષય ઉસમેં નિર્ણય કરાયા. સમજમેં આયા? અરે ! આવી વાતું હજી તો આ કળશા. મહા પ્રભુ એ વીતરાગનો માર્ગ એકેક શ્લોકે દિગંબરના સંતોએ ગજબના કામ કર્યા છે. આહાહા ! એવી વાત ક્યાંય છે નહીં. આહાહા ! પણ એમાં જન્મેલાને તમને ભાન કે દિ' હતી
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy